Jamnagarમાં તંત્ર દ્રારા જર્જરિત મકાનનો ભાગ તોડવાની કામગીરી શરૂ કરાઈ

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોન્સુન કામગીરી કરાઈ શરૂ આ અંતર્ગત કુલ 15 જેટલા અતિ જર્જરિત મકાનોના હિસ્સા અથવા તો મકાનો તોડી પડાશે એસ્ટેટ વિભાગ દ્રારા પહેલા સરવે કરાયો અને ત્યારબાદ કામગીરી કરાઈ જામનગર મહાનગરપાલિકા દ્રારા પ્રી-મોન્સુન કામગીરી શરૂ કરાઈ છે,જેમાં તંત્ર દ્રારા જર્જરીત મકાનો તેમજ તેની બહારનો ભાગ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે.માર્ગોની સફાઈની સાથે સાથે ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે અતિ જર્જરિત તેવા ખાલી રહેણાંક મકાનોના જર્જરિત હિસ્સા અથવા તો જર્જરિત મકાનો તોડી પાડવાની કામગીરી કરાઈ છે. તંત્ર દ્વારા આ અંતર્ગત કુલ 15 જેટલા અતિ જર્જરિત મકાનોના હિસ્સા અથવા તો મકાનો તોડી પાડવાની કામગીરી કરાઈ છે. તંત્રએ કામગીરી કરી શરૂ જામનગર મહાનગરપાલિકાએ શહેરના 16 વોર્ડમાં તા. 1લી મે થી 15 મે સુધી જર્જરિત ઈમારતોનો સર્વે 6 ટીમો મારફતે કરાવ્યો હતો.જેમાં ગત વર્ષે જર્જરિત તરીકે નોંધાયેલી 164 ઇમારતોમાં પ્રથમ તપાસ કરવામાં આવી હતી.આ દરમિયાન 30 સ્થળોએ રીપેરીંગની કામગીરી પૂર્ણ કરીને મકાન સલામત સ્તરે લઈ જવામાં આવ્યા હોવાનું નોંધાયું હતું. જોક કે ૧૬ વોર્ડમાં આ વખતે વધુ ૧૪ જર્જરિત ઈમારતો તંત્રની ટીમએ નોંધ્યા બાદ 148 ઇમારતોના ધારકો અથવા જવાબદારોને તંત્રએ મકાન અથવા તેના હિસ્સા સલામત સ્તરે લઈ જવા નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી છે. જે બાદ આજે ખંભાળિયાના નાકા પાસે આવેલી ખીજડા મંદિર વાળી શેરીમાં એક બંધ મકાનના હિસ્સાને તોડી પાડવા એસ્ટેટ વિભાગના દબાણ નિરીક્ષકોની દેખરેખ હેઠળ એસ્ટેટ વિભાગની ટીમે મકાનનો કેટલોક ભાગ દૂર કરવાની કામગીરી કરી હતી.કેનાલ સફાઈ પણ કરાઈ જામનગરમાં મહાનગરપાલિકા દ્રારા પ્રી-મોન્સુન કામગીરી અન્વયે દરેડથી પવનચકકી સુધીની કેનાલની સફાઇ કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં અડધા કરોડના ખર્ચે તમામ કેનાલની સફાઇ કરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કરવમાં આવી રહી છે. જેના ભાગરૂપે રણજીતસાગર માર્ગ એટલે કે, દરેડથી પવનચક્કી સુધીની ખૂલ્લી કેનાલની સફાઈ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેનાલમાંથી કચરો દૂર કરાયો કેનાલમાંથી કચરો, પ્લાસ્ટિક વિગેરે કાઢી કેનાલ ચોખ્ખી કરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ડઝનેક જેટલા પાર્ટ પાડી પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી અડધા કરોડના ખર્ચે કરવામાં આવનાર છે.

Jamnagarમાં તંત્ર દ્રારા જર્જરિત મકાનનો ભાગ તોડવાની કામગીરી શરૂ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોન્સુન કામગીરી કરાઈ શરૂ
  • આ અંતર્ગત કુલ 15 જેટલા અતિ જર્જરિત મકાનોના હિસ્સા અથવા તો મકાનો તોડી પડાશે
  • એસ્ટેટ વિભાગ દ્રારા પહેલા સરવે કરાયો અને ત્યારબાદ કામગીરી કરાઈ

જામનગર મહાનગરપાલિકા દ્રારા પ્રી-મોન્સુન કામગીરી શરૂ કરાઈ છે,જેમાં તંત્ર દ્રારા જર્જરીત મકાનો તેમજ તેની બહારનો ભાગ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે.માર્ગોની સફાઈની સાથે સાથે ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે અતિ જર્જરિત તેવા ખાલી રહેણાંક મકાનોના જર્જરિત હિસ્સા અથવા તો જર્જરિત મકાનો તોડી પાડવાની કામગીરી કરાઈ છે. તંત્ર દ્વારા આ અંતર્ગત કુલ 15 જેટલા અતિ જર્જરિત મકાનોના હિસ્સા અથવા તો મકાનો તોડી પાડવાની કામગીરી કરાઈ છે.

તંત્રએ કામગીરી કરી શરૂ

જામનગર મહાનગરપાલિકાએ શહેરના 16 વોર્ડમાં તા. 1લી મે થી 15 મે સુધી જર્જરિત ઈમારતોનો સર્વે 6 ટીમો મારફતે કરાવ્યો હતો.જેમાં ગત વર્ષે જર્જરિત તરીકે નોંધાયેલી 164 ઇમારતોમાં પ્રથમ તપાસ કરવામાં આવી હતી.આ દરમિયાન 30 સ્થળોએ રીપેરીંગની કામગીરી પૂર્ણ કરીને મકાન સલામત સ્તરે લઈ જવામાં આવ્યા હોવાનું નોંધાયું હતું. જોક કે ૧૬ વોર્ડમાં આ વખતે વધુ ૧૪ જર્જરિત ઈમારતો તંત્રની ટીમએ નોંધ્યા બાદ 148 ઇમારતોના ધારકો અથવા જવાબદારોને તંત્રએ મકાન અથવા તેના હિસ્સા સલામત સ્તરે લઈ જવા નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી છે. જે બાદ આજે ખંભાળિયાના નાકા પાસે આવેલી ખીજડા મંદિર વાળી શેરીમાં એક બંધ મકાનના હિસ્સાને તોડી પાડવા એસ્ટેટ વિભાગના દબાણ નિરીક્ષકોની દેખરેખ હેઠળ એસ્ટેટ વિભાગની ટીમે મકાનનો કેટલોક ભાગ દૂર કરવાની કામગીરી કરી હતી.


કેનાલ સફાઈ પણ કરાઈ

જામનગરમાં મહાનગરપાલિકા દ્રારા પ્રી-મોન્સુન કામગીરી અન્વયે દરેડથી પવનચકકી સુધીની કેનાલની સફાઇ કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં અડધા કરોડના ખર્ચે તમામ કેનાલની સફાઇ કરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કરવમાં આવી રહી છે. જેના ભાગરૂપે રણજીતસાગર માર્ગ એટલે કે, દરેડથી પવનચક્કી સુધીની ખૂલ્લી કેનાલની સફાઈ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

કેનાલમાંથી કચરો દૂર કરાયો

કેનાલમાંથી કચરો, પ્લાસ્ટિક વિગેરે કાઢી કેનાલ ચોખ્ખી કરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ડઝનેક જેટલા પાર્ટ પાડી પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી અડધા કરોડના ખર્ચે કરવામાં આવનાર છે.