ચેતજો! અમદાવાદમાં વેજની જગ્યાએ નોનવેજ બર્ગર પીરસી દીધું, વડોદરામાં ઢોંસામાંથી નીકળી જીવાત

Image: pixabay/wikipediaMoths Came Out Of Food In Vadodara: રાજ્યના વિવિધ સ્થળો પર ભોજનમાં જીવાત નીકળવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયના વડોદરામાં જાણીતી ગેલોર્ડ રેસ્ટોરન્ટમાં મસાલા ઢોંસામાંથી જીવાત નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી છે. તો બીજી તરફ અમદાવદ શહેરના ગુલબાઇ ટેકરા પાસે આવેલી મોકા કાફેમાં એક ગ્રાહકે વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેની જગ્યાએ તેમને નોનવેજ બર્ગર પીરસી દેતા હોબાળો થયો છે. આવી ઘટના સામે આવતા એવું લાગી રહ્યું છે કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.ઢોંસામાંથી નીકળી જીવાતવડોદરા રેલ્વે સ્ટેશનની પાછળ આવેલ ગેલોર્ડ રેસ્ટોરન્ટ ખૂબ જ ફેમસ રેસ્ટોરન્ટ છે. પરંતું આ રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે. અહીં  નાસ્તો કરવા આવેલા ગ્રાહકે ઢોંસા ઓર્ડર કર્યાં હતા પરંતુ તેમાંથી જીવાત નીકળતાં ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટનામાં ગ્રાહકે પાલિકાના ફૂડ સેફ્ટી અધિકારીઓને સ્થળ પર તપાસ કરવા માટે અપીલ કરી છે. તો બીજી તરફ સંચાલકો દ્વારા ખીરૂ બહારથી મગાવવામાં આવતુ હોવાનું સામે આવ્યું હતું.ઓર્ડર વેજ બર્ગર કર્યો, નીકળ્યો નોનવેજમળતી માહિતી અનુસાર, શહેરના ગુલબાઇ ટેકરા પાસે મોકા કાફેમાં યુવતી પરિવાર સાથે જમવા ગઈ હતી. જ્યાં યુવતી વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. બર્ગર આવતા જ યુવતીએ જમવાનું શરૂ કર્યું હતું, પરંતુ શંકાસ્પદ લાગત તેને ચેક કરતા નોનવેજ બર્ગર નીકળ્યો હતો. આ અંગે તેમણે રેસ્ટોરન્ટના મેનેજરને ફરિયાદ કરી હતી. જે બાદ યુવતીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરતાં મેનેજરે પોતાની ભૂલ સ્વીકારી હતી. જોકે, આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા મોકા કાફેમાં પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

ચેતજો! અમદાવાદમાં વેજની જગ્યાએ નોનવેજ બર્ગર પીરસી દીધું, વડોદરામાં ઢોંસામાંથી નીકળી જીવાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Image: pixabay/wikipedia

Moths Came Out Of Food In Vadodara: રાજ્યના વિવિધ સ્થળો પર ભોજનમાં જીવાત નીકળવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયના વડોદરામાં જાણીતી ગેલોર્ડ રેસ્ટોરન્ટમાં મસાલા ઢોંસામાંથી જીવાત નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી છે. તો બીજી તરફ અમદાવદ શહેરના ગુલબાઇ ટેકરા પાસે આવેલી મોકા કાફેમાં એક ગ્રાહકે વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેની જગ્યાએ તેમને નોનવેજ બર્ગર પીરસી દેતા હોબાળો થયો છે. આવી ઘટના સામે આવતા એવું લાગી રહ્યું છે કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.

ઢોંસામાંથી નીકળી જીવાત

વડોદરા રેલ્વે સ્ટેશનની પાછળ આવેલ ગેલોર્ડ રેસ્ટોરન્ટ ખૂબ જ ફેમસ રેસ્ટોરન્ટ છે. પરંતું આ રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે. અહીં  નાસ્તો કરવા આવેલા ગ્રાહકે ઢોંસા ઓર્ડર કર્યાં હતા પરંતુ તેમાંથી જીવાત નીકળતાં ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટનામાં ગ્રાહકે પાલિકાના ફૂડ સેફ્ટી અધિકારીઓને સ્થળ પર તપાસ કરવા માટે અપીલ કરી છે. તો બીજી તરફ સંચાલકો દ્વારા ખીરૂ બહારથી મગાવવામાં આવતુ હોવાનું સામે આવ્યું હતું.

ઓર્ડર વેજ બર્ગર કર્યો, નીકળ્યો નોનવેજ

મળતી માહિતી અનુસાર, શહેરના ગુલબાઇ ટેકરા પાસે મોકા કાફેમાં યુવતી પરિવાર સાથે જમવા ગઈ હતી. જ્યાં યુવતી વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. બર્ગર આવતા જ યુવતીએ જમવાનું શરૂ કર્યું હતું, પરંતુ શંકાસ્પદ લાગત તેને ચેક કરતા નોનવેજ બર્ગર નીકળ્યો હતો. આ અંગે તેમણે રેસ્ટોરન્ટના મેનેજરને ફરિયાદ કરી હતી. જે બાદ યુવતીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરતાં મેનેજરે પોતાની ભૂલ સ્વીકારી હતી. જોકે, આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા મોકા કાફેમાં પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.