Godhra News : ST બસમાં મુસાફરનું હાર્ટ એટેકથી મોત,પોલીસે હાથધરી તપાસ

મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસમાં આવ્યો હાર્ટ એટેક મૃતક મુસાફરની નથી થઈ શકી ઓળખ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો ગરમીની વચ્ચે રાજયમાં હાર્ટ એટેક આવવાની ઘટના પણ વધી છે,ત્યારે મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસમાં એક મુસાફરને હાર્ટ એટેક આવતા તેનું ઘટના સ્થળે મોત થયુ છે.ગોધરા એસટી બસ સ્ટેન્ડમાં બસમાં મુસાફરી કરી રહેલ મુસાફરનુ મોત થતા અન્ય મુસાફરો ચિંતામાં મૂકાયા હતા.અમદાવાદથી ઇન્દોર તરફ જતી મધ્ય પ્રદેશ પરિવહન નિગમની બસમાં મુસાફર મૃત હાલતમાં મળી આવ્યો હતો,તો આ મૃતક કયાનો છે તેની ઓળખ થઈ શકી નથી હાલ પોલીસે મૃતદેહને પીએ અર્થે હોસ્પિટલ ખસેડી આપ્યો છે.અઠવાડીયા પહેલા પાટણમાં હાર્ટ એટેકથી એકનું મોત પાટણ શહેરમાં અંબાજી નેળીયામાં રાજનગરી સોસાયટીમાં રહેતાં રમેશભાઈ લીલાચંદ પટેલ રાત્રે 8:00 આસપાસ તેમની સોસાયટી પાસે ચાલતા જતા હતા તે વખતે અચાનક હૃદય રોગનો હુમલો થતાં તેમનું મોત થયું હતું તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે ધારપુર સિવિલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તબીબે મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યા હતા. 6 જૂન 2024ના રોજ હોર્ટ એટેકથી માંગરોળમાં એકનું મોત નવાપરા GIDCની એક કંપનીમાં કામ કરતા કામદારને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું. જે વાત વાયુ વેગે પ્રસરી જતાં કામદારો એકઠા થવા લાગ્યા હતા અને હોબાળો મચાવી રસ્તો રોકી દીધો હતો. જેને લઇને કોસંબા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. વળતરની માંગને લઇને કામદારોએ ઉગ્ર બબાલ કરી એમ્બ્યુલન્સને પણ રોકી દીધી હતી. પરિસ્થિતિની સાંખી ગયેલ પોલીસે તુરત યુદ્ધના ધોરણે સમજાવટ કરી હતી અને કામદારોને શાંત કર્યા હતા. 24 જૂન 2024ના રોજ મહેસાણામાં હાર્ટ એટેકથી એકનું મોત રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જેના કારણે હાર્ટએટેકના કેસમાં પણ વધારો થયો છે. મહેસાણામાં જગુદાન પીએચસી સેન્ટરમાં ગરમીમાં ફરજ નિભાવતી આશાવર્કર બીમાર થઈ હતી. જે બાદ તેને હાર્ટ એટેક આવતાં મોત થયું હતું. કિંજલ ઠાકોર નામની 25 વર્ષીય યુવતીનું મોત થયા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.

Godhra News : ST બસમાં મુસાફરનું હાર્ટ એટેકથી મોત,પોલીસે હાથધરી તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસમાં આવ્યો હાર્ટ એટેક
  • મૃતક મુસાફરની નથી થઈ શકી ઓળખ
  • મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

ગરમીની વચ્ચે રાજયમાં હાર્ટ એટેક આવવાની ઘટના પણ વધી છે,ત્યારે મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસમાં એક મુસાફરને હાર્ટ એટેક આવતા તેનું ઘટના સ્થળે મોત થયુ છે.ગોધરા એસટી બસ સ્ટેન્ડમાં બસમાં મુસાફરી કરી રહેલ મુસાફરનુ મોત થતા અન્ય મુસાફરો ચિંતામાં મૂકાયા હતા.અમદાવાદથી ઇન્દોર તરફ જતી મધ્ય પ્રદેશ પરિવહન નિગમની બસમાં મુસાફર મૃત હાલતમાં મળી આવ્યો હતો,તો આ મૃતક કયાનો છે તેની ઓળખ થઈ શકી નથી હાલ પોલીસે મૃતદેહને પીએ અર્થે હોસ્પિટલ ખસેડી આપ્યો છે.

અઠવાડીયા પહેલા પાટણમાં હાર્ટ એટેકથી એકનું મોત

પાટણ શહેરમાં અંબાજી નેળીયામાં રાજનગરી સોસાયટીમાં રહેતાં રમેશભાઈ લીલાચંદ પટેલ રાત્રે 8:00 આસપાસ તેમની સોસાયટી પાસે ચાલતા જતા હતા તે વખતે અચાનક હૃદય રોગનો હુમલો થતાં તેમનું મોત થયું હતું તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે ધારપુર સિવિલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તબીબે મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યા હતા.

6 જૂન 2024ના રોજ હોર્ટ એટેકથી માંગરોળમાં એકનું મોત

નવાપરા GIDCની એક કંપનીમાં કામ કરતા કામદારને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું. જે વાત વાયુ વેગે પ્રસરી જતાં કામદારો એકઠા થવા લાગ્યા હતા અને હોબાળો મચાવી રસ્તો રોકી દીધો હતો. જેને લઇને કોસંબા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. વળતરની માંગને લઇને કામદારોએ ઉગ્ર બબાલ કરી એમ્બ્યુલન્સને પણ રોકી દીધી હતી. પરિસ્થિતિની સાંખી ગયેલ પોલીસે તુરત યુદ્ધના ધોરણે સમજાવટ કરી હતી અને કામદારોને શાંત કર્યા હતા.

24 જૂન 2024ના રોજ મહેસાણામાં હાર્ટ એટેકથી એકનું મોત

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જેના કારણે હાર્ટએટેકના કેસમાં પણ વધારો થયો છે. મહેસાણામાં જગુદાન પીએચસી સેન્ટરમાં ગરમીમાં ફરજ નિભાવતી આશાવર્કર બીમાર થઈ હતી. જે બાદ તેને હાર્ટ એટેક આવતાં મોત થયું હતું. કિંજલ ઠાકોર નામની 25 વર્ષીય યુવતીનું મોત થયા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.