માંડલના હાજર હનુમાન વિસ્તારમાં રહેણાંકના મકાનમાંથી વિદેશી દારૂ સાથે 1ની અટકાયત

પોલીસે રૂ.99 હજારનો દારૂનો જથ્થો જપ્ત કર્યો, 3 ઈસમ હજી ફરારવિદેશી દારૂના જથ્થાની ગોઠવણી દરમિયાન પોલીસે છાપો માર્યો હતો કુલ 2 લાખ 35 હજાર 925 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધોઅમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકા મથક પોલીસ સ્ટેશનના પ્રોબેશનર પી.આઈ.કે.કે.દરબાર, પી.એસ.આઈ આર.એસ.રબારી તેમજ પો.કો.કમલેશભાઈ ડાહ્યાભાઈ, ગોવિંદજી સહિતની પોલીસ ટીમ લોકસભા ચૂંટણી અને આચારસંહિતાના અનુસંધાને રાત્રિના નાઈટ પેટ્રોલીંગ કરી રહી હતી.પોલીસ સ્ટેશન હદ્દ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી જ્યારે વહેલી સવારે બાતમી મળેલ કે, હાજર હનુમાન વિસ્તાર પાસે આવેલા કૌશિકભાઈ મુળજીભાઈ ઠાકોરના રહેણાંકના મકાનમાં બહારથી ભારતીય બનાવટી વિદેશી દારૂનો જથ્થો એક્ટિવા, મોટરસાયકલ સહિતના અલગ અલગ 3 વાહનો ઉપર લાવી ઘરમાં જથ્થો સગેવગે કરવા જઈ રહ્યાં છે જે બાતમી હકીકતના આધારે પોલીસ ટીમે હાજર હનુમાન વિસ્તારમાં આવેલ કૌશિકભાઈના રહેણાંકના મકાનમાં જઈને વિદેશી દારૂના જથ્થાની ગોઠવણી દરમિયાન પોલીસે છાપો માર્યો હતો અને ભારતીય બનાવટી વિદેશી પરપ્રાંતિય દારુની કાચની શીલબંધ નાની મોટી બોટલો તેમજ બીયર સહિત નંગ-639 જેની કિંમત રૂપિયા 99 હજાર 925 તેમજ 3 એક્ટિવા અને એક મોટરસાયકલ જેની કિંમત રુપિયા 85 હજાર તથા મોબાઈલ નંગ-5 જેની કિંમત 48 હજાર રૂપિયા સહિત કુલ 2 લાખ 35 હજાર 925 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે લઈ 1 આરોપી જેનું નામ રાહુલ સુનીલભાઈ ઠાકોર (ઉ.19), (ધંધો : મજુરી), (રહે,માંડલ,જિ.અમદાવાદના)ઓની અટકાયત કરેલ હતી જ્યારે અન્ય 3 આરોપી જેમાં કૌશિકભાઈ મુળજીભાઈ ઠાકોર, સાગર કૌશિકભાઈ ઠાકોર અને અશોકજી છગનજી ઠાકોર સહિતના શખ્સો ફરાર થઈ ગયેલ હતાં. આમ માંડલ પોલીસે વિસ્તારમાંથી વધુ એક દારૂનો જથ્થો ઝડપીને પોલીસ મથકે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

માંડલના હાજર હનુમાન વિસ્તારમાં રહેણાંકના મકાનમાંથી વિદેશી દારૂ સાથે 1ની અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસે રૂ.99 હજારનો દારૂનો જથ્થો જપ્ત કર્યો, 3 ઈસમ હજી ફરાર
  • વિદેશી દારૂના જથ્થાની ગોઠવણી દરમિયાન પોલીસે છાપો માર્યો હતો
  • કુલ 2 લાખ 35 હજાર 925 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો


અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકા મથક પોલીસ સ્ટેશનના પ્રોબેશનર પી.આઈ.કે.કે.દરબાર, પી.એસ.આઈ આર.એસ.રબારી તેમજ પો.કો.કમલેશભાઈ ડાહ્યાભાઈ, ગોવિંદજી સહિતની પોલીસ ટીમ લોકસભા ચૂંટણી અને આચારસંહિતાના અનુસંધાને રાત્રિના નાઈટ પેટ્રોલીંગ કરી રહી હતી.

પોલીસ સ્ટેશન હદ્દ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી જ્યારે વહેલી સવારે બાતમી મળેલ કે, હાજર હનુમાન વિસ્તાર પાસે આવેલા કૌશિકભાઈ મુળજીભાઈ ઠાકોરના રહેણાંકના મકાનમાં બહારથી ભારતીય બનાવટી વિદેશી દારૂનો જથ્થો એક્ટિવા, મોટરસાયકલ સહિતના અલગ અલગ 3 વાહનો ઉપર લાવી ઘરમાં જથ્થો સગેવગે કરવા જઈ રહ્યાં છે જે બાતમી હકીકતના આધારે પોલીસ ટીમે હાજર હનુમાન વિસ્તારમાં આવેલ કૌશિકભાઈના રહેણાંકના મકાનમાં જઈને વિદેશી દારૂના જથ્થાની ગોઠવણી દરમિયાન પોલીસે છાપો માર્યો હતો અને ભારતીય બનાવટી વિદેશી પરપ્રાંતિય દારુની કાચની શીલબંધ નાની મોટી બોટલો તેમજ બીયર સહિત નંગ-639 જેની કિંમત રૂપિયા 99 હજાર 925 તેમજ 3 એક્ટિવા અને એક મોટરસાયકલ જેની કિંમત રુપિયા 85 હજાર તથા મોબાઈલ નંગ-5 જેની કિંમત 48 હજાર રૂપિયા સહિત કુલ 2 લાખ 35 હજાર 925 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે લઈ 1 આરોપી જેનું નામ રાહુલ સુનીલભાઈ ઠાકોર (ઉ.19), (ધંધો : મજુરી), (રહે,માંડલ,જિ.અમદાવાદના)ઓની અટકાયત કરેલ હતી જ્યારે અન્ય 3 આરોપી જેમાં કૌશિકભાઈ મુળજીભાઈ ઠાકોર, સાગર કૌશિકભાઈ ઠાકોર અને અશોકજી છગનજી ઠાકોર સહિતના શખ્સો ફરાર થઈ ગયેલ હતાં. આમ માંડલ પોલીસે વિસ્તારમાંથી વધુ એક દારૂનો જથ્થો ઝડપીને પોલીસ મથકે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.