Cyber Crime: સરકારી યોજનાના નામે ઠગવાની ગઠિયાઓની નવી ચાલ

પીએમ કિસાન યોજનાના નામે ગઠિયાઓ કરી જાય છે કાંડ સાયબર ફ્રોડની ઘટનાઓથી કેન્દ્રીય એજન્સીઓ પણ સતર્કPM કિસાનની APK ફાઇલ ઇન્સ્ટોલ કરાવી થાય છે ફ્રોડ અત્યાર સુધી સાયબર ગઠીયાઓ બેંકના અધિકારી બનીને લોકોને લૂંટતા હતા પરંતુ હવે તો સાયબર ગઠીયાઓએ પીએમ કિસાન યોજનાના નામે લોકોને લૂંટી બેંક એકાઉન્ટ ખાલી કરવાનુ શરુ કર્યુ છે. જેને લઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે અમદાવાદ સાયબર ક્રાઈમે પણ પ્રયાસો શરુ કર્યા છે. સાયબર ગઠિયાઓની તમામ તરકીબો હવે જગજાહેર થઈ જતા ગઠિયાઓએ હવે પીએમ કિસાન યોજનાનો લાભ આપવાના બહાને લોકોને છેતરપીંડી કરવાનું શરુ કર્યુ છે જેમાં આવા ગઠિયાઓ દ્વારા શહેરીજનોને એક મેસેજ મોકલવામાં આવે છે જેમાં દરમહિને ખાતામાં ચોક્કસ રકમ જમા થવાની લાલચ આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ લેવા માટે પીએસ કિસાન યોજનાની એપીકે ફાઈલ મોબાઈલમાં ઈનસ્ટોલ કરાવવામાં આવે છે. જેનાથી ફોનના તમામ એક્સેસ ગઠિયાઓ પાસે જતુ રહે છે અને તમારા બેન્ક એકાઉન્ટમાં રહેલા રુપિયા ખાલી થઈ જશે. આવા ફ્રોડની ઘટના ન માત્ર ગુજરાતમાં પણ સમગ્ર દેશભરમાં થઈ રહી હોવાનું કેન્દ્રીય એજન્સીઓને ધ્યાને આવ્યુ છે જેને રોકવા માટેનો ટાસ્ક હવે અલગ અલગ રાજ્યની પોલીસને સોંપવામાં આવી છે. જેના ભાગરૂપે સાયબરક્રાઈમ દ્વારા શહેરીજનોમાં જાગૃતિ લાવવા માટે સોશિયલ મિડિયામાં પોસ્ટ વાઈરલ કરી તેમજ શહેરીજનોના મોબાઈલ ફોનમાં મેસેજ મોકલીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સાયબર ગઠિયાઓ આ ટ્રીકનો ઉપયોગ ખેડૂતોને પોતાનો શિકાર બનાવવા માટે કરતા હોય છે કારણ કે મોટાભાગના ખેડૂતો આ યોજનાના લાભાર્થી છે અને આ યોજનાનો લાભ લેવાથી વંચિત રહેલા ખેડૂતો આવી લોભામણી લાલચોમાં આવીને રુપિયા ગુમાવતા હોય છે. ત્યારે ગુજરાત પોલીસે પણ ગુજરાતના ખેડૂતોને આવી લોભામણી લાલચમાં ન આવે અને સાયબર ફ્રોડ બાબતે જાગૃતિ આવે તેવા પ્રયાસ શરુ કર્યા છે.

Cyber Crime: સરકારી યોજનાના નામે ઠગવાની ગઠિયાઓની નવી ચાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પીએમ કિસાન યોજનાના નામે ગઠિયાઓ કરી જાય છે કાંડ 
  • સાયબર ફ્રોડની ઘટનાઓથી કેન્દ્રીય એજન્સીઓ પણ સતર્ક
  • PM કિસાનની APK ફાઇલ ઇન્સ્ટોલ કરાવી થાય છે ફ્રોડ 

અત્યાર સુધી સાયબર ગઠીયાઓ બેંકના અધિકારી બનીને લોકોને લૂંટતા હતા પરંતુ હવે તો સાયબર ગઠીયાઓએ પીએમ કિસાન યોજનાના નામે લોકોને લૂંટી બેંક એકાઉન્ટ ખાલી કરવાનુ શરુ કર્યુ છે. જેને લઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે અમદાવાદ સાયબર ક્રાઈમે પણ પ્રયાસો શરુ કર્યા છે.

સાયબર ગઠિયાઓની તમામ તરકીબો હવે જગજાહેર થઈ જતા ગઠિયાઓએ હવે પીએમ કિસાન યોજનાનો લાભ આપવાના બહાને લોકોને છેતરપીંડી કરવાનું શરુ કર્યુ છે જેમાં આવા ગઠિયાઓ દ્વારા શહેરીજનોને એક મેસેજ મોકલવામાં આવે છે જેમાં દરમહિને ખાતામાં ચોક્કસ રકમ જમા થવાની લાલચ આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ લેવા માટે પીએસ કિસાન યોજનાની એપીકે ફાઈલ મોબાઈલમાં ઈનસ્ટોલ કરાવવામાં આવે છે. જેનાથી ફોનના તમામ એક્સેસ ગઠિયાઓ પાસે જતુ રહે છે અને તમારા બેન્ક એકાઉન્ટમાં રહેલા રુપિયા ખાલી થઈ જશે. 

આવા ફ્રોડની ઘટના ન માત્ર ગુજરાતમાં પણ સમગ્ર દેશભરમાં થઈ રહી હોવાનું કેન્દ્રીય એજન્સીઓને ધ્યાને આવ્યુ છે જેને રોકવા માટેનો ટાસ્ક હવે અલગ અલગ રાજ્યની પોલીસને સોંપવામાં આવી છે. જેના ભાગરૂપે સાયબરક્રાઈમ દ્વારા શહેરીજનોમાં જાગૃતિ લાવવા માટે સોશિયલ મિડિયામાં પોસ્ટ વાઈરલ કરી તેમજ શહેરીજનોના મોબાઈલ ફોનમાં મેસેજ મોકલીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

સાયબર ગઠિયાઓ આ ટ્રીકનો ઉપયોગ ખેડૂતોને પોતાનો શિકાર બનાવવા માટે કરતા હોય છે કારણ કે મોટાભાગના ખેડૂતો આ યોજનાના લાભાર્થી છે અને આ યોજનાનો લાભ લેવાથી વંચિત રહેલા ખેડૂતો આવી લોભામણી લાલચોમાં આવીને રુપિયા ગુમાવતા હોય છે. ત્યારે ગુજરાત પોલીસે પણ ગુજરાતના ખેડૂતોને આવી લોભામણી લાલચમાં ન આવે અને સાયબર ફ્રોડ બાબતે જાગૃતિ આવે તેવા પ્રયાસ શરુ કર્યા છે.