Suratમાં ટયુશન કલાસીસમાં અચાનક બેભાન થયા બાદ વિધાર્થીનીનું મોત,પરિવારમાં હૈયાફાટ રૂદન

ટયુશન ક્લાસીસમાં અચાનક બેભાન થયા બાદ મોત પીએમ રીપોર્ટમાં હેમરેજથી મોત થયાનું પ્રાથમિક તારણ ધોરણ 5માં અભ્યાસ કરતી વિધાર્થીનીનું અચાનક મોત સુરતમાં ધોરણ 5 માં અભ્યાસ કરતી ટયુશન કલાસીસમાં અચાનક બેભાન થઈ ઢળી પડતા તેનું મોત થયું છે.બાળકીનું સ્કૂલ અથવા ટ્યુશન જતા સમયે પડી જવાથી માથામાં ઇજા થઈ હોવાનું અનુમાન લગાવાયુ છે.પીએમ રીપોર્ટમાં હેમરેજથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. રીપોર્ટ પરીક્ષણ માટે મોકલાયા મૃતક વિધાર્થી શિશુકુંજ વિધાલયમાં અભ્યાસ કરતી હતી ત્યારે અચાનક ઢળી પડતા મોત થયુ છે.મૃતક બાળકી ધોરણ 5માં અભ્યાસ કરતી હતી,તે તેના પરિવાર સાથે વરિયાવ ગામ ખાતે રહેતી અને તેના પિતા મામલતદાર મતદાન યાદીમાં કામ કરે છે,કિશોરી ટયુશન કલાસીસમાં બેભાન થતા અન્ય વિધાર્થીઓમાં ફફડાટ ફેલાયો હતો.જોકે વધુ સેમ્પલ લઈને રીપોર્ટ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. જાણો હેમરેજ કઈ રીતે થાય છે જ્યારે મગજમાં લોહી પહોંચાડવાં વાળી નસોમાં કોઈક અવરોધ ઊભો થાય અને ત્યારે લોહીનો સંચાર અવરોધિત થાય છે. આ એક લાઈફ સ્ટાઈલને લગતો રોગ છે. તેથી દેશના 85% લોકોને ઈસ્કિમિક બ્રેન સ્ટ્રોક જ આવે છે. જ્યારે હેમોરેજિક બ્રેન સ્ટ્રોક કે બ્રેન હેમરેજ ત્યારે થાય છે જ્યારે મગજમાં લોહી પહોંચાડવાં વાળી નસો ફાટી જાય. દેશનાં લગભગ 15% લોકોને હેમોરેજિક બ્રેન સ્ટ્રોક કે બ્રેન હેમરેજ થાય છે .ઈસ્કિમિક બ્રેન સ્ટ્રોકના કારણો ઈસ્કિમિક બ્રેન સ્ટ્રોકનાં કારણોમાં ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, સ્મોકિંગ, ખાન-પાનની અનિયમિતતા, લિપિડ કોલેસ્ટ્રોલમાં થતાં વધારાનો સમાવેશ થાય છે. તેનાથી રક્તવાહિનીઓ પાતળી થઇ જાય છે અને તેની અંદર ચર્બી જામવાથી તે જામ થઈ જાય છે. જેથી લોહીનો પ્રવાહ આગળ નથી જતો. કેટલાક લોકોમાં, જો હૃદયની સમસ્યા હોય, ખાસ કરીને જો હૃદયની અંદર ધમની ફાઇબરિલેશન હોય, તો હૃદયના લોહીમાં નાના ગઠ્ઠા અથવા ગંઠાવાનું નિર્માણ થાય છે.એક મહિના પહેલા કડીમાં વિધાર્થીનું મોતથોડાક દિવસો પહેલાં જ કડી તાલુકાના કુંડાળ ગામના અને કરણનગર રોડ ઉપર રહેતા યુવકને એકાએક હૃદયરોગનો હુમલો આવતાં તેનું મોત થયું હતું. જ્યાં કડીમાં ફરી એક 18 વર્ષીય વિદ્યાર્થીને હૃદયરોગનો હુમલો આવતાં કરુણ મોત થતાં પરિવારમાં શોક પ્રસરી ગયો હતો. એકના એક પુત્રનું કરુણ મોત થતાં પરિવારમાં આભ ફાટી ગયું હતું. 21 એપ્રિલ 2024ના રોજ એક વિધાર્થીનું મોત રાજકોટમાં હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં વાવડી પાસે મહમદી ગાર્ડનમાં રમતા રમતા 14 વર્ષિય કિશોર રેનિશ નાકાણીનું મોત થયું હતુ.

Suratમાં ટયુશન કલાસીસમાં અચાનક બેભાન થયા બાદ વિધાર્થીનીનું મોત,પરિવારમાં હૈયાફાટ રૂદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટયુશન ક્લાસીસમાં અચાનક બેભાન થયા બાદ મોત
  • પીએમ રીપોર્ટમાં હેમરેજથી મોત થયાનું પ્રાથમિક તારણ
  • ધોરણ 5માં અભ્યાસ કરતી વિધાર્થીનીનું અચાનક મોત

સુરતમાં ધોરણ 5 માં અભ્યાસ કરતી ટયુશન કલાસીસમાં અચાનક બેભાન થઈ ઢળી પડતા તેનું મોત થયું છે.બાળકીનું સ્કૂલ અથવા ટ્યુશન જતા સમયે પડી જવાથી માથામાં ઇજા થઈ હોવાનું અનુમાન લગાવાયુ છે.પીએમ રીપોર્ટમાં હેમરેજથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

રીપોર્ટ પરીક્ષણ માટે મોકલાયા

મૃતક વિધાર્થી શિશુકુંજ વિધાલયમાં અભ્યાસ કરતી હતી ત્યારે અચાનક ઢળી પડતા મોત થયુ છે.મૃતક બાળકી ધોરણ 5માં અભ્યાસ કરતી હતી,તે તેના પરિવાર સાથે વરિયાવ ગામ ખાતે રહેતી અને તેના પિતા મામલતદાર મતદાન યાદીમાં કામ કરે છે,કિશોરી ટયુશન કલાસીસમાં બેભાન થતા અન્ય વિધાર્થીઓમાં ફફડાટ ફેલાયો હતો.જોકે વધુ સેમ્પલ લઈને રીપોર્ટ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

જાણો હેમરેજ કઈ રીતે થાય છે

જ્યારે મગજમાં લોહી પહોંચાડવાં વાળી નસોમાં કોઈક અવરોધ ઊભો થાય અને ત્યારે લોહીનો સંચાર અવરોધિત થાય છે. આ એક લાઈફ સ્ટાઈલને લગતો રોગ છે. તેથી દેશના 85% લોકોને ઈસ્કિમિક બ્રેન સ્ટ્રોક જ આવે છે. જ્યારે હેમોરેજિક બ્રેન સ્ટ્રોક કે બ્રેન હેમરેજ ત્યારે થાય છે જ્યારે મગજમાં લોહી પહોંચાડવાં વાળી નસો ફાટી જાય. દેશનાં લગભગ 15% લોકોને હેમોરેજિક બ્રેન સ્ટ્રોક કે બ્રેન હેમરેજ થાય છે .

ઈસ્કિમિક બ્રેન સ્ટ્રોકના કારણો 

ઈસ્કિમિક બ્રેન સ્ટ્રોકનાં કારણોમાં ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, સ્મોકિંગ, ખાન-પાનની અનિયમિતતા, લિપિડ કોલેસ્ટ્રોલમાં થતાં વધારાનો સમાવેશ થાય છે. તેનાથી રક્તવાહિનીઓ પાતળી થઇ જાય છે અને તેની અંદર ચર્બી જામવાથી તે જામ થઈ જાય છે. જેથી લોહીનો પ્રવાહ આગળ નથી જતો. કેટલાક લોકોમાં, જો હૃદયની સમસ્યા હોય, ખાસ કરીને જો હૃદયની અંદર ધમની ફાઇબરિલેશન હોય, તો હૃદયના લોહીમાં નાના ગઠ્ઠા અથવા ગંઠાવાનું નિર્માણ થાય છે.

એક મહિના પહેલા કડીમાં વિધાર્થીનું મોત

થોડાક દિવસો પહેલાં જ કડી તાલુકાના કુંડાળ ગામના અને કરણનગર રોડ ઉપર રહેતા યુવકને એકાએક હૃદયરોગનો હુમલો આવતાં તેનું મોત થયું હતું. જ્યાં કડીમાં ફરી એક 18 વર્ષીય વિદ્યાર્થીને હૃદયરોગનો હુમલો આવતાં કરુણ મોત થતાં પરિવારમાં શોક પ્રસરી ગયો હતો. એકના એક પુત્રનું કરુણ મોત થતાં પરિવારમાં આભ ફાટી ગયું હતું.

21 એપ્રિલ 2024ના રોજ એક વિધાર્થીનું મોત

રાજકોટમાં હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં વાવડી પાસે મહમદી ગાર્ડનમાં રમતા રમતા 14 વર્ષિય કિશોર રેનિશ નાકાણીનું મોત થયું હતુ.