Ahmedabad News: 20 જૂન સુધીમાં રોડની કામગીરી પૂર્ણ કરવા AMCના આદેશ

કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી 24 કલાક કામગીરી ચાલશેવરસાદમાં વૃક્ષો પડે તે માટે ટ્રિમિંગ કરાશે 1 જૂનથી વૃક્ષોની ટ્રિમિંગની કામગીરી શરૂ કરાશે ચોમાસું આવતા પહેલા જ કમોસમી વરસાદને પગલે અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને આવનાર ચોમાસાને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. AMC દ્વારા શહેરમાં ચાલી રહેલા રોડના કામકાજ વહેલી તકે પૂર્ણ કરવા માટે આદેશો આપવામાં આવ્યા છે. AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું છે કે શહેરમાં ચાલી રહેલા તમામ કામ પૂર્ણ થાય તેના માટે 24 કલાક કામગીરી ચાલી રહી છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે વરસાદ દરમિયાન કોઈ ઝાડ પડે નહિ તે માટે ટ્રી ટ્રિમિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ તમામ કાર્યો આગામી 1 જૂનથી શરૂ કરવામાં આવશે અને 20 જૂન પહેલા પૂર્ણ કરવામાં આવાશે. દેવાંગ દાણીએ વધુમાં જણાવ્યું હતું કે, AMC દ્વારા પાણી ભરાઈ રહેતા હોય અથવા વરસાદ દરમિયાન પાણી ભરાઈ જતાં હોય તેવા 146 સ્પોટ્સની ઓળખ કરવામાં આવી છે. જે પૈકીનાં 110 પોઇન્ટ પર પાણી ન ભરાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન પાણીના નિકાલ માટે AMC દ્વારા વોલેન્ટિયર રાખવામાં આવશે. તમામ જગ્યા પર વરસાદમાં પાણી ભરાય તો તાત્કાલિક નિકાલ માટે AMC દ્વારા રાખવામાં આવેલ વોલેન્ટિયરનો સંપર્ક કરવામાં આવશે અને ગટર ખોલવા સહિતની કામગીરી કરાવવામાં આવશે.

Ahmedabad News: 20 જૂન સુધીમાં રોડની કામગીરી પૂર્ણ કરવા AMCના આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી 24 કલાક કામગીરી ચાલશે
  • વરસાદમાં વૃક્ષો પડે તે માટે ટ્રિમિંગ કરાશે
  • 1 જૂનથી વૃક્ષોની ટ્રિમિંગની કામગીરી શરૂ કરાશે

ચોમાસું આવતા પહેલા જ કમોસમી વરસાદને પગલે અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને આવનાર ચોમાસાને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. AMC દ્વારા શહેરમાં ચાલી રહેલા રોડના કામકાજ વહેલી તકે પૂર્ણ કરવા માટે આદેશો આપવામાં આવ્યા છે.

AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું છે કે શહેરમાં ચાલી રહેલા તમામ કામ પૂર્ણ થાય તેના માટે 24 કલાક કામગીરી ચાલી રહી છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે વરસાદ દરમિયાન કોઈ ઝાડ પડે નહિ તે માટે ટ્રી ટ્રિમિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ તમામ કાર્યો આગામી 1 જૂનથી શરૂ કરવામાં આવશે અને 20 જૂન પહેલા પૂર્ણ કરવામાં આવાશે.

દેવાંગ દાણીએ વધુમાં જણાવ્યું હતું કે, AMC દ્વારા પાણી ભરાઈ રહેતા હોય અથવા વરસાદ દરમિયાન પાણી ભરાઈ જતાં હોય તેવા 146 સ્પોટ્સની ઓળખ કરવામાં આવી છે. જે પૈકીનાં 110 પોઇન્ટ પર પાણી ન ભરાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન પાણીના નિકાલ માટે AMC દ્વારા વોલેન્ટિયર રાખવામાં આવશે. તમામ જગ્યા પર વરસાદમાં પાણી ભરાય તો તાત્કાલિક નિકાલ માટે AMC દ્વારા રાખવામાં આવેલ વોલેન્ટિયરનો સંપર્ક કરવામાં આવશે અને ગટર ખોલવા સહિતની કામગીરી કરાવવામાં આવશે.