Valsad પાલિકાની મૂર્ખામી,ગંદુ અને શૌચાલયનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર રોડ પર છોડયું

વલસાડના ભાગડા ખુર્દ ગામના લોકો પાલિકા દ્વારા ઠાલવવામાં આવતા ગંદા પાણીથી પરેશાન વર્ષોથી બનાવેલ ડ્રેનેજ પાણી ટ્રીટમેન્ટ કરવાનો પ્લાન્ટ બંધ હાલતમાં મોટી સંખ્યામાં ગામ લોકોએ રોડ પર ઉતરી વિરોધ નોંધાવ્યો વલસાડ નગરપાલિકાની બેદરકારીને કારણે વલસાડ શહેરને અડીને આવેલ ભાગડાખુર્દ ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે પાલિકા દ્વારા શહેરનું ગંદુ અને શૌચાલયનું પાણી ભાગડાખુર્દ ગામના રસ્તા પર ઠાલવવામાં આવતા આજરોજ ગામના લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ કરી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ગ્રામજનો કંટાળ્યા વલસાડ નગરપાલિકા દ્વારા શહેરનું ડ્રેનેજ અને શૌચાલયનુ ગંદુ પાણી અને કીચડ શહેરના છેવાડે ભાગડાખુર્દ ગામ જવાનાં માર્ગ પર ફેંકવામાં આવ્યુ હતુ.ભાગડાખુર્દ ગામ અને ખડકી ભાગડા ગામના લોકોને શહેરમાં આવવા માટે આ એક જ રસ્તો હોવાથી લોકો ગંદકીમાંથી નિકળવા અને પસાર થવા મજબૂર બન્યા છે કેટલાક લોકોને તો ચામડીના રોગ પણ થવા લાગ્યા છે લગન પ્રસંગ હોય કે શાળાએ જતા બાળકો હોય કે હોસ્પિટલ જવાનું હોય આજ રસ્તાનો ગ્રામજનો ઉપયોગ કરી રહ્યાં છે. મોટાભાગના મજૂર વર્ગના લોકો મજૂરી અર્થે અહીંથી ચાલી ને જાય છે. પીવાના પાણીની પણ સર્જાઈ સમસ્યા ભાગડાખુર્દ ગામને એક બાજુ ખાડી અને બીજી બાજુ ઓરંગા નદી આવેલી છે જેને કારણે ભરતીનું પાણી ખાડીમાંથી આ ગટરના પાણીમાં મિક્સ થઇ ને કેટલાક લોકોના ઘરોમાં પણ ઘુસી જાય છે.વર્ષોથી વલસાડ પાલિકા દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવેલ છે જે બંધ હાલતમાં છે જેને લઇ શહેરનું ગંદુ અને ડ્રેનેજનું પાણી ફિલ્ટર થતું નથી જેથી પાલિકા દ્વારા ખુલ્લામાં ફેંકવામાં આવતા ભાગડાખુર્દ ગામની જમીનો પણ ખરાબ થઇ છે અનેક વારની રજૂઆત છતાં પાલિકાના પેટનું પાણી હલતુ નથી.શહેરમા ગંદા અને ખરાબ પાણી ફેંકવાથી ગામના બોરિંગો પણ ખરાબ થઈ જતા લોકોને પીવાના પાણીની પણ સમસ્યા સર્જાય છે. રોડ પર ઉતરી કર્યો વિરોધ વર્ષોની સમસ્યાથી પરેશાન ગામ લોકોએ આખરે વલસાડની પાલિકાના અધિકારીઓ સામે રસ્તા પર ઉતારવુ પડયુ હતું.ભાગડા ખુર્દ ગામના લોકોએ આજરોજ ભેગા થઇ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો હતો અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ આપી હતી ત્યારે એસી ઓફિસમાં બિરાજમાન અધિકારી પોતાની જવાબદારી સમજીને ગામ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે એવી ગામ લોકોની માંગ ઉઠી હતી. 

Valsad પાલિકાની મૂર્ખામી,ગંદુ અને શૌચાલયનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર રોડ પર છોડયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વલસાડના ભાગડા ખુર્દ ગામના લોકો પાલિકા દ્વારા ઠાલવવામાં આવતા ગંદા પાણીથી પરેશાન
  • વર્ષોથી બનાવેલ ડ્રેનેજ પાણી ટ્રીટમેન્ટ કરવાનો પ્લાન્ટ બંધ હાલતમાં
  • મોટી સંખ્યામાં ગામ લોકોએ રોડ પર ઉતરી વિરોધ નોંધાવ્યો

વલસાડ નગરપાલિકાની બેદરકારીને કારણે વલસાડ શહેરને અડીને આવેલ ભાગડાખુર્દ ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે પાલિકા દ્વારા શહેરનું ગંદુ અને શૌચાલયનું પાણી ભાગડાખુર્દ ગામના રસ્તા પર ઠાલવવામાં આવતા આજરોજ ગામના લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ કરી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

ગ્રામજનો કંટાળ્યા

વલસાડ નગરપાલિકા દ્વારા શહેરનું ડ્રેનેજ અને શૌચાલયનુ ગંદુ પાણી અને કીચડ શહેરના છેવાડે ભાગડાખુર્દ ગામ જવાનાં માર્ગ પર ફેંકવામાં આવ્યુ હતુ.ભાગડાખુર્દ ગામ અને ખડકી ભાગડા ગામના લોકોને શહેરમાં આવવા માટે આ એક જ રસ્તો હોવાથી લોકો ગંદકીમાંથી નિકળવા અને પસાર થવા મજબૂર બન્યા છે કેટલાક લોકોને તો ચામડીના રોગ પણ થવા લાગ્યા છે લગન પ્રસંગ હોય કે શાળાએ જતા બાળકો હોય કે હોસ્પિટલ જવાનું હોય આજ રસ્તાનો ગ્રામજનો ઉપયોગ કરી રહ્યાં છે. મોટાભાગના મજૂર વર્ગના લોકો મજૂરી અર્થે અહીંથી ચાલી ને જાય છે.


પીવાના પાણીની પણ સર્જાઈ સમસ્યા

ભાગડાખુર્દ ગામને એક બાજુ ખાડી અને બીજી બાજુ ઓરંગા નદી આવેલી છે જેને કારણે ભરતીનું પાણી ખાડીમાંથી આ ગટરના પાણીમાં મિક્સ થઇ ને કેટલાક લોકોના ઘરોમાં પણ ઘુસી જાય છે.વર્ષોથી વલસાડ પાલિકા દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવેલ છે જે બંધ હાલતમાં છે જેને લઇ શહેરનું ગંદુ અને ડ્રેનેજનું પાણી ફિલ્ટર થતું નથી જેથી પાલિકા દ્વારા ખુલ્લામાં ફેંકવામાં આવતા ભાગડાખુર્દ ગામની જમીનો પણ ખરાબ થઇ છે અનેક વારની રજૂઆત છતાં પાલિકાના પેટનું પાણી હલતુ નથી.શહેરમા ગંદા અને ખરાબ પાણી ફેંકવાથી ગામના બોરિંગો પણ ખરાબ થઈ જતા લોકોને પીવાના પાણીની પણ સમસ્યા સર્જાય છે.


રોડ પર ઉતરી કર્યો વિરોધ

વર્ષોની સમસ્યાથી પરેશાન ગામ લોકોએ આખરે વલસાડની પાલિકાના અધિકારીઓ સામે રસ્તા પર ઉતારવુ પડયુ હતું.ભાગડા ખુર્દ ગામના લોકોએ આજરોજ ભેગા થઇ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો હતો અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ આપી હતી ત્યારે એસી ઓફિસમાં બિરાજમાન અધિકારી પોતાની જવાબદારી સમજીને ગામ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે એવી ગામ લોકોની માંગ ઉઠી હતી.