Suratના ઉતરાણ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી દારૂ ઝડપ્યો

દારૂ સહિત એક લાખનો મુદ્દામાલ કબ્જે SMCની ટીમે આઠ આરોપીઓને ઝડપી પાડયા બુટલેગર હિતેશ પટેલ, સંજય માલીયા વોન્ટેડ જાહેર સુરતના ઉતરાણ પોલીસની હદમાં SMCએ દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.આરોગ્ય કેન્દ્ર પાસે હળપતિવાસમાં ઘરમાં રેડ પાડવામાં આવી હતી જેમાં આઠ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે,તો બુટલેગર હિતેશ અને સંજય માલવીયા ફરાર છે.અવાર નવાર રેડ કરવા છતાં પણ આ બધી પ્રવૃતિઓ ખાનગીમાં ચાલી રહી છે. આજે વડોદરામાં પણ SMCની રેડ વડોદરા પાસે આસોજમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL – SMC) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં રૂ. 1.69 લાખના દારૂ સાથે કુલ રૂ. 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાાં આવ્યો છે. આ રેડમાં ત્રણ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. અને આ મામલે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે. 25 જૂન 2024ના રોજ કઠલાલ ખાતેથી ઝડપ્યો દારૂ કઠલાલ પાસેથી પસાર થતાં અમદાવાદ ઈન્દોર હાઇવે ઉપર લસુન્દ્રા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.એસએમસી પોલીસના બાતમીના આધારે વોચમાં ઉભી હતી તે દરમિયાન એક ગાડી આવતા તેને ઉભી રાખી હતી અને તેમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.એસએમસી પોલીસે ગાડીમાંથી દારૂ અને બિયરની બોટલો નંગ ૧૮૭૬ જેની કિંમત રૂપિયા ૧,૮૭,૬૦૦ રૂપિયા થાય છે. 25 જૂન 2024ના રોજ મુન્દ્રામાં દેશી દારૂની રેડ કરાઈ મુન્દ્રાના નવીનાળ ગામની સીમમાં દેશી દારૂના અડ્ડો ધમધમતો હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી. બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 340 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે 9 આરોપી ઝડપી પાડ્યા છે, જ્યારે 3 આરોપી ફરાર થઇ ગયા હતા.  

Suratના ઉતરાણ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી દારૂ ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દારૂ સહિત એક લાખનો મુદ્દામાલ કબ્જે
  • SMCની ટીમે આઠ આરોપીઓને ઝડપી પાડયા
  • બુટલેગર હિતેશ પટેલ, સંજય માલીયા વોન્ટેડ જાહેર

સુરતના ઉતરાણ પોલીસની હદમાં SMCએ દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.આરોગ્ય કેન્દ્ર પાસે હળપતિવાસમાં ઘરમાં રેડ પાડવામાં આવી હતી જેમાં આઠ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે,તો બુટલેગર હિતેશ અને સંજય માલવીયા ફરાર છે.અવાર નવાર રેડ કરવા છતાં પણ આ બધી પ્રવૃતિઓ ખાનગીમાં ચાલી રહી છે.

આજે વડોદરામાં પણ SMCની રેડ

વડોદરા પાસે આસોજમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL – SMC) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં રૂ. 1.69 લાખના દારૂ સાથે કુલ રૂ. 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાાં આવ્યો છે. આ રેડમાં ત્રણ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. અને આ મામલે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે.


25 જૂન 2024ના રોજ કઠલાલ ખાતેથી ઝડપ્યો દારૂ

કઠલાલ પાસેથી પસાર થતાં અમદાવાદ ઈન્દોર હાઇવે ઉપર લસુન્દ્રા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.એસએમસી પોલીસના બાતમીના આધારે વોચમાં ઉભી હતી તે દરમિયાન એક ગાડી આવતા તેને ઉભી રાખી હતી અને તેમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.એસએમસી પોલીસે ગાડીમાંથી દારૂ અને બિયરની બોટલો નંગ ૧૮૭૬ જેની કિંમત રૂપિયા ૧,૮૭,૬૦૦ રૂપિયા થાય છે.

25 જૂન 2024ના રોજ મુન્દ્રામાં દેશી દારૂની રેડ કરાઈ

મુન્દ્રાના નવીનાળ ગામની સીમમાં દેશી દારૂના અડ્ડો ધમધમતો હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી. બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 340 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે 9 આરોપી ઝડપી પાડ્યા છે, જ્યારે 3 આરોપી ફરાર થઇ ગયા હતા.