Surat News : બામરોલી વિસ્તારમાં મહારાજ પ્રોસેસિંગ મિલમાં આગ લાગવાથી એકનું મોત

ઓઈલ ટેન્કરમાં આગ લાગતા મચી હતી દોડધામ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક વ્યકિતનુ મોત ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા સુરતના બામરોલી વિસ્તારમાં આવેલ મહારાજ પ્રોસેસિંગ મિલમાં આગ લાગવાની એક વ્યકિતનું ઘટના સ્થળે મોત થયુ હતુ,ટેન્કર ઓઈલથી ભરેલુ હતુ અને તેમાં અચાનક આગ લાગતા બ્લાસ્ટ થયો હતો,ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી,તો ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.રાત્રીના સમયે અચાનક આગ લાગતા ફેકટરીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે હાથધરી તપાસ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી,મહત્વનું છે કે પોલીસે મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ફેકટરીમાં રહેલ અન્ય શ્રમિકોના નિવેદન પણ નોંધ્યા હતા.મૃતક કયાનો વતની છે અને કેટલા સમયથી ફેકટરીમાં કામ કરતો હતો.કોની બેદરકારીથી આ ઘટના બની તે સમગ્ર વાતને લઈ તપાસ હાથધરી છે.હાલ મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે,તો પીએમ કર્યા બાદ પરિવારને મૃતદેહ સોંપાશે. બે દિવસ પહેલા 2ના ઘટનાસ્થળ પર કમકમાટીભર્યા મોત થયા હતાહજીરાની એક કન્ટ્રકશન સાઈટ પર આવી જ એક ઘટના બની હતી જેમાં આ દુર્ઘટનાને પગલે મૂળ પંજાબના ગોગા મહેલ ગામના રહેવાસી 37 વર્ષીય ચરનજીત સિંગ અને 35 વર્ષીય ગુરવિન્દર સિંગ સહિત એક અન્ય કામદારને ગંભીર ઈજા પહોંચી હતી. ધડાકાભેર મશીન 30 મીટર ઉપરથી નીચે પટકાતાં પ્લાન્ટમાં કામ કરી રહેલા અન્ય કર્મચારીઓમાં પણ રીતસરનો ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલા કામદારોએ તાત્કાલિક સારવાર અર્થે ત્રણેય શ્રમિકોને હોસ્પિટલ દાખલ કરાવવા માટેની તજવીજ હાથ ધરી હતી. જોકે, ચરનજીત સિંગ અને ગુરવિન્દર સિંગનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

Surat News : બામરોલી વિસ્તારમાં મહારાજ પ્રોસેસિંગ મિલમાં આગ લાગવાથી એકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઓઈલ ટેન્કરમાં આગ લાગતા મચી હતી દોડધામ
  • આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક વ્યકિતનુ મોત
  • ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા

સુરતના બામરોલી વિસ્તારમાં આવેલ મહારાજ પ્રોસેસિંગ મિલમાં આગ લાગવાની એક વ્યકિતનું ઘટના સ્થળે મોત થયુ હતુ,ટેન્કર ઓઈલથી ભરેલુ હતુ અને તેમાં અચાનક આગ લાગતા બ્લાસ્ટ થયો હતો,ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી,તો ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.રાત્રીના સમયે અચાનક આગ લાગતા ફેકટરીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પોલીસે હાથધરી તપાસ

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી,મહત્વનું છે કે પોલીસે મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ફેકટરીમાં રહેલ અન્ય શ્રમિકોના નિવેદન પણ નોંધ્યા હતા.મૃતક કયાનો વતની છે અને કેટલા સમયથી ફેકટરીમાં કામ કરતો હતો.કોની બેદરકારીથી આ ઘટના બની તે સમગ્ર વાતને લઈ તપાસ હાથધરી છે.હાલ મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે,તો પીએમ કર્યા બાદ પરિવારને મૃતદેહ સોંપાશે.

બે દિવસ પહેલા 2ના ઘટનાસ્થળ પર કમકમાટીભર્યા મોત થયા હતા

હજીરાની એક કન્ટ્રકશન સાઈટ પર આવી જ એક ઘટના બની હતી જેમાં આ દુર્ઘટનાને પગલે મૂળ પંજાબના ગોગા મહેલ ગામના રહેવાસી 37 વર્ષીય ચરનજીત સિંગ અને 35 વર્ષીય ગુરવિન્દર સિંગ સહિત એક અન્ય કામદારને ગંભીર ઈજા પહોંચી હતી. ધડાકાભેર મશીન 30 મીટર ઉપરથી નીચે પટકાતાં પ્લાન્ટમાં કામ કરી રહેલા અન્ય કર્મચારીઓમાં પણ રીતસરનો ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલા કામદારોએ તાત્કાલિક સારવાર અર્થે ત્રણેય શ્રમિકોને હોસ્પિટલ દાખલ કરાવવા માટેની તજવીજ હાથ ધરી હતી. જોકે, ચરનજીત સિંગ અને ગુરવિન્દર સિંગનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.