જામનગરમાં લખપતિ કોલોની વિસ્તારમાં આવેલી ફ્લોર મિલને નિશાન બનાવતા તસ્કરો , રૂ.16,500 ની રોકડની ચોરી

image : FreepikTheft Case Jamnagar : જામનગરમાં લખપતિ કોલોની વિસ્તારમાં આવેલી એક ફલોરમિલને નિશાન બનાવી લીધી હતી, અને બારીની અંદર હાથ નાખી પેટીમાં રાખવામાં આવેલી રૂપિયા 16,500 ની રોકડ રકમની ચોરી કરી ગયા છે. જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા અને લખપતિ કોલોનીમાં દત્તાત્રેય ફ્લોર મિલ ચલાવતા શૈલેષભાઈ મણીલાલ રવિભાણ નામના વેપારીએ પોતાની ફ્લોર મિલમાંથી રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ ખાતર પાડ્યું હતું, અને બારીમાં હાથ નાખી બારી પાસે રાખવા આવેલી પેટીમાંથી આખા દિવસના વેપારની એકત્ર થયેલી રૂપિયા 16,500 ની રોકડ રકમની ચોરી કરી ગયા હતા. જે  બનાવ અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસની ટીમ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને તસ્કરોને પકડવા માટેની કવાયત હાથ ધરી છે.

જામનગરમાં લખપતિ કોલોની વિસ્તારમાં આવેલી ફ્લોર મિલને નિશાન બનાવતા તસ્કરો  , રૂ.16,500 ની રોકડની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Freepik

Theft Case Jamnagar : જામનગરમાં લખપતિ કોલોની વિસ્તારમાં આવેલી એક ફલોરમિલને નિશાન બનાવી લીધી હતી, અને બારીની અંદર હાથ નાખી પેટીમાં રાખવામાં આવેલી રૂપિયા 16,500 ની રોકડ રકમની ચોરી કરી ગયા છે.

 જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા અને લખપતિ કોલોનીમાં દત્તાત્રેય ફ્લોર મિલ ચલાવતા શૈલેષભાઈ મણીલાલ રવિભાણ નામના વેપારીએ પોતાની ફ્લોર મિલમાંથી રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ ખાતર પાડ્યું હતું, અને બારીમાં હાથ નાખી બારી પાસે રાખવા આવેલી પેટીમાંથી આખા દિવસના વેપારની એકત્ર થયેલી રૂપિયા 16,500 ની રોકડ રકમની ચોરી કરી ગયા હતા. જે  બનાવ અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસની ટીમ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને તસ્કરોને પકડવા માટેની કવાયત હાથ ધરી છે.