Ahmedabadની યુ.એન મહેતા હોસ્પિટલ પરિસરમાં મહિલા તબીબની કારે ટક્કર મારતા એકનું મોત

યુએન મહેતા હોસ્પિટલની પાછળ કેન્ટીનના ભાગે બની હતી ઘટના કાર ચાલક યુવતીએ 45 વર્ષની મહિલાને ટક્કર મારતા સર્જાયો હતો અકસ્માત મૃતક અને તેનો પરિવાર દેવભૂમિ દ્વારકાથી આઠ વર્ષના બાળકની સારવાર માટે આવ્યા હતા હોસ્પિટલ અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલ પરિસરમાં મહિલા તબીબે સારવાર માટે આવેલી મહિલાને ટક્કર મારતા તેનું મોત નિપજયુ હતુ.યુએન મહેતા હોસ્પિટલમાં મૃતક અને તેનો પરિવાર દેવભૂમિ દ્વારકાથી આઠ વર્ષના બાળકની સારવાર માટે આવ્યા હતા,સાથે સાથે F ડિવિઝન ટ્રાફીક પોલીસે યુવતી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી હતી. સુરતમાં કારની અડફેટે 2ના મોત સુરતમાં રફ્તારનો કહેર જોવા મળ્યો હતો. પૂર ઝડપે આવેલી કાર ચાલકે અકસ્માત સર્જતા બેના મોત થયા હતા. જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.શહેરના મોટા વરાછા રિંગરોડ વિસ્તારમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવક અને ચાર વર્ષીય બાળકનું મોત થયું હતું. સંકેત અને તેનો પરિવાર રિંગરોડ દુખિયાના દરબાર પાસે આવેલા ફૂટપાથ પર બેઠા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલી કાર ફૂટપાથ પર ચઢી હતી અને લોકોને અડફેટે લીધા હતા. જીજ્ઞેશ ગોહેલ નામના વ્યક્તિએ અકસ્માત સર્જ્યો હોવાનો આરોપ છે. સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સાબરકાંઠામાં કાર અકસ્માતમાં 4ના મોત સાબરકાંઠા જિલ્લાના ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગત રાત્રીના સમયે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી કારમાં નેત્રામલી જતા પરિવારને ડાઈવર્ઝન કટ પર ઇડરથી હિંમતનગર તરફ પૂરઝડપે જતા ડમ્પરે અડફેટે લીધા હતા, જેમાં એક બાળકી સહિત ચારનાં મોત નિપજ્યાં હતાં, જ્યારે બે બાળકી સહિત ચારને ઈજાઓ થતાં સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માત અંગે જાદર પોલીસને જાણ થતાં ઘટનાસ્થળ બાદ હિંમતનગર સિવિલમાં પહોંચીને પોસ્ટમોર્ટમ અને ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢમાં કારની અડફેટે મોત જૂનાગઢના સોનારડી નજીક પાસે એક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં કાર બેકાબૂ થઈને રોડ સાઇડ લાગેલા પાઇપ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે પાઈપ કારની આરપાર થઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે યુવાનોનાં મોત નિપજ્યા છે. જ્યારે બે યુવતી સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસ દ્વારા તપાસ ધરવામાં આવી છે. 

Ahmedabadની યુ.એન મહેતા હોસ્પિટલ પરિસરમાં મહિલા તબીબની કારે ટક્કર મારતા એકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • યુએન મહેતા હોસ્પિટલની પાછળ કેન્ટીનના ભાગે બની હતી ઘટના
  • કાર ચાલક યુવતીએ 45 વર્ષની મહિલાને ટક્કર મારતા સર્જાયો હતો અકસ્માત
  • મૃતક અને તેનો પરિવાર દેવભૂમિ દ્વારકાથી આઠ વર્ષના બાળકની સારવાર માટે આવ્યા હતા હોસ્પિટલ

અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલ પરિસરમાં મહિલા તબીબે સારવાર માટે આવેલી મહિલાને ટક્કર મારતા તેનું મોત નિપજયુ હતુ.યુએન મહેતા હોસ્પિટલમાં મૃતક અને તેનો પરિવાર દેવભૂમિ દ્વારકાથી આઠ વર્ષના બાળકની સારવાર માટે આવ્યા હતા,સાથે સાથે F ડિવિઝન ટ્રાફીક પોલીસે યુવતી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી હતી.

સુરતમાં કારની અડફેટે 2ના મોત

સુરતમાં રફ્તારનો કહેર જોવા મળ્યો હતો. પૂર ઝડપે આવેલી કાર ચાલકે અકસ્માત સર્જતા બેના મોત થયા હતા. જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.શહેરના મોટા વરાછા રિંગરોડ વિસ્તારમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવક અને ચાર વર્ષીય બાળકનું મોત થયું હતું. સંકેત અને તેનો પરિવાર રિંગરોડ દુખિયાના દરબાર પાસે આવેલા ફૂટપાથ પર બેઠા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલી કાર ફૂટપાથ પર ચઢી હતી અને લોકોને અડફેટે લીધા હતા. જીજ્ઞેશ ગોહેલ નામના વ્યક્તિએ અકસ્માત સર્જ્યો હોવાનો આરોપ છે. સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

સાબરકાંઠામાં કાર અકસ્માતમાં 4ના મોત

સાબરકાંઠા જિલ્લાના ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગત રાત્રીના સમયે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી કારમાં નેત્રામલી જતા પરિવારને ડાઈવર્ઝન કટ પર ઇડરથી હિંમતનગર તરફ પૂરઝડપે જતા ડમ્પરે અડફેટે લીધા હતા, જેમાં એક બાળકી સહિત ચારનાં મોત નિપજ્યાં હતાં, જ્યારે બે બાળકી સહિત ચારને ઈજાઓ થતાં સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માત અંગે જાદર પોલીસને જાણ થતાં ઘટનાસ્થળ બાદ હિંમતનગર સિવિલમાં પહોંચીને પોસ્ટમોર્ટમ અને ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી.

જૂનાગઢમાં કારની અડફેટે મોત

જૂનાગઢના સોનારડી નજીક પાસે એક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં કાર બેકાબૂ થઈને રોડ સાઇડ લાગેલા પાઇપ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે પાઈપ કારની આરપાર થઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે યુવાનોનાં મોત નિપજ્યા છે. જ્યારે બે યુવતી સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસ દ્વારા તપાસ ધરવામાં આવી છે.