ગુજરાતમાં મેઘમહેર: 12 કલાકમાં 202 તાલુકા તરબોળ, જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો

Gujarat Rain News : રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યાર રાજ્યમાં છેલ્લા 12 કલાકની અંદરમાં 202થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.રાજ્યમાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યાના આંકડા સામે આવ્યા છે. જેમાં દ્વારકાના કલ્યાણપુરમાં 7 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ખંભાળિયામાં 6.5 અને માણાવદરમાં 6 ઈંચ વરસાદ પડ્યો હોવાના આંકડા જોવા મળ્યાં છે. તેવામાં કેશોદમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત, 13 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાછેલ્લા બે દિવસની અંદરમાં અમદાવાદમાં વરસાદે પોતાનું જોર પકડ્યું છે. ત્યારે શહેરના અનેક વિસ્તારમાં મોટી માત્રમાં વરસાદ પડ્યો હતો. જેના લીધે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.રાજ્યના પશ્ચિમ-દક્ષિણ ભાગમાં વરસાદનું જોરરાજ્યના પશ્ચિમ-દક્ષિણ ભાગના વિસ્તારના વાત કરીએ તો, વિસાવદર, વંથલી, બારડોલી, જુનાગઢ, જલાલપોર, કોડીનારમાં 4.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, નવસારી, મેંદરડા, દ્વારકાના અનેક વિસ્તારોમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે કાલાવડ, ભેંસણા અને કેશોદમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે.હવામાન વિભાગે રાજ્યના કેટલાંક જિલ્લાણાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. આ સાથે કેટલાંક જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ પણ જાહેર કરાયુ છે. તેવામાં કયા જિલ્લામાં કેવો વરસાદ રહેશે તેના વિશે જાણકારી મેળવીએ.  રેડ એલર્ટ અંતર્ગતના જિલ્લા સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છનો સમાવેશ છે. ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાબનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીરસોમનાથનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાંક જિલ્લામાં ભારે વરસાદી સ્થિતિને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મહીસાગર, સુરેન્દ્રનગર, દીવને સમાવેશ કરાયો છે.આવતી કાલે કેવો રહેશે વરસાદી માહોલહવામાન વિભાગે 2 જુલાઈના દિવસે વરસાદી સ્થિતિ વિશે જણાવ્યું છે કે, આવતી કાલે રાજ્યમાં અતિભારે વરસાદ રહેશે. જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડી શકે છે. જ્યારે અન્ય સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવમાં મોટી માત્રામાં વરસાદની પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાયના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં મેઘમહેર: 12 કલાકમાં 202 તાલુકા તરબોળ, જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Rain

Gujarat Rain News : રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યાર રાજ્યમાં છેલ્લા 12 કલાકની અંદરમાં 202થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યાના આંકડા સામે આવ્યા છે. જેમાં દ્વારકાના કલ્યાણપુરમાં 7 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ખંભાળિયામાં 6.5 અને માણાવદરમાં 6 ઈંચ વરસાદ પડ્યો હોવાના આંકડા જોવા મળ્યાં છે. તેવામાં કેશોદમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત, 13 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

છેલ્લા બે દિવસની અંદરમાં અમદાવાદમાં વરસાદે પોતાનું જોર પકડ્યું છે. ત્યારે શહેરના અનેક વિસ્તારમાં મોટી માત્રમાં વરસાદ પડ્યો હતો. જેના લીધે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્યના પશ્ચિમ-દક્ષિણ ભાગમાં વરસાદનું જોર

રાજ્યના પશ્ચિમ-દક્ષિણ ભાગના વિસ્તારના વાત કરીએ તો, વિસાવદર, વંથલી, બારડોલી, જુનાગઢ, જલાલપોર, કોડીનારમાં 4.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, નવસારી, મેંદરડા, દ્વારકાના અનેક વિસ્તારોમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે કાલાવડ, ભેંસણા અને કેશોદમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે રાજ્યના કેટલાંક જિલ્લાણાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. આ સાથે કેટલાંક જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ પણ જાહેર કરાયુ છે. તેવામાં કયા જિલ્લામાં કેવો વરસાદ રહેશે તેના વિશે જાણકારી મેળવીએ.  

રેડ એલર્ટ અંતર્ગતના જિલ્લા 

સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છનો સમાવેશ છે. 

ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લા

બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીરસોમનાથનો સમાવેશ થાય છે. 

આ ઉપરાંત કેટલાંક જિલ્લામાં ભારે વરસાદી સ્થિતિને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મહીસાગર, સુરેન્દ્રનગર, દીવને સમાવેશ કરાયો છે.

આવતી કાલે કેવો રહેશે વરસાદી માહોલ

હવામાન વિભાગે 2 જુલાઈના દિવસે વરસાદી સ્થિતિ વિશે જણાવ્યું છે કે, આવતી કાલે રાજ્યમાં અતિભારે વરસાદ રહેશે. જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડી શકે છે. જ્યારે અન્ય સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવમાં મોટી માત્રામાં વરસાદની પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાયના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.