Banaskanthaમાં ભારે વરસાદ આવતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા

લાખણીના આગથળા નજીક ખેતરો બેટમાં ફેરવાયા લાખણી પંથકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખેતરોમાં ભરાયા 6 ફૂટથી વધારે પાણી બનાસકાંઠામાં વરસાદમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં લાખણીના આગથળા નજીક ખેતરો બેટમાં ફેરવાયા છે. તેમજ લાખણી પંથકમાં 8 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. ત્યારે ખેતરોમાં 6 ફૂટથી વધારે પાણી ભરાયા છે. તેમાં વાવેતર કર્યા બાદ ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે. લાખણી પંથકમાં 8 ઇંચથી વધુ વરસાદ થતા તારાજીના દ્રશ્યો લાખણી પંથકમાં 8 ઇંચથી વધુ વરસાદ થતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદી પાણી ખેતરોમાં ધસી આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ચોમાસુ વાવેતર કર્યા બાદ ખેતરોમાં જળબમ્બાકાર સર્જાતા ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં 9 ઇંચ વરસાદ પડ્યો છે. તો લાખણી તાલુકામાં સૌથી વધુ 2 કલાકમાં જ 6 ઇંચ વરસાદ પડતા ખાબકતા જનજીવન ખોરવાયું છે. ખેતરો તળાવ બની ગયા છે, તો રસ્તાઓ નદી બની ગયા છે. જેના કારણે લાખણી તાલુકાના લોકો મોટી મુશ્કેલીમાં ફસાયા છે. તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાની સૂચના જિલ્લામાં હાલ સાર્વત્રિક વરસાદ છે. લાખણી ઉપરાંત પાલનપુર, ડીસા, દિયોદર અને વાવ સુઇગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદ અને પવન ફૂંકાવવાનાં કારણે અમુક સ્થળે નુકસાનની ઘટનાઓ પણ સામે આવી છે. જો કે હાલ કોઇ જાનહાનિના સમાચાર આવ્યા નથી. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યાર સુધી જોઇએ તેવી મેઘરાજાની મહેર જોવા મળી ન હતી, પરંતુ મેઘરાજાએ હવે તોફાની અંદાજમાં બનાસકાંઠા પર તૂટી પડ્યા છે. ત્યારે તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાની સૂચનાઓ અપાઈ છે.

Banaskanthaમાં ભારે વરસાદ આવતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લાખણીના આગથળા નજીક ખેતરો બેટમાં ફેરવાયા
  • લાખણી પંથકમાં 8 ઇંચથી વધુ વરસાદ
  • ખેતરોમાં ભરાયા 6 ફૂટથી વધારે પાણી

બનાસકાંઠામાં વરસાદમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં લાખણીના આગથળા નજીક ખેતરો બેટમાં ફેરવાયા છે. તેમજ લાખણી પંથકમાં 8 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. ત્યારે ખેતરોમાં 6 ફૂટથી વધારે પાણી ભરાયા છે. તેમાં વાવેતર કર્યા બાદ ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે.

લાખણી પંથકમાં 8 ઇંચથી વધુ વરસાદ થતા તારાજીના દ્રશ્યો

લાખણી પંથકમાં 8 ઇંચથી વધુ વરસાદ થતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદી પાણી ખેતરોમાં ધસી આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ચોમાસુ વાવેતર કર્યા બાદ ખેતરોમાં જળબમ્બાકાર સર્જાતા ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં 9 ઇંચ વરસાદ પડ્યો છે. તો લાખણી તાલુકામાં સૌથી વધુ 2 કલાકમાં જ 6 ઇંચ વરસાદ પડતા ખાબકતા જનજીવન ખોરવાયું છે. ખેતરો તળાવ બની ગયા છે, તો રસ્તાઓ નદી બની ગયા છે. જેના કારણે લાખણી તાલુકાના લોકો મોટી મુશ્કેલીમાં ફસાયા છે.

તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાની સૂચના

જિલ્લામાં હાલ સાર્વત્રિક વરસાદ છે. લાખણી ઉપરાંત પાલનપુર, ડીસા, દિયોદર અને વાવ સુઇગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદ અને પવન ફૂંકાવવાનાં કારણે અમુક સ્થળે નુકસાનની ઘટનાઓ પણ સામે આવી છે. જો કે હાલ કોઇ જાનહાનિના સમાચાર આવ્યા નથી. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યાર સુધી જોઇએ તેવી મેઘરાજાની મહેર જોવા મળી ન હતી, પરંતુ મેઘરાજાએ હવે તોફાની અંદાજમાં બનાસકાંઠા પર તૂટી પડ્યા છે. ત્યારે તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાની સૂચનાઓ અપાઈ છે.