Vadodara News : ચોમાસા પૂર્વે જ કોર્પોરેશન શહેરના છ તળાવો કરશે ખાલી

તમામ 6 તળાવ ખાલી કરી ભરાશે શુદ્ધ પાણી ગંદકી અને સ્વચ્છતા માટે લગાવાશે CCTV 192 CCTV કેમેરા લગાવવાનું કામ કર્યું શરૂ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ મુજબ ચોમાસા પૂર્વે વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવી, વરસાદી ગટરોની ચેમ્બરોની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં શહેરમાં જાહેર માર્ગો પરના વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવાની અને ટ્રીમીંગ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. જોકે, આ કામગીરી આમ તો રૂટીન હોય છે પરંતુ, ચોમાસા પૂર્વે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અધિકારીઓએ વિવિધ વિસ્તારની મુલાકાત લીધી વડોદરા શહેરમાં આવેલ વિવિધ વરસાદી વિસ્તારોની અધિકારીઓએ મુલાકાત લીધી હતી. વરસાદી પાણીના નિકાલ માટે વડોદરા શહેરમાં આવેલ ત્રણ મુખ્ય નહેરોમાંથી પાણીનો નિકાલ થતો હોય છે. જેને લઈને ચોમાસામાં વરસાદનું પાણી સરળતાથી નિકળી જાય અને ચોમાસુ શરૂ થતા પહેલા વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતીના ચેરમેન ડૉ. શિતલ મિસ્ત્રી દ્વારા ગાજરાવાડી વિસ્તારમાં આવેલ રૂપારેલ વરસાદી કાસની મુલાકાત લીધી હતી. ચોમાસા પહેલા કામગીરી કરાશે પૂર્ણ પ્રી-મોન્સુન કામગીરીના ભાગરૂપે આજે શહેરના વરસાદી કાસ રૂપારેલ કાસની મુલાકાત લેવામાં આવી છે. આ કાસ વૃંદાવન ચોકડીથી શરૂ થાય છે. અને મહાનગર થઇ જામ્બુઆ નદીમાં મળે છે. ચોમાસામાં વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે આ કાસ સહિત શહેરના મસીયા કાસ, ભોખી કાસની પણ સફાઇ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તે સાથે હાઇ-વે સમાતરકાસની પણ સફાઇ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ડ્રેનેજની કામગીરી પૂર્ણ શહેરમાં ઝોન પ્રમાણે વરસાદી ગટરો, ડ્રેનેજ ચેમ્બરોની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે તેમછતાં ચોમાસા પૂર્વે પ્રી-મોન્સુન કામગીરી પૂર્ણ થઇ જાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. હાલ સમગ્ર શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ પ્રી-મોન્સુન કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

Vadodara News : ચોમાસા પૂર્વે જ કોર્પોરેશન શહેરના છ તળાવો કરશે ખાલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તમામ 6 તળાવ ખાલી કરી ભરાશે શુદ્ધ પાણી
  • ગંદકી અને સ્વચ્છતા માટે લગાવાશે CCTV
  • 192 CCTV કેમેરા લગાવવાનું કામ કર્યું શરૂ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ મુજબ ચોમાસા પૂર્વે વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવી, વરસાદી ગટરોની ચેમ્બરોની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં શહેરમાં જાહેર માર્ગો પરના વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવાની અને ટ્રીમીંગ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. જોકે, આ કામગીરી આમ તો રૂટીન હોય છે પરંતુ, ચોમાસા પૂર્વે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

અધિકારીઓએ વિવિધ વિસ્તારની મુલાકાત લીધી

વડોદરા શહેરમાં આવેલ વિવિધ વરસાદી વિસ્તારોની અધિકારીઓએ મુલાકાત લીધી હતી. વરસાદી પાણીના નિકાલ માટે વડોદરા શહેરમાં આવેલ ત્રણ મુખ્ય નહેરોમાંથી પાણીનો નિકાલ થતો હોય છે. જેને લઈને ચોમાસામાં વરસાદનું પાણી સરળતાથી નિકળી જાય અને ચોમાસુ શરૂ થતા પહેલા વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતીના ચેરમેન ડૉ. શિતલ મિસ્ત્રી દ્વારા ગાજરાવાડી વિસ્તારમાં આવેલ રૂપારેલ વરસાદી કાસની મુલાકાત લીધી હતી.

ચોમાસા પહેલા કામગીરી કરાશે પૂર્ણ

પ્રી-મોન્સુન કામગીરીના ભાગરૂપે આજે શહેરના વરસાદી કાસ રૂપારેલ કાસની મુલાકાત લેવામાં આવી છે. આ કાસ વૃંદાવન ચોકડીથી શરૂ થાય છે. અને મહાનગર થઇ જામ્બુઆ નદીમાં મળે છે. ચોમાસામાં વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે આ કાસ સહિત શહેરના મસીયા કાસ, ભોખી કાસની પણ સફાઇ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તે સાથે હાઇ-વે સમાતરકાસની પણ સફાઇ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ડ્રેનેજની કામગીરી પૂર્ણ

શહેરમાં ઝોન પ્રમાણે વરસાદી ગટરો, ડ્રેનેજ ચેમ્બરોની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે તેમછતાં ચોમાસા પૂર્વે પ્રી-મોન્સુન કામગીરી પૂર્ણ થઇ જાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. હાલ સમગ્ર શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ પ્રી-મોન્સુન કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.