Ahmedabad Rathyatraમાં PM નરેન્દ્ર મોદીને અપાયુ આમંત્રણ,અન્ય મહાનુભાવો રહેશે ઉપસ્થિત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતને અપાયું આમંત્રણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ અપાયું આમંત્રણ PM નરેન્દ્ર મોદીને દર વર્ષે ભગવાન જગન્નાથજીનો મોકલાય છે પ્રસાદ રથયાત્રાના ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે અમદાવાદ જગન્નાથ મંદિર દ્રારા તમામ મોટા મહાનુભાવોને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી છે.નરેન્દ્ર મોદીને ભગવાન જગન્નાથજીનો પ્રસાદ પણ મોકલવામાં આવી છે. PM નરેન્દ્ર મોદીને રથયાત્રા માટે અપાયું આમંત્રણ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓને અમદાવાદ જગન્નાથ મંદિર તરફથી રથયાત્રાને લઈ આમંત્રણ આપવામાં આવ્યું છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી,પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ સહિતના આગેવાનો અપાયું છે આમંત્રણ.કોંગ્રેસના આગેવાનો રથયાત્રાના આગલા દિવસે એટલે કે 6 જુલાઈએ રથ પૂજા માટે અમદાવાદના મંદિરમાં રહેશે હાજર.દેશભરના સાધુ સંતો સહિતને રથયાત્રા માટે અપાયું આમંત્રણ અષાઢી બીજ પર અનેક રાજકીય આગેવાનો રહેશે રથયાત્રામાં હાજર.રથયાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મંગલા આરતીમાં આપી શકે છે,હાજરી તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર બીજીવાર કરશે પહિંદવિધી.રથયાત્રાની આમંત્રણ પત્રિકા ,મંદિર સુશોભણ,સહિતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પહિંદ વિધી રાજયના મુખ્યપ્રધાન કરે છે ગુજરાતમાં સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં યોજાય છે. જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી રથયાત્રાનો શુભારંભ થાય છે. આપણે વર્ષોથી રથયાત્રા પર્વમાં ભાગ લઇએ છીએ પણ રથયાત્રાના કેટલીક વિધિ વિશે જાણતા હોતા નથી. રથયાત્રાની એક વિધી જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. પુરીમાં આ વિધિને છેરા પહેરા વિધિ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન જગનાથની રથયાત્રાની શરૂઆત પહિંદ વિધિ પૂર્ણ થયા બાદ થાય છે. આ વિધિ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે. પહિંદ વિધિ અથવા છેરા પહેરા વિધિ શું છે? પહેર વિધિ એટલે નગરનો રાજા સામાન્ય વ્યક્તિના પહેરવેશ પહેરીને રથની આસપાસની જગ્યાની પાણી વડે સફાઇ કરે. રથ જે રસ્તા પરથી પસાર થવાનો છે તે રસ્તાને પાણીથી ધોઇ શુદ્દ કરવાની વિધિને પહિંદ વિધિ કહેવામાં આવે છે. કથા પ્રમાણે રથયાત્રાના આગમન પહેલા રાજા અત્યંત ભક્તિભાવથી સોનાનાં હાથાવાળા સાવરણાથી રથયાત્રાનો માર્ગ વાળે છે. તેમજ તે પર સુખકાષ્ટ્રનું સુંગંધી જળ અને પાવડર છાંટે છે. રિવાજ પ્રમાણે ગજપતિ રાજા કલિંગ સામાજ્યનો સર્વોચ્ચ મહાનુભાવ વ્યક્તિ હતા. તેઓ પણ સામાન્ય વ્યક્તિની જેમ ભજવાન જગન્નાથજીના રથ પસાર થનાર રસ્તાની સાફ સફાઇ કરી તે રસ્તા પર ચંદનની સુંગંધવાળો અંતર છાંટીને વિધિમાં જોડાતા હતા. રાજા જગન્નાથજીની સેવામાં નાનામાં નાનુ કામ કરીને સંદેશો આપતા હતા કે ભગવાન જગન્નાથજી સમક્ષ મહાશક્તિશાળી સમ્રાટ કે સામાન્ય ભક્ત વચ્ચે કોઇ ભેદભાવ હોતો નથી.

Ahmedabad Rathyatraમાં PM નરેન્દ્ર મોદીને અપાયુ આમંત્રણ,અન્ય મહાનુભાવો રહેશે ઉપસ્થિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતને અપાયું આમંત્રણ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ અપાયું આમંત્રણ
  • PM નરેન્દ્ર મોદીને દર વર્ષે ભગવાન જગન્નાથજીનો મોકલાય છે પ્રસાદ

રથયાત્રાના ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે અમદાવાદ જગન્નાથ મંદિર દ્રારા તમામ મોટા મહાનુભાવોને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી છે.નરેન્દ્ર મોદીને ભગવાન જગન્નાથજીનો પ્રસાદ પણ મોકલવામાં આવી છે.

PM નરેન્દ્ર મોદીને રથયાત્રા માટે અપાયું આમંત્રણ

પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓને અમદાવાદ જગન્નાથ મંદિર તરફથી રથયાત્રાને લઈ આમંત્રણ આપવામાં આવ્યું છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી,પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ સહિતના આગેવાનો અપાયું છે આમંત્રણ.કોંગ્રેસના આગેવાનો રથયાત્રાના આગલા દિવસે એટલે કે 6 જુલાઈએ રથ પૂજા માટે અમદાવાદના મંદિરમાં રહેશે હાજર.


દેશભરના સાધુ સંતો સહિતને રથયાત્રા માટે અપાયું આમંત્રણ

અષાઢી બીજ પર અનેક રાજકીય આગેવાનો રહેશે રથયાત્રામાં હાજર.રથયાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મંગલા આરતીમાં આપી શકે છે,હાજરી તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર બીજીવાર કરશે પહિંદવિધી.રથયાત્રાની આમંત્રણ પત્રિકા ,મંદિર સુશોભણ,સહિતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

પહિંદ વિધી રાજયના મુખ્યપ્રધાન કરે છે

ગુજરાતમાં સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં યોજાય છે. જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી રથયાત્રાનો શુભારંભ થાય છે. આપણે વર્ષોથી રથયાત્રા પર્વમાં ભાગ લઇએ છીએ પણ રથયાત્રાના કેટલીક વિધિ વિશે જાણતા હોતા નથી. રથયાત્રાની એક વિધી જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. પુરીમાં આ વિધિને છેરા પહેરા વિધિ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન જગનાથની રથયાત્રાની શરૂઆત પહિંદ વિધિ પૂર્ણ થયા બાદ થાય છે. આ વિધિ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે.

પહિંદ વિધિ અથવા છેરા પહેરા વિધિ શું છે?

પહેર વિધિ એટલે નગરનો રાજા સામાન્ય વ્યક્તિના પહેરવેશ પહેરીને રથની આસપાસની જગ્યાની પાણી વડે સફાઇ કરે. રથ જે રસ્તા પરથી પસાર થવાનો છે તે રસ્તાને પાણીથી ધોઇ શુદ્દ કરવાની વિધિને પહિંદ વિધિ કહેવામાં આવે છે. કથા પ્રમાણે રથયાત્રાના આગમન પહેલા રાજા અત્યંત ભક્તિભાવથી સોનાનાં હાથાવાળા સાવરણાથી રથયાત્રાનો માર્ગ વાળે છે. તેમજ તે પર સુખકાષ્ટ્રનું સુંગંધી જળ અને પાવડર છાંટે છે. રિવાજ પ્રમાણે ગજપતિ રાજા કલિંગ સામાજ્યનો સર્વોચ્ચ મહાનુભાવ વ્યક્તિ હતા. તેઓ પણ સામાન્ય વ્યક્તિની જેમ ભજવાન જગન્નાથજીના રથ પસાર થનાર રસ્તાની સાફ સફાઇ કરી તે રસ્તા પર ચંદનની સુંગંધવાળો અંતર છાંટીને વિધિમાં જોડાતા હતા. રાજા જગન્નાથજીની સેવામાં નાનામાં નાનુ કામ કરીને સંદેશો આપતા હતા કે ભગવાન જગન્નાથજી સમક્ષ મહાશક્તિશાળી સમ્રાટ કે સામાન્ય ભક્ત વચ્ચે કોઇ ભેદભાવ હોતો નથી.