Ahmedabadની પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ મળવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ડેટા મેળવી તપાસ કરી

શાહીબાગ પોસ્ટ ઓફિસ ખાતેથી મળી આવેલ ગાંજાનો મામલો ક્રાઇમ બ્રાન્ચે સુરત અને અમદાવાદના ડેટા ભેગા કરી કરી તપાસ શરૂ કરી થાઇલેન્ડ, યુએસ અને કેનેડાથી મોકલેલ પાર્સલ કંપનીને તપાસ અંગે મોકલ્યા લેટર શાહીબાગની પોસ્ટ ઓફિસમાંથી એક પાર્સલમાં ડ્રગ્સ આવ્યું હતુ જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે તે પાર્સલની તપાસ કરી હતી.આ કેસમાં વધુ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી છે.આ કેસમાં વધુ તપાસને લઈ ફોરેન એજન્સીનો પણ સંપર્ક કર્યો હતો,વર્ચ્યુઅલ નંબરની ટેકનિકલ સર્વેલાન્સના આધારે તપાસ શરૂ કરી છે.પોસ્ટ ઓફિસ ખાતે 3 દેશોમાંથી આવતા પાર્સલ અંગે માહિતી મંગાવી છે. બે એજન્સીનું સંયુકત ઓપરેશન હતુ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે ગઈકાલે એક સંયુકત ઓપરેશન પાર પાડયુ હતુ,જેમાં પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી કરોડો રૂપિયાનુ ડ્રગ્સ ઝડપી બે વ્યકિતઓની અટકાયત કરી હતી,રમકડા સહિતની વસ્તુઓની આડમાં આ ડ્રગ્સ મોકલવામાં આવ્યું હતુ.હાઈબ્રીડ ગાંજાની ફોરેઈન સર્વિસની હેરાફેરીના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મુદ્દામાલ કરાયો જપ્ત રમકડા, ચોકલેટ, વિટામીન પાઉડરના પેકેટમાં ડ્રગ્સની હેરાફેરી થતી હતી. શાહીબાગની ઓફિસમાં 14 પાર્સલની તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. USA, કેનેડાથી આવેલા પાર્સલમાંથી 1.25 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પાર્સલમાંથી 3.54 કિલો ઈમ્પોર્ટેડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથધરી હતી. સરપ્રાઈઝ ચેકિંગ હાથધરાયું અમદાવાદમાં એમ ડી ડ્રગ્સ સૌથી વધારે વપરાશ થાય છે. જેથી તેની સપ્લાય ચેઇનમાં ૩૦૦થી વધુ નાના-મોટા પેડલર્સનું નેટવર્ક ચાલે છે. જેના દ્વારા પ્રતિદિન લાખો-કરોડો રૂપિયાનું ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. ડ્રગ્સના આ નેટવર્કને તોડવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં શહેરમાં ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલા 66 જેટલા આરોપીઓનુ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

Ahmedabadની પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ મળવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ડેટા મેળવી તપાસ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શાહીબાગ પોસ્ટ ઓફિસ ખાતેથી મળી આવેલ ગાંજાનો મામલો
  • ક્રાઇમ બ્રાન્ચે સુરત અને અમદાવાદના ડેટા ભેગા કરી કરી તપાસ શરૂ કરી
  • થાઇલેન્ડ, યુએસ અને કેનેડાથી મોકલેલ પાર્સલ કંપનીને તપાસ અંગે મોકલ્યા લેટર

શાહીબાગની પોસ્ટ ઓફિસમાંથી એક પાર્સલમાં ડ્રગ્સ આવ્યું હતુ જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે તે પાર્સલની તપાસ કરી હતી.આ કેસમાં વધુ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી છે.આ કેસમાં વધુ તપાસને લઈ ફોરેન એજન્સીનો પણ સંપર્ક કર્યો હતો,વર્ચ્યુઅલ નંબરની ટેકનિકલ સર્વેલાન્સના આધારે તપાસ શરૂ કરી છે.પોસ્ટ ઓફિસ ખાતે 3 દેશોમાંથી આવતા પાર્સલ અંગે માહિતી મંગાવી છે.

બે એજન્સીનું સંયુકત ઓપરેશન હતુ

ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે ગઈકાલે એક સંયુકત ઓપરેશન પાર પાડયુ હતુ,જેમાં પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી કરોડો રૂપિયાનુ ડ્રગ્સ ઝડપી બે વ્યકિતઓની અટકાયત કરી હતી,રમકડા સહિતની વસ્તુઓની આડમાં આ ડ્રગ્સ મોકલવામાં આવ્યું હતુ.હાઈબ્રીડ ગાંજાની ફોરેઈન સર્વિસની હેરાફેરીના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

મુદ્દામાલ કરાયો જપ્ત

રમકડા, ચોકલેટ, વિટામીન પાઉડરના પેકેટમાં ડ્રગ્સની હેરાફેરી થતી હતી. શાહીબાગની ઓફિસમાં 14 પાર્સલની તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. USA, કેનેડાથી આવેલા પાર્સલમાંથી 1.25 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પાર્સલમાંથી 3.54 કિલો ઈમ્પોર્ટેડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથધરી હતી.

સરપ્રાઈઝ ચેકિંગ હાથધરાયું

અમદાવાદમાં એમ ડી ડ્રગ્સ સૌથી વધારે વપરાશ થાય છે. જેથી તેની સપ્લાય ચેઇનમાં ૩૦૦થી વધુ નાના-મોટા પેડલર્સનું નેટવર્ક ચાલે છે. જેના દ્વારા પ્રતિદિન લાખો-કરોડો રૂપિયાનું ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. ડ્રગ્સના આ નેટવર્કને તોડવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં શહેરમાં ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલા 66 જેટલા આરોપીઓનુ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.