Surat Airport પર ત્રણ યુવકો દોઢ લાખ ડોલર સાથે ઝડપાયા,એજન્સીઓ લાગી તપાસમાં

દુબઈ જતી ફ્લાઈટમાં જતાં ત્રણ યુવક ઝડપાયા યુવાનો પાસેથી 1.48 લાખ ડોલર કરાયા જપ્ત ત્રણેય યુવકની ધરપકડ કરી હાથધરી કાર્યવાહી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્મગલિંગ કેસ વધ્યા છે ત્યારે CISF અને DRIની તપાસમાં ત્રણ યુવકો દોઢ લાખ ડોલર સાથે ઝડપાયા છે.દુબઈ જતી ફલાઈટમાં ત્રણ યુવકો તપાસ દરમિયાન પકડાયા છે.યુવાનો પાસેથી $ ૧.૪૮ લાખ ડોલર જપ્ત કરાયા છે.સુરક્ષા એજન્સીઓને શંકા છે કે હવાલાનો ખેલ પાડવા કે ગોલ્ડ ખરીદી માટેના આ રૂપિયા હોઈ શકે છે.ગતરાત્રીએ બન્યો બનાવ ગતરાત્રે દુબઇ જતી ફ્લાઇટમાં ચેકિંગમાં સીઆઇએસફ અને ડીઆરઆઇએ 1.48 લાખ ડોલર જપ્ત કર્યા હતા. ત્રણ યુવકો આ રકમ બેગમાં મૂકીને લઈ જઈ રહ્યા હતા ત્યારે ચેકિંગમાં પકડાયા હતા. તમામને મોડીરાત્રે જ બોન્ડ પર મુક્ત કરાયા હતા. છેલ્લાં બે વર્ષમાં ચલણી નોટને લગતો આ આઠમો કેસ છે અત્યાર સુધી 5 કરોડથી વધુની કરન્સી મળી છે. બેગ ચેક કરતા મળ્યા ડોલર સુરત એરપોર્ટ પર હાલ ગોલ્ડ અને ડાયમંડ બાદ જાણે હવાલા રેકેટ પણ ચાલી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. ગુરુવારે ફ્લાઇટના ચેકિંગમાં 30થી 35 વર્ષની વયના 3 યુવકની બેગ ચેક કરાતા પેન્ટના ખિસ્સા, આંતરવસ્ત્રોમાં સંતાડી રાખેલા 1.48 લાખ ડોલર મળ્યા હતા. ડોલરની કિંમત સવા કરોડ રૂપિયાથી વધુ પુછપરછમાં જણાવ્યું હતું કે, તેઓ ધંધાર્થી છે અને ધંધાના વિસ્તરણ માટે દુબઇ જઇ રહ્યા છે. જોકે, આ રેકેટને હવાલા સાથે પણ સરખાવાઇ રહ્યો છે. દુબઇમાં હવાલો પાડવા અથવા તો સુરતનો હવાલો પુરો કરવા આ ડોલર લેવાયા હતા. અહીં એક ચર્ચા એ પણ છેડાઈ છે કે સુરત હવાલાનું સેન્ટર બની રહ્યું છે કે કેમ?7 જૂન 2024ના રોજ એક મહિલા ગોલ્ડ સાથે ઝડપાઈ સુરત એરપોર્ટ પરથી એક મહિલા 41 લાખ રૂપિયાના સોના સાથે ઝડપાઈ છે. કસ્ટમ અને DRI વિભાગે એક મહિલાને શંકાના આધારે ઝડપી હતી. મહિલાની તપાસ કરતા તેના પાસેથી કેપ્સ્યુલમાં સંતાડેલું 500 ગ્રામ ગોલ્ડ મળી આવ્યું હતું.મહિલા બંને કેપ્સ્યૂલ તેમનાં પ્રાઈવેટ પાર્ટમાં સંતાડીને લાવી હતી. આ મહિલા 4 મહિના પહેલા 4 વખત દુબઈ ગઈ હતી.મહિલાની અટકાયત કર્યા બાદ મહિલાને એક્સ રે કરાવવાનું કહેતા મહિલા દ્વારા આનાકાની કરવામાં આવી હતી. જે બાદ તેને જજનાં બંગલે લઈ જવામાં આવી હતી. 

Surat Airport પર ત્રણ યુવકો દોઢ લાખ ડોલર સાથે ઝડપાયા,એજન્સીઓ લાગી તપાસમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દુબઈ જતી ફ્લાઈટમાં જતાં ત્રણ યુવક ઝડપાયા
  • યુવાનો પાસેથી 1.48 લાખ ડોલર કરાયા જપ્ત
  • ત્રણેય યુવકની ધરપકડ કરી હાથધરી કાર્યવાહી

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્મગલિંગ કેસ વધ્યા છે ત્યારે CISF અને DRIની તપાસમાં ત્રણ યુવકો દોઢ લાખ ડોલર સાથે ઝડપાયા છે.દુબઈ જતી ફલાઈટમાં ત્રણ યુવકો તપાસ દરમિયાન પકડાયા છે.યુવાનો પાસેથી $ ૧.૪૮ લાખ ડોલર જપ્ત કરાયા છે.સુરક્ષા એજન્સીઓને શંકા છે કે હવાલાનો ખેલ પાડવા કે ગોલ્ડ ખરીદી માટેના આ રૂપિયા હોઈ શકે છે.

ગતરાત્રીએ બન્યો બનાવ

ગતરાત્રે દુબઇ જતી ફ્લાઇટમાં ચેકિંગમાં સીઆઇએસફ અને ડીઆરઆઇએ 1.48 લાખ ડોલર જપ્ત કર્યા હતા. ત્રણ યુવકો આ રકમ બેગમાં મૂકીને લઈ જઈ રહ્યા હતા ત્યારે ચેકિંગમાં પકડાયા હતા. તમામને મોડીરાત્રે જ બોન્ડ પર મુક્ત કરાયા હતા. છેલ્લાં બે વર્ષમાં ચલણી નોટને લગતો આ આઠમો કેસ છે અત્યાર સુધી 5 કરોડથી વધુની કરન્સી મળી છે.

બેગ ચેક કરતા મળ્યા ડોલર

સુરત એરપોર્ટ પર હાલ ગોલ્ડ અને ડાયમંડ બાદ જાણે હવાલા રેકેટ પણ ચાલી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. ગુરુવારે ફ્લાઇટના ચેકિંગમાં 30થી 35 વર્ષની વયના 3 યુવકની બેગ ચેક કરાતા પેન્ટના ખિસ્સા, આંતરવસ્ત્રોમાં સંતાડી રાખેલા 1.48 લાખ ડોલર મળ્યા હતા.

ડોલરની કિંમત સવા કરોડ રૂપિયાથી વધુ

પુછપરછમાં જણાવ્યું હતું કે, તેઓ ધંધાર્થી છે અને ધંધાના વિસ્તરણ માટે દુબઇ જઇ રહ્યા છે. જોકે, આ રેકેટને હવાલા સાથે પણ સરખાવાઇ રહ્યો છે. દુબઇમાં હવાલો પાડવા અથવા તો સુરતનો હવાલો પુરો કરવા આ ડોલર લેવાયા હતા. અહીં એક ચર્ચા એ પણ છેડાઈ છે કે સુરત હવાલાનું સેન્ટર બની રહ્યું છે કે કેમ?

7 જૂન 2024ના રોજ એક મહિલા ગોલ્ડ સાથે ઝડપાઈ

સુરત એરપોર્ટ પરથી એક મહિલા 41 લાખ રૂપિયાના સોના સાથે ઝડપાઈ છે. કસ્ટમ અને DRI વિભાગે એક મહિલાને શંકાના આધારે ઝડપી હતી. મહિલાની તપાસ કરતા તેના પાસેથી કેપ્સ્યુલમાં સંતાડેલું 500 ગ્રામ ગોલ્ડ મળી આવ્યું હતું.મહિલા બંને કેપ્સ્યૂલ તેમનાં પ્રાઈવેટ પાર્ટમાં સંતાડીને લાવી હતી. આ મહિલા 4 મહિના પહેલા 4 વખત દુબઈ ગઈ હતી.મહિલાની અટકાયત કર્યા બાદ મહિલાને એક્સ રે કરાવવાનું કહેતા મહિલા દ્વારા આનાકાની કરવામાં આવી હતી. જે બાદ તેને જજનાં બંગલે લઈ જવામાં આવી હતી.