સયાજીમાં સ્વાઇન ફ્લૂની સારવાર લેતી આઠ મહિનાની બાળકીનું મોત

વડોદરા,શહેરમાં સ્વાઇન ફ્લૂ માથું ઉંચકી રહ્યો છે. ચોવીસ કલાકમાં સ્વાઇન ફ્લૂના નવા બે કેસ નોંધાયા છે. પિડિયાટ્રિક વિભાગમાં સ્વાઇન ફ્લૂની  સારવાર લેતી આઠ મહિનાની બાળકીનું મોત થયું છે. જ્યારે એક બાળ દર્દી સારવાર હેઠળ છે.અકોટા વિસ્તારમાં રહેતી ૬૭ વર્ષની મહિલાને સ્વાઇન ફ્લૂ થતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત થયું હતું. ગોત્રી હોસ્પિટલમાં હાલમાં ભરૃચનો ૩૨ વર્ષનો યુવાન સ્વાઇન ફ્લૂની સારવાર લઇ રહ્યો છે. જ્યારે સયાજી હોસ્પિટલમાં ચોવીસ કલાક દરમિયાન સ્વાઇન ફ્લૂનો નવો એક દર્દી તથા કોવિડના નવા બે દર્દી સારવાર માટે દાખલ છે. દાહોદમાં રહેતી આઠ મહિનાની બાળકીને શરદી ખાંસી થતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. બાળકીનો સ્વાઇન  ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સયાજી હોસ્પિટલના પિડિયાટ્રિક વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

સયાજીમાં સ્વાઇન  ફ્લૂની સારવાર લેતી આઠ મહિનાની બાળકીનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા,શહેરમાં સ્વાઇન ફ્લૂ માથું ઉંચકી રહ્યો છે. ચોવીસ કલાકમાં સ્વાઇન ફ્લૂના નવા બે કેસ નોંધાયા છે. પિડિયાટ્રિક વિભાગમાં સ્વાઇન ફ્લૂની  સારવાર લેતી આઠ મહિનાની બાળકીનું મોત થયું છે. જ્યારે એક બાળ દર્દી સારવાર હેઠળ છે.

અકોટા વિસ્તારમાં રહેતી ૬૭ વર્ષની મહિલાને સ્વાઇન ફ્લૂ થતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત થયું હતું. ગોત્રી હોસ્પિટલમાં હાલમાં ભરૃચનો ૩૨ વર્ષનો યુવાન સ્વાઇન ફ્લૂની સારવાર લઇ રહ્યો છે. જ્યારે સયાજી હોસ્પિટલમાં ચોવીસ કલાક દરમિયાન સ્વાઇન ફ્લૂનો નવો એક દર્દી તથા કોવિડના નવા બે દર્દી સારવાર માટે દાખલ છે. દાહોદમાં રહેતી આઠ મહિનાની બાળકીને શરદી ખાંસી થતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. બાળકીનો સ્વાઇન  ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સયાજી હોસ્પિટલના પિડિયાટ્રિક વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે.