YOGA 2024: CM ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટ ખાતે યોગ દિવસની કરી ઉજવણી

વિશ્વભરમાં આજે યોગ દિવસ ઉજવાઇ રહ્યો છે : CM ભૂપેન્દ્ર પટેલે ભારતે આખા વિશ્વને યોગથી વાકેફ કર્યુ : CM ભૂપેન્દ્ર પટેલે PM મોદીના પ્રયત્નોથી વિશ્વમાં યોગ દિવસ ઉજવાય છે : CM ભૂપેન્દ્ર પટેલે 21 જૂનના રોજ ભારતમાં વિશ્વયોગ ડે તરીકે ઉજવવામાં આવે છે,ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયકક્ષાનો વિશ્વયોગ ડે બનાસકાંઠાના નડાબેટ ખાતે ઉજવવામાં આવ્યો હતો.CM ભૂપેન્દ્ર પટેલે નડાબેટમાં યોગ કર્યો હતો,તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર રહ્યાં હતા. રાજયકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે કરાઈ હતી, ગુજરાતમાં બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે પ્રસિદ્ધ નડાબેટ ખાતે આ ઉજવણી કરાઈ હતી. રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અન્ય મહાનુભાવો સાથે 2500 જેટલા યોગ સાધકો કાર્યક્રમમાં જોડાયા હતા. રાજ્યભરમાં આઠ મહાનગર પાલિકાઓ, 32 જિલ્લાઓ તથા 251 તાલુકા અને 20 નગરપાલિકા એમ કુલ 312 મુખ્ય સ્થળોએ આ યોગ દિનની ઉજવણી કરાઈ. 45 મિનિટ સવા કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લીધોમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 6.30 કલાકે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 6.40 કલાકે શ્રીનગર ખાતેથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.સવારે 7 થી 7.45 સુધી એટલે કે 45 મિનિટ સવા કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લીધો. ગુજરાતમાં બાળકોમાં યોગાભ્યાસને વધુ પ્રચલિત બનાવવા સમર કેમ્પ યોજીને 200થી વધુ સ્થળોએ યોગ સંસ્કાર શિબિરનો 22 હજારથી વધુ બાળકોને લાભ આપવામાં આવ્યો છે. પહેલી જાન્યુઆરી 2024માં મોઢેરા ખાતે 108 સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. ગત વર્ષે સુરત વેસુ ખાતે 1.53 લાખ લોકોએ એક સાથે યોગ કરીને ગિનિસ બુકમાં રેકોર્ડ સર્જ્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઇતિહાસ આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત આપણા દેશ ભારતથી થઈ હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પહેલ કરી હતી. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકાર્યો હતો અને 21 જૂન 2015ના રોજ વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

YOGA 2024: CM ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટ ખાતે યોગ દિવસની કરી ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિશ્વભરમાં આજે યોગ દિવસ ઉજવાઇ રહ્યો છે : CM ભૂપેન્દ્ર પટેલે
  • ભારતે આખા વિશ્વને યોગથી વાકેફ કર્યુ : CM ભૂપેન્દ્ર પટેલે
  • PM મોદીના પ્રયત્નોથી વિશ્વમાં યોગ દિવસ ઉજવાય છે : CM ભૂપેન્દ્ર પટેલે

21 જૂનના રોજ ભારતમાં વિશ્વયોગ ડે તરીકે ઉજવવામાં આવે છે,ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયકક્ષાનો વિશ્વયોગ ડે બનાસકાંઠાના નડાબેટ ખાતે ઉજવવામાં આવ્યો હતો.CM ભૂપેન્દ્ર પટેલે નડાબેટમાં યોગ કર્યો હતો,તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર રહ્યાં હતા.

રાજયકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે કરાઈ હતી, ગુજરાતમાં બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે પ્રસિદ્ધ નડાબેટ ખાતે આ ઉજવણી કરાઈ હતી. રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અન્ય મહાનુભાવો સાથે 2500 જેટલા યોગ સાધકો કાર્યક્રમમાં જોડાયા હતા. રાજ્યભરમાં આઠ મહાનગર પાલિકાઓ, 32 જિલ્લાઓ તથા 251 તાલુકા અને 20 નગરપાલિકા એમ કુલ 312 મુખ્ય સ્થળોએ આ યોગ દિનની ઉજવણી કરાઈ.


45 મિનિટ સવા કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લીધો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 6.30 કલાકે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 6.40 કલાકે શ્રીનગર ખાતેથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.સવારે 7 થી 7.45 સુધી એટલે કે 45 મિનિટ સવા કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લીધો. ગુજરાતમાં બાળકોમાં યોગાભ્યાસને વધુ પ્રચલિત બનાવવા સમર કેમ્પ યોજીને 200થી વધુ સ્થળોએ યોગ સંસ્કાર શિબિરનો 22 હજારથી વધુ બાળકોને લાભ આપવામાં આવ્યો છે. પહેલી જાન્યુઆરી 2024માં મોઢેરા ખાતે 108 સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. ગત વર્ષે સુરત વેસુ ખાતે 1.53 લાખ લોકોએ એક સાથે યોગ કરીને ગિનિસ બુકમાં રેકોર્ડ સર્જ્યો હતો.


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઇતિહાસ

આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત આપણા દેશ ભારતથી થઈ હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પહેલ કરી હતી. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકાર્યો હતો અને 21 જૂન 2015ના રોજ વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.