Surat International Airport થકી અન્ય દેશો સાથેનો વેપાર વધ્યો

પહેલીવાર એક મહિનામાં 1076 મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરાયુ સુરત એરપોર્ટના બિઝનેસમાં અવિરત વૃદ્ધી નોંધાઈ મોટા ભાગે ઝીંગા અને એગ્રો પ્રોડક્ટસના સપ્લાય વધ્યા સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યા પછી તેનો લાભ સુરતીઓને તો મળી રહ્યો છે,સાથે સાથે વેપારીઓને પણ ધંધાની રીતે તેનો લાભ મળી રહ્યો છે.સુરત એરપોર્ટ પરથી પહેલીવાર એક મહિનામાં 1076 મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરાયું છે.સુરત એરપોર્ટના બિઝનેસમાં સતત અવિરત વૃદ્ધી નોંધાઈ છે.મોટા ભાગના વેપારમાં ઝીંગા અને એગ્રો પ્રોડકટસને બહાર સપ્લાય કરવામાં આવી રહી છે. કેટલા મુસાફરોની આવન-જાવન નોંધાઈ મુસાફરોની આવન-જાવનની વાત કરવામાં આવે તો એપ્રિલ 2024માં 1,20,924 મુસાફરોની આવન-જાવન નોંધાઈ છે.દુબઈ અને શારજાહ મળીને ઇન્ટરનેશનલ ફલાઈટના કુલ 90 ફેરા થયા થયા છે,ડોમેસ્ટીક ફ્લાઈટસના કુલ 1355 ફેરા તો એરક્રાફટ મુવમેન્ટના 1445 ફેરા નોંધાયા છે. સુરત અને આ શહેર-દેશ વચ્ચે ચાલતી ફ્લાઈટ દિલ્હી , બેંગ્લોર ,ગોવા , ઇન્દોર ,હૈદરાબાદ ,જયપુર ,કોલકાતા ,ચેન્નઈ ,શારજાહ ,દુબઈ સુરત અને આ શહેરો વચ્ચે બંધ થયેલી ફ્લાઈટ જોધપુર , જેસલમેર ,ઉદયપુર ,મુંબઈ ,ભુવનેશ્વરકોરોના પહેલા 16 લાખ લોકોએ પ્રવાસ કર્યો હતો કોરોના પહેલા સુરત એરપોર્ટથી વર્ષે 16 લાખની આસપાસ યાત્રીઓએ પ્રવાસ કર્યો હતો. જે આંકડો હાલ ફ્લાઈટની સંખ્યા ઓછી હોવા છતાં 13 લાખથી વધુનો છે. જેમાં શારજાહ અને દુબઈ વચ્ચે ચાલતી ફ્લાઈટના યાત્રીઓનો પણ સમાવેશ થાય છે. સુરત એરપોર્ટથી હજી બીજી ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાની ચાલતી વાતો વચ્ચે ડોમેસ્ટિક ફ્લાઈટની ઘટી રહેલી સંખ્યા હાલ ચિંતાનો વિષય બની છે. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એરલાઈન્સ કંપનીને પૂરતી સુવિધાઓ મળતી નહીં હોવાથી તેઓ અહીં આવવા માટે રસ દાખવી રહી નહી હોવાનું જાણકારોનું કહેવું છે. આમ, ઓછી ફ્લાઈટને કારણે એરલાઈન્સ કંપની સામે પ્રતિસ્પર્ધી નહીં હોવાથી સુરતના યાત્રીઓને વધુ ભાવ આપી પણ પ્રવાસ કરવો પડે છે.

Surat International Airport થકી અન્ય દેશો સાથેનો વેપાર વધ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પહેલીવાર એક મહિનામાં 1076 મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરાયુ
  • સુરત એરપોર્ટના બિઝનેસમાં અવિરત વૃદ્ધી નોંધાઈ
  • મોટા ભાગે ઝીંગા અને એગ્રો પ્રોડક્ટસના સપ્લાય વધ્યા

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યા પછી તેનો લાભ સુરતીઓને તો મળી રહ્યો છે,સાથે સાથે વેપારીઓને પણ ધંધાની રીતે તેનો લાભ મળી રહ્યો છે.સુરત એરપોર્ટ પરથી પહેલીવાર એક મહિનામાં 1076 મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરાયું છે.સુરત એરપોર્ટના બિઝનેસમાં સતત અવિરત વૃદ્ધી નોંધાઈ છે.મોટા ભાગના વેપારમાં ઝીંગા અને એગ્રો પ્રોડકટસને બહાર સપ્લાય કરવામાં આવી રહી છે.

કેટલા મુસાફરોની આવન-જાવન નોંધાઈ

મુસાફરોની આવન-જાવનની વાત કરવામાં આવે તો એપ્રિલ 2024માં 1,20,924 મુસાફરોની આવન-જાવન નોંધાઈ છે.દુબઈ અને શારજાહ મળીને ઇન્ટરનેશનલ ફલાઈટના કુલ 90 ફેરા થયા થયા છે,ડોમેસ્ટીક ફ્લાઈટસના કુલ 1355 ફેરા તો એરક્રાફટ મુવમેન્ટના 1445 ફેરા નોંધાયા છે.

સુરત અને આ શહેર-દેશ વચ્ચે ચાલતી ફ્લાઈટ

દિલ્હી , બેંગ્લોર ,ગોવા , ઇન્દોર ,હૈદરાબાદ ,જયપુર ,કોલકાતા ,ચેન્નઈ ,શારજાહ ,દુબઈ

સુરત અને આ શહેરો વચ્ચે બંધ થયેલી ફ્લાઈટ

જોધપુર , જેસલમેર ,ઉદયપુર ,મુંબઈ ,ભુવનેશ્વર

કોરોના પહેલા 16 લાખ લોકોએ પ્રવાસ કર્યો હતો

કોરોના પહેલા સુરત એરપોર્ટથી વર્ષે 16 લાખની આસપાસ યાત્રીઓએ પ્રવાસ કર્યો હતો. જે આંકડો હાલ ફ્લાઈટની સંખ્યા ઓછી હોવા છતાં 13 લાખથી વધુનો છે. જેમાં શારજાહ અને દુબઈ વચ્ચે ચાલતી ફ્લાઈટના યાત્રીઓનો પણ સમાવેશ થાય છે. સુરત એરપોર્ટથી હજી બીજી ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાની ચાલતી વાતો વચ્ચે ડોમેસ્ટિક ફ્લાઈટની ઘટી રહેલી સંખ્યા હાલ ચિંતાનો વિષય બની છે. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એરલાઈન્સ કંપનીને પૂરતી સુવિધાઓ મળતી નહીં હોવાથી તેઓ અહીં આવવા માટે રસ દાખવી રહી નહી હોવાનું જાણકારોનું કહેવું છે. આમ, ઓછી ફ્લાઈટને કારણે એરલાઈન્સ કંપની સામે પ્રતિસ્પર્ધી નહીં હોવાથી સુરતના યાત્રીઓને વધુ ભાવ આપી પણ પ્રવાસ કરવો પડે છે.