પેટલાદના જેસરવા ગામે દૂધનું ટેન્કર વીજ વાયરને અડી જતા ચાલકનું મોત

આણંદ : પેટલાદ તાલુકાના જેસરવા ગામે દુધની ટેન્કર લઈને મંડળી ખાતે દુધ ભરવા ગયેલ ચાલકનું ટેન્કર વીજ વાયરને અડકી જતા જોરદાર કરંટ લાગવાના કારણે કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પેટલાદ શહેર પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બોરસદ તાલુકાના જંત્રાલ ગામે રહેતા દેસાઈભાઈ મણિભાઈ જારીયા અમૂલ ડેરીની દુધની ટેન્કર ઉપર ડ્રાઈવીંગ કરતા હતા. આજે સવારના સુમારે તેઓ અમૂલનું ટેન્કર લઈને પેટલાદ તાલુકાના જેસરવા ગામે આવેલ સહકારી મંડળી ખાતે દુધ ભરવા માટે આવ્યા હતા. દરમ્યાન દુધ મંડળી સામે તેઓ ટેન્કર ગોઠવી રહ્યાં હતા ત્યારે અચાનક ટેન્કરનો કોઈક ભાગ ઉપરથી પસાર થતી વીજ લાઈનને સ્પર્શી જતા ચાલક દેસાઈભાઈને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનાને લઈ આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. જો કે જોરદાર વીજ કરંટ લાગવાના કારણે દેસાઈભાઈ જારીયાનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ પેટલાદ શહેર પોલીસને થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે પેટલાદની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. હાલ તો પેટલાદ શહેર પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પેટલાદના જેસરવા ગામે દૂધનું ટેન્કર વીજ વાયરને અડી જતા ચાલકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


આણંદ : પેટલાદ તાલુકાના જેસરવા ગામે દુધની ટેન્કર લઈને મંડળી ખાતે દુધ ભરવા ગયેલ ચાલકનું ટેન્કર વીજ વાયરને અડકી જતા જોરદાર કરંટ લાગવાના કારણે કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પેટલાદ શહેર પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બોરસદ તાલુકાના જંત્રાલ ગામે રહેતા દેસાઈભાઈ મણિભાઈ જારીયા અમૂલ ડેરીની દુધની ટેન્કર ઉપર ડ્રાઈવીંગ કરતા હતા. આજે સવારના સુમારે તેઓ અમૂલનું ટેન્કર લઈને પેટલાદ તાલુકાના જેસરવા ગામે આવેલ સહકારી મંડળી ખાતે દુધ ભરવા માટે આવ્યા હતા. દરમ્યાન દુધ મંડળી સામે તેઓ ટેન્કર ગોઠવી રહ્યાં હતા ત્યારે અચાનક ટેન્કરનો કોઈક ભાગ ઉપરથી પસાર થતી વીજ લાઈનને સ્પર્શી જતા ચાલક દેસાઈભાઈને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. 

આ ઘટનાને લઈ આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. જો કે જોરદાર વીજ કરંટ લાગવાના કારણે દેસાઈભાઈ જારીયાનું કરુણ મોત નિપજ્યું હતું. 

આ ઘટનાની જાણ પેટલાદ શહેર પોલીસને થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે પેટલાદની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. હાલ તો પેટલાદ શહેર પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.