ગુજરાતથી લઈને રાજસ્થાનમાં નકલી ઘી! ડબ્બા પર શુદ્ધ ઘી અને દેશી ઘી લખીને વેચાણ, શું તેમાં ફર્ક હોય છે?

Duplicate Ghee Packet:  આજકાલ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરાવાના સમાચારો વધુ સાંભળવા મળતા હોય છે. રાજસ્થાન તેમજ ગુજરાતમાં અનેક જગ્યાએથી નકલી ઘી ઝડપાયાના સમાચારો સાંભળતા હોઈએ છીએ. પરંતુ તેમા પ્રશ્ન એ છે કે, નકલી અને અસલી ઘીની ઓળખ કેવી રીતે કરી શકાય. હકીકતમાં જ્યારે તમે બજારમાંથી બોક્સમાં પેકેજ્ડ ઘી ખરીદો છો, ત્યારે ધ્યાન જોશો તો કેટલાક બોક્સ પર દેશી ઘી લખેલું હોય છે, તો કેટલાક બોક્સ પર ગાયનું ઘી, શુદ્ધ ઘી, શુદ્ધ દેશી ઘી, વનસ્પતિ ઘી લખેલું હોય છે. તો આજે  એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આ બધા ઘી વચ્ચે શું તફાવત છે.આ બધા ઘીમાં શું ફરક છે?હકીકતમાં જ્યારે પણ કોઈ કંપની ઘીનું વેચાણ કરે છે, ત્યારે તેણે એગમાર્ક સર્ટિફિકેટ લેવુ પડતુ હોય છે, તે પછી જ કંપનીઓ બજારમાં ઘી વેચી શકે છે. મોટાભાગના લોકો ઘણી વાર લોકો એવુ માનતા હોય છે કે, ઘીનો ડબ્બા પર દેશી ઘી લખેલું હોય છે, તે વધુ સાચું છે. પરંતુ, જે બોક્સ પર માત્ર શુદ્ધ ઘી લખેલું હોય તેમાં વનસ્પતિ ઘી વગેરેની ભેળસેળ હોઈ શકે છે. આ રીતે લોકો દેશી ઘી અને શુદ્ધ વચ્ચેનો તફાવત જોઈ શકે છે.  જોકે, ટેકનીકલ રુપે આવુ નથી હોતું. આ અંગે માર્કેટિંગ અને ઈન્સ્પેક્શન ડિરેક્ટોરેટમાં એગમાર્ક ઓફિસના અધિકારીએ વાત કરતાં જણાવ્યું કે, એગમાર્ક આપવાનો માપદંડ શુદ્ધ ઘી, દેશી ઘી, શુદ્ધ દેશી ઘી પ્રમાણે હોતો નથી. એગમાર્ક મેળવવાનો માપદંડ માત્ર ઘી છે, કંપનીની ઘી બનાવવાની પ્રક્રિયાના આધારે ઘીનો એગમાર્ક આપવામાં આવે છે. જો ડબ્બા પર શુદ્ધ ઘી, દેશી ઘી અથવા શુદ્ધ ઘી લખવાની વાત કરીએ તો ટેકનીકલી તેમા કોઈ ફરક હોતો નથી.તેમણે વધુમાં કહ્યું કે, કંપનીઓ આ માત્ર તેમની માર્કેટિંગ સ્ટ્રેટેજી માટે આ પ્રકારનું લખતા હોય છે.  જો કે, સરકાર તરફથી માત્ર ઘીની કેટેગરીમાં જ એગમાર્ક આપવામાં આવે છે અને તેમની વચ્ચે કોઈ ફરક નથી હોતો.શું ગાયનું ઘી અલગ છે?ઘીના ઘણા ડબ્બા પર ગાયનું ઘી લખેલું હોય છે, અને કંપનીઓ દાવો કરે છે કે આ ઘી ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે. આના પર ટેકનિકલ કારણો વિશે વાત કરીએ તો, ગાયના ઘી માટે આરએમ મૂલ્યના આધારે એગમાર્ક લાઇસન્સ આપવામાં આવે છે. જો કે, સામાન્ય રીતે માત્ર ઘી કેટેગરીમાં જ એગમાર્ક લાઈસન્સ આપવામાં આવે છે.વનસ્પતિ ઘી માટે કોઈ અલગ પ્રક્રિયા છે?જ્યારે, જો વનસ્પતિ ઘી વિશે વાત કરીએ, તો તેને તેલની કેટેગરીમાં ગણવામાં આવે છે. અધિકારીનું કહેવું છે કે, જ્યારે આ તેલ જામી જાય છે, ત્યારે લોકો તેને ઘી માનતા હોય છે. પરંતુ ખરેખર એવું નથી. આ વનસ્પતિ તેલ હોય છે, જેના માટે અલગ વ્યવસ્થા છે, અને તેમને ઘીનું એગમાર્ક લાયસન્સ આપવામાં આવતું નથી. તેને માત્ર ઓઈલ કેટેગરીનું એગમાર્ક આપવામાં આવે છે.બધા ઘી અક સમાન હોય છે આમ, એવું કહી શકાય કે, ટેકનિકલ આધાર પર બજારમાં મળતા દરેક ઘી એકસરખા છે. દરેક કંપનીઓ તેમના માર્કેટિંગ માટે ઘીના પેકેટમાં શુદ્ધ ઘી, દેશી ઘી, શુદ્ધ દેશી, ગામડાનું ઘી વગેરે લખીને વેચતા હોય છે.

ગુજરાતથી લઈને રાજસ્થાનમાં નકલી ઘી! ડબ્બા પર શુદ્ધ ઘી અને દેશી ઘી લખીને વેચાણ, શું તેમાં ફર્ક હોય છે?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Duplicate Ghee Packet:  આજકાલ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરાવાના સમાચારો વધુ સાંભળવા મળતા હોય છે. રાજસ્થાન તેમજ ગુજરાતમાં અનેક જગ્યાએથી નકલી ઘી ઝડપાયાના સમાચારો સાંભળતા હોઈએ છીએ. પરંતુ તેમા પ્રશ્ન એ છે કે, નકલી અને અસલી ઘીની ઓળખ કેવી રીતે કરી શકાય. હકીકતમાં જ્યારે તમે બજારમાંથી બોક્સમાં પેકેજ્ડ ઘી ખરીદો છો, ત્યારે ધ્યાન જોશો તો કેટલાક બોક્સ પર દેશી ઘી લખેલું હોય છે, તો કેટલાક બોક્સ પર ગાયનું ઘી, શુદ્ધ ઘી, શુદ્ધ દેશી ઘી, વનસ્પતિ ઘી લખેલું હોય છે. તો આજે  એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આ બધા ઘી વચ્ચે શું તફાવત છે.

આ બધા ઘીમાં શું ફરક છે?

હકીકતમાં જ્યારે પણ કોઈ કંપની ઘીનું વેચાણ કરે છે, ત્યારે તેણે એગમાર્ક સર્ટિફિકેટ લેવુ પડતુ હોય છે, તે પછી જ કંપનીઓ બજારમાં ઘી વેચી શકે છે. મોટાભાગના લોકો ઘણી વાર લોકો એવુ માનતા હોય છે કે, ઘીનો ડબ્બા પર દેશી ઘી લખેલું હોય છે, તે વધુ સાચું છે. પરંતુ, જે બોક્સ પર માત્ર શુદ્ધ ઘી લખેલું હોય તેમાં વનસ્પતિ ઘી વગેરેની ભેળસેળ હોઈ શકે છે. આ રીતે લોકો દેશી ઘી અને શુદ્ધ વચ્ચેનો તફાવત જોઈ શકે છે.  જોકે, ટેકનીકલ રુપે આવુ નથી હોતું. 

આ અંગે માર્કેટિંગ અને ઈન્સ્પેક્શન ડિરેક્ટોરેટમાં એગમાર્ક ઓફિસના અધિકારીએ વાત કરતાં જણાવ્યું કે, એગમાર્ક આપવાનો માપદંડ શુદ્ધ ઘી, દેશી ઘી, શુદ્ધ દેશી ઘી પ્રમાણે હોતો નથી. એગમાર્ક મેળવવાનો માપદંડ માત્ર ઘી છે, કંપનીની ઘી બનાવવાની પ્રક્રિયાના આધારે ઘીનો એગમાર્ક આપવામાં આવે છે. જો ડબ્બા પર શુદ્ધ ઘી, દેશી ઘી અથવા શુદ્ધ ઘી લખવાની વાત કરીએ તો ટેકનીકલી તેમા કોઈ ફરક હોતો નથી.

તેમણે વધુમાં કહ્યું કે, કંપનીઓ આ માત્ર તેમની માર્કેટિંગ સ્ટ્રેટેજી માટે આ પ્રકારનું લખતા હોય છે.  જો કે, સરકાર તરફથી માત્ર ઘીની કેટેગરીમાં જ એગમાર્ક આપવામાં આવે છે અને તેમની વચ્ચે કોઈ ફરક નથી હોતો.

શું ગાયનું ઘી અલગ છે?

ઘીના ઘણા ડબ્બા પર ગાયનું ઘી લખેલું હોય છે, અને કંપનીઓ દાવો કરે છે કે આ ઘી ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે. આના પર ટેકનિકલ કારણો વિશે વાત કરીએ તો, ગાયના ઘી માટે આરએમ મૂલ્યના આધારે એગમાર્ક લાઇસન્સ આપવામાં આવે છે. જો કે, સામાન્ય રીતે માત્ર ઘી કેટેગરીમાં જ એગમાર્ક લાઈસન્સ આપવામાં આવે છે.

વનસ્પતિ ઘી માટે કોઈ અલગ પ્રક્રિયા છે?

જ્યારે, જો વનસ્પતિ ઘી વિશે વાત કરીએ, તો તેને તેલની કેટેગરીમાં ગણવામાં આવે છે. અધિકારીનું કહેવું છે કે, જ્યારે આ તેલ જામી જાય છે, ત્યારે લોકો તેને ઘી માનતા હોય છે. પરંતુ ખરેખર એવું નથી. આ વનસ્પતિ તેલ હોય છે, જેના માટે અલગ વ્યવસ્થા છે, અને તેમને ઘીનું એગમાર્ક લાયસન્સ આપવામાં આવતું નથી. તેને માત્ર ઓઈલ કેટેગરીનું એગમાર્ક આપવામાં આવે છે.

બધા ઘી અક સમાન હોય છે 

આમ, એવું કહી શકાય કે, ટેકનિકલ આધાર પર બજારમાં મળતા દરેક ઘી એકસરખા છે. દરેક કંપનીઓ તેમના માર્કેટિંગ માટે ઘીના પેકેટમાં શુદ્ધ ઘી, દેશી ઘી, શુદ્ધ દેશી, ગામડાનું ઘી વગેરે લખીને વેચતા હોય છે.