Kheda News: કપડવંજ મોડાસા રોડ પર અકસ્માત, 2 લોકોના મોત

અકસ્માતમાં 2 લોકોના મોત 6 લોકોને ઈજાઆલમપુરા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત પોલીસ અને 108 ની ટીમ પહોંચી ઘટનાસ્થળે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી રોડ એક્સિડન્ટની ઘટનાઓ જાણે કે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આજે ખેડા જિલ્લામાં પણ વધુ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે જેમાં 2 લોકોના મોત થયા છે તો અન્ય 6 લોકો ઘાયલ થવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લામાં કપડવંજ મોડાસા રોડ પર આલમપુરા પાસે એક ઇકો કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સાથેલ જ મોત થયા હતા. જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલ 6 લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાંની સાથે જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  જાણવા મળી રહ્યું છે કે ઇકો કારમાં 12 પેસેન્જર બેઠા હોવાની માહિતી મળી રહી છે. આશરે 10 લોકોને કપડવંજ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો, ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 

Kheda News: કપડવંજ મોડાસા રોડ પર અકસ્માત, 2 લોકોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અકસ્માતમાં 2 લોકોના મોત 6 લોકોને ઈજા
  • આલમપુરા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત
  • પોલીસ અને 108 ની ટીમ પહોંચી ઘટનાસ્થળે

રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી રોડ એક્સિડન્ટની ઘટનાઓ જાણે કે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આજે ખેડા જિલ્લામાં પણ વધુ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે જેમાં 2 લોકોના મોત થયા છે તો અન્ય 6 લોકો ઘાયલ થવાના સમાચાર છે. 

મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લામાં કપડવંજ મોડાસા રોડ પર આલમપુરા પાસે એક ઇકો કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સાથેલ જ મોત થયા હતા. જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલ 6 લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

અકસ્માતની જાણ થતાંની સાથે જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  જાણવા મળી રહ્યું છે કે ઇકો કારમાં 12 પેસેન્જર બેઠા હોવાની માહિતી મળી રહી છે. આશરે 10 લોકોને કપડવંજ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો, ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.