નવા કાયદા હેઠળ રાજ્યમાં પ્રથમ દિવસે ૧૬૪ કેસ નોંધવામાં આવ્યા

અમદાવાદ, સોમવારઆજથી સમગ્ર દેશમાં નવા ત્રણ કાયદા ભારતીય ન્યાય સંહિતા,  ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય  અધિનિયમનો અમલ શરૂ કરાયો છે. જે અંતર્ગત રાજ્યમાં પ્રથમ દિવસે ૧૬૪ ગુના નોંધવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ગુનો ગાંધીનગરના ચિલોડા પાલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. જો કે પોલીસ અધિકારીઓને નવા કાયદાની કલમનો લઇને ગુનો નોંધવામાં મથામણ કરવી પડી હતી. આજથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩,  ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-૨૦૨૩નો અમલ શરૂ કરાયો હતો. ગુજરાતમાં આ ત્રણ નવા કાયદાના અનુસંધાનમાં સાંજના પાંચ વાગ્યા સુધી ૧૬૪ ગુના નોંધાયા હતા. જ્યારે નવા કાયદા મુજબ રાજ્યનો પ્રથમ ગુનો ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકે પહેલી તારીખે રાતના એક વાગે નોંધાયો હતો. જે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૫ હેઠળ વાહનચાલક સામે નોંધવામાં આવ્યો હતો.   જો કે નવા કાયદાના અમલના પ્રથમ દિવસે અનેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફને થોડી મથામણ કરવી પડી હતી અને નિષ્ણાંતોની મદદ લઇને ગુનો નોધવાની કામગીરી કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત પોલીસના લૉ એન્ડ ઓર્ડરના ડીઆઇજી દીપક મેઘાણીએ જણાવ્યું કે  ઇ-ગુજકોપમાં નવા કાયદાની તમામ કલમોની વિગતો અપલોડ કરવામાં આવી હોવાને કારણે કામગીરી પ્રમાણમાં ખુબ  જ  સરળ રહી હતી.

નવા કાયદા હેઠળ રાજ્યમાં  પ્રથમ દિવસે ૧૬૪ કેસ નોંધવામાં આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, સોમવાર

આજથી સમગ્ર દેશમાં નવા ત્રણ કાયદા ભારતીય ન્યાય સંહિતાભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય  અધિનિયમનો અમલ શરૂ કરાયો છે. જે અંતર્ગત રાજ્યમાં પ્રથમ દિવસે ૧૬૪ ગુના નોંધવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ગુનો ગાંધીનગરના ચિલોડા પાલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. જો કે પોલીસ અધિકારીઓને નવા કાયદાની કલમનો લઇને ગુનો નોંધવામાં મથામણ કરવી પડી હતી. આજથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-૨૦૨૩નો અમલ શરૂ કરાયો હતો. ગુજરાતમાં આ ત્રણ નવા કાયદાના અનુસંધાનમાં સાંજના પાંચ વાગ્યા સુધી ૧૬૪ ગુના નોંધાયા હતા. જ્યારે નવા કાયદા મુજબ રાજ્યનો પ્રથમ ગુનો ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકે પહેલી તારીખે રાતના એક વાગે નોંધાયો હતો. જે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૫ હેઠળ વાહનચાલક સામે નોંધવામાં આવ્યો હતો.   જો કે નવા કાયદાના અમલના પ્રથમ દિવસે અનેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફને થોડી મથામણ કરવી પડી હતી અને નિષ્ણાંતોની મદદ લઇને ગુનો નોધવાની કામગીરી કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત પોલીસના લૉ એન્ડ ઓર્ડરના ડીઆઇજી દીપક મેઘાણીએ જણાવ્યું કે  ઇ-ગુજકોપમાં નવા કાયદાની તમામ કલમોની વિગતો અપલોડ કરવામાં આવી હોવાને કારણે કામગીરી પ્રમાણમાં ખુબ  જ  સરળ રહી હતી.