Ahmedabad News : 5 વર્ષમાં યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોકના કેસમાં બમણો વધારો

બ્રેઇન સ્ટ્રોક યુવાઓને બનાવી રહ્યો છે શિકાર જો તમને બીપીની તકલીફ હોય તો બેદરકાર ન રહેતા કોવિડ પહેલાની સરખામણીમાં બ્રેઇન સ્ટ્રોકના કેસ ડબલ યુવાનોમાં હાર્ટ સ્ટ્રોક બાદ હવે બ્રેઇન સ્ટોકમાં પણ વધારો થયો છે.લાઇફ સ્ટાઇલ, જંક ફૂડ આપી શકે છે બ્રેઇન સ્ટ્રોકને આમંત્રણ.મહત્વની વાત છે કે અગાઉ યુવાનોમાં 15 ટકા જેટલા કેસ નોંધાતા હતા,જે હવે વધીને 30 ટકા જેટલા થયા છે.ડોકટર દ્રારા અપીલ કરવામાં આવી છે કે,તમને બ્લડપ્રેશરની તકલીફ હોય તો તમે બેદરકાર ન રહેતા,બ્લડપ્રેશરના કારણે વધી શકે છે બ્રેઇન સ્ટોક આવવાનો ખતરો. બ્રેઇનસ્ટોકના કેસમાં થયો વધારો મોટી ઉંમરના 70 ટકા જ્યારે 30 ટકા જેટલા કેસોમાં યુવાનોનો વધારો થયો છે. કોવિડ પેહલાની સરખામણીમાં બ્રેઇન સ્ટ્રોકના કેસ ડબલ થયા છે,યુવાનનોમાં બ્રેન સ્ટ્રોકના વધતા કેસ ચિંતાજનક સાબિત થઈ રહ્યાં છે,યુવાનોએ ખાસ કરીને જંકફૂડથી દૂર રહેવું જોઈએ,બને એટલો ઘરનો અને હેલ્થી ખોરાક ખાવો જોઈએ. ડોકટરો શુ માને છે બ્રેઈન સ્ટોકને લઈ આ અંગે ડોક્ટરોના મતે હાર્ટ એટેકમાં જે રીતે લોકોમાં જાગૃતિ વધી રહી છે તે રીતે બ્રેઇન સ્ટ્રોક અંગે પણ જાગૃતિ વધે તેવા પ્રયાસ હાથ ધરવા જોઈએ. સ્ટ્રોક અંગે જાણકારીનો હજુ અભાવ જોવા મળે છે. સ્ટ્રોક આવે તો તેમાં પ્રથમ 3 કલાક ખૂબ જ મહત્વના છે. જો દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેની સાજા થવાની સંભાવના વધી જાય છે. હાલ યુવાનોમાં સ્ટ્રોકના કેસમાં જે વધારો થયો છે તેના માટે હાઈ બ્લડપ્રેશર, બેઠાડુ જીવન, હાઇપર ટેન્શન, મેદસ્વીપણું જેવા વિવિધ પરિબળો જવાબદાર છે. બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો મોંઢું, હાથ અને પગ અચાનક ખોટા પડી જવા. બોલવામાં સમસ્યા. મોઢું વાંકુ થઇ જવું. શરીરમાં એક પ્રકારના લકવા જેવા લક્ષણો. દ્રષ્ટિમાં અચાનક જ ઝાંખપ આવવા લાગવી. હાથ-પગમાં નબળાઈ આવવી. દર ચાર મિનિટે એક વ્યકિતનું બ્રેઈન સ્ટોકથી મોત એઇમ્સના અહેવાલ પ્રમાણે ભારતમાં દર ચાર મિનિટે એક વ્યક્તિનું સ્ટ્રોકથી મૃત્યું થાય છે. ભારતમાં દર વર્ષે બે લાખથી વધુ લોકો સ્ટ્રોકનો શિકાર બને છે. વિશ્વમાં સ્ટ્રોકના જે કેસ નોંધાય છે તેમાંથી 68.60 ટકા માત્ર ભારતમાંથી હોવાનું ગ્લોબલ બર્ડન ડિસીઝ રિપોર્ટમાં સામે આવ્યું છે. ભારતમાં હવે 20 વર્ષથી ઓછી ઉંમરના વયમાં પણ સ્ટ્રોક જોવા મળે છે.  

Ahmedabad News : 5 વર્ષમાં યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોકના કેસમાં બમણો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બ્રેઇન સ્ટ્રોક યુવાઓને બનાવી રહ્યો છે શિકાર
  • જો તમને બીપીની તકલીફ હોય તો બેદરકાર ન રહેતા
  • કોવિડ પહેલાની સરખામણીમાં બ્રેઇન સ્ટ્રોકના કેસ ડબલ

યુવાનોમાં હાર્ટ સ્ટ્રોક બાદ હવે બ્રેઇન સ્ટોકમાં પણ વધારો થયો છે.લાઇફ સ્ટાઇલ, જંક ફૂડ આપી શકે છે બ્રેઇન સ્ટ્રોકને આમંત્રણ.મહત્વની વાત છે કે અગાઉ યુવાનોમાં 15 ટકા જેટલા કેસ નોંધાતા હતા,જે હવે વધીને 30 ટકા જેટલા થયા છે.ડોકટર દ્રારા અપીલ કરવામાં આવી છે કે,તમને બ્લડપ્રેશરની તકલીફ હોય તો તમે બેદરકાર ન રહેતા,બ્લડપ્રેશરના કારણે વધી શકે છે બ્રેઇન સ્ટોક આવવાનો ખતરો.

બ્રેઇનસ્ટોકના કેસમાં થયો વધારો

મોટી ઉંમરના 70 ટકા જ્યારે 30 ટકા જેટલા કેસોમાં યુવાનોનો વધારો થયો છે. કોવિડ પેહલાની સરખામણીમાં બ્રેઇન સ્ટ્રોકના કેસ ડબલ થયા છે,યુવાનનોમાં બ્રેન સ્ટ્રોકના વધતા કેસ ચિંતાજનક સાબિત થઈ રહ્યાં છે,યુવાનોએ ખાસ કરીને જંકફૂડથી દૂર રહેવું જોઈએ,બને એટલો ઘરનો અને હેલ્થી ખોરાક ખાવો જોઈએ.

ડોકટરો શુ માને છે બ્રેઈન સ્ટોકને લઈ

આ અંગે ડોક્ટરોના મતે હાર્ટ એટેકમાં જે રીતે લોકોમાં જાગૃતિ વધી રહી છે તે રીતે બ્રેઇન સ્ટ્રોક અંગે પણ જાગૃતિ વધે તેવા પ્રયાસ હાથ ધરવા જોઈએ. સ્ટ્રોક અંગે જાણકારીનો હજુ અભાવ જોવા મળે છે. સ્ટ્રોક આવે તો તેમાં પ્રથમ 3 કલાક ખૂબ જ મહત્વના છે. જો દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેની સાજા થવાની સંભાવના વધી જાય છે. હાલ યુવાનોમાં સ્ટ્રોકના કેસમાં જે વધારો થયો છે તેના માટે હાઈ બ્લડપ્રેશર, બેઠાડુ જીવન, હાઇપર ટેન્શન, મેદસ્વીપણું જેવા વિવિધ પરિબળો જવાબદાર છે.

બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો

મોંઢું, હાથ અને પગ અચાનક ખોટા પડી જવા.

બોલવામાં સમસ્યા.

મોઢું વાંકુ થઇ જવું.

શરીરમાં એક પ્રકારના લકવા જેવા લક્ષણો.

દ્રષ્ટિમાં અચાનક જ ઝાંખપ આવવા લાગવી.

હાથ-પગમાં નબળાઈ આવવી.

દર ચાર મિનિટે એક વ્યકિતનું બ્રેઈન સ્ટોકથી મોત

એઇમ્સના અહેવાલ પ્રમાણે ભારતમાં દર ચાર મિનિટે એક વ્યક્તિનું સ્ટ્રોકથી મૃત્યું થાય છે. ભારતમાં દર વર્ષે બે લાખથી વધુ લોકો સ્ટ્રોકનો શિકાર બને છે. વિશ્વમાં સ્ટ્રોકના જે કેસ નોંધાય છે તેમાંથી 68.60 ટકા માત્ર ભારતમાંથી હોવાનું ગ્લોબલ બર્ડન ડિસીઝ રિપોર્ટમાં સામે આવ્યું છે. ભારતમાં હવે 20 વર્ષથી ઓછી ઉંમરના વયમાં પણ સ્ટ્રોક જોવા મળે છે.