Rajkot સિવિલ હોસ્પિટલમાં તબીબ અને દર્દીના સગા વચ્ચે ઘર્ષણ થતા તબીબોમાં રોષ

દર્દીના સગા સાથે ઘર્ષણ બાદ તબીબો દ્વારા વિરોધ ગઈકાલે દર્દીના સગા, રેસિડન્ટ તબીબ વચ્ચે થયુ હતુ ઘર્ષણ સુરક્ષા વ્યવસ્થા કડક કરવા તબીબોની માગ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ અને દર્દીના સગા વચ્ચે ગઈકાલે ઘર્ષણ થયા બાદ તબીબોએ આજે હોસ્પિટલ પરીસરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.રેસિડન્સ સ્થાનિક ડોકટરોએ વધુ સુરક્ષાની માંગ કરી હતી,તો તબીબોનો આક્ષેપ છે કે,મેનેજમેન્ટના અભાવે હુમલો થવાની ઘટના બને છે,તાત્કાલિક સારવાર વિભાગમાં વધુ સુરક્ષા કડક કરવી જોઈએ તેવી તબીબોની માંગ છે. સુરતમાં અઠવાડિયા પહેલા વિવાદ થયો હતો હોસ્પિટલમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકની સાથે કોઈ ન હોવાથી સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગના રેસિડેન્ટ તબીબે દાખલ કરવાની જગ્યાએ ધક્કે ચડાવતાં વિવાદ સર્જાયો હતો. યુવકને કોઈક વ્યક્તિને સાથે લઈ આવવાનું કહેતાં યુવક તેના મિત્રને લેવા માટે ગયો હતો અને પરત આવ્યો હતો. દરમ્યાન રેસિડેન્ટ તબીબ દર્દી ભાગી ગયો હોવાની નોંધ પર સહી કરાવવા માટે પહોંચતાં વિવાદ સર્જાયો હતો.જામનગરમાં નકલી ડોકટર ઝડપાયો જામનગર તાલુકાના ચેલા–પડાણા રોડ ઉપર પતરા કોલોનીમાં ડીગ્રી વગરના ડોકટર તબીબી પ્રેક્ટીસ કરીને દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતાં શખસને એસઓજીએ ઝડપી લઈને મેડીકલને લગતી સામગ્રી કબ્જે કરીને ગુનો નોંધ્યો છે.ચેલા-પડાણા હાઈવે રોડ ઉપર, એલસી- 8 ગેઈટ સામે આવેલ પતરા કોલોનીમાં ડોક્ટરની ડીગ્રી ન હોવા છતાં એક શખસ ખાનગી પ્રેક્ટીસ કરીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા હોવાની બાતમીના આધારે એસઓજીએ આરોગ્ય અધિકારીને સાથે રાખીને દરોડો પાડ્યો હતો.મહેસાણામાં નકલી ડોકટર ઝડપાયોમહેસાણા તાલુકામાં આવેલા મોટી દાઉ ખાતે બચુભાઇ શેખ નામનો શખ્સ નકલી ડોકટર બની લોકોની સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની જાણ સ્થાનિક આરોગ્ય તંત્ર ને થતા તેઓએ પોતાની ટીમ સાથે એક વર્ષ અગાઉ નકલી ડોકટર ને ઝડપી પાડવામાં આવ્યો હતો.જોકે એ સમયે કાર્યવાહી કરેલા જરૂરી ડોક્યુમેન્ટ ગુમ થઈ જતા 12 મહિને ડોક્યુમેન્ટ મળતા નકલી ડોકટર સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. 

Rajkot સિવિલ હોસ્પિટલમાં તબીબ અને દર્દીના સગા વચ્ચે ઘર્ષણ થતા તબીબોમાં રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દર્દીના સગા સાથે ઘર્ષણ બાદ તબીબો દ્વારા વિરોધ
  • ગઈકાલે દર્દીના સગા, રેસિડન્ટ તબીબ વચ્ચે થયુ હતુ ઘર્ષણ
  • સુરક્ષા વ્યવસ્થા કડક કરવા તબીબોની માગ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ અને દર્દીના સગા વચ્ચે ગઈકાલે ઘર્ષણ થયા બાદ તબીબોએ આજે હોસ્પિટલ પરીસરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.રેસિડન્સ સ્થાનિક ડોકટરોએ વધુ સુરક્ષાની માંગ કરી હતી,તો તબીબોનો આક્ષેપ છે કે,મેનેજમેન્ટના અભાવે હુમલો થવાની ઘટના બને છે,તાત્કાલિક સારવાર વિભાગમાં વધુ સુરક્ષા કડક કરવી જોઈએ તેવી તબીબોની માંગ છે.

સુરતમાં અઠવાડિયા પહેલા વિવાદ થયો હતો હોસ્પિટલમાં

અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકની સાથે કોઈ ન હોવાથી સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગના રેસિડેન્ટ તબીબે દાખલ કરવાની જગ્યાએ ધક્કે ચડાવતાં વિવાદ સર્જાયો હતો. યુવકને કોઈક વ્યક્તિને સાથે લઈ આવવાનું કહેતાં યુવક તેના મિત્રને લેવા માટે ગયો હતો અને પરત આવ્યો હતો. દરમ્યાન રેસિડેન્ટ તબીબ દર્દી ભાગી ગયો હોવાની નોંધ પર સહી કરાવવા માટે પહોંચતાં વિવાદ સર્જાયો હતો.


જામનગરમાં નકલી ડોકટર ઝડપાયો

જામનગર તાલુકાના ચેલા–પડાણા રોડ ઉપર પતરા કોલોનીમાં ડીગ્રી વગરના ડોકટર તબીબી પ્રેક્ટીસ કરીને દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતાં શખસને એસઓજીએ ઝડપી લઈને મેડીકલને લગતી સામગ્રી કબ્જે કરીને ગુનો નોંધ્યો છે.ચેલા-પડાણા હાઈવે રોડ ઉપર, એલસી- 8 ગેઈટ સામે આવેલ પતરા કોલોનીમાં ડોક્ટરની ડીગ્રી ન હોવા છતાં એક શખસ ખાનગી પ્રેક્ટીસ કરીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા હોવાની બાતમીના આધારે એસઓજીએ આરોગ્ય અધિકારીને સાથે રાખીને દરોડો પાડ્યો હતો.


મહેસાણામાં નકલી ડોકટર ઝડપાયો

મહેસાણા તાલુકામાં આવેલા મોટી દાઉ ખાતે બચુભાઇ શેખ નામનો શખ્સ નકલી ડોકટર બની લોકોની સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની જાણ સ્થાનિક આરોગ્ય તંત્ર ને થતા તેઓએ પોતાની ટીમ સાથે એક વર્ષ અગાઉ નકલી ડોકટર ને ઝડપી પાડવામાં આવ્યો હતો.જોકે એ સમયે કાર્યવાહી કરેલા જરૂરી ડોક્યુમેન્ટ ગુમ થઈ જતા 12 મહિને ડોક્યુમેન્ટ મળતા નકલી ડોકટર સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.