Gujaratમાં અમિત શાહ અને સી.આર પાટીલ બન્ને સૌથી વધુ લીડથી જીત્યા

સાબરકાંઠા સિવાયની બધી સીટ 1-2 લાખની લીડથી જીત્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના મતદારોનો આભાર માન્યો ગુજરાતમાં કોગ્રેસને ફાળે બનાસકાંઠાની એક સીટ આવી ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતાઓ સૌથી સારી લીડ સાથે જીત્યા છે,ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ 6 લાખથી વધુની લીડ તો સી.આર.પાટીલે 7 લાખની લીડ મેળવી હતી,અમિત શાહ અને સી.આર.પાટીલે વર્ષ 2019 લોકસભાની સીટ પર સૌથી વધુ લીડ મેળવવાનુ જારી રાખ્યુ છે. અમિત શાહ 2019માં પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડયા ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી જે બેઠક પરથી સતત ચૂંટાતા હતા એ ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ 2019માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડયા. આ ચૂંટણીમાં તેમણે 8 લાખ 94 હજાર 624 મત મેળવ્યા હતા. તેમણે 5 લાખ 57 હજાર 14 મતની લીડથી જીત મેળવી હતી. તેમને મળેલો વોટ શેર 69.67 ટકા હતો. 1997માં અમિત શાહ પહેલી ચૂંટણી લડયા 1997માં અમિત શાહ સરખેજ વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી લડયા હતા, જેમાં તેમને કુલ 76 હજાર 839 મત મળ્યા હતા. આ પેટાચૂંટણીમાં તેમણે 24 હજાર 482 મતની લીડ મેળવી હતી. એ સમયે અમિત શાહને 56.10 ટકા વોટ શેર મળ્યા હતા. 2012માં અમિત શાહ વિધાનસભાની છેલ્લી ચૂંટણી લડયા નારણપુરા બેઠક અસ્તિત્વમાં આવતાં અમિત શાહે 2012માં આ બેઠક પરથી ચૂંટણી લડી હતી, જેમાં તેમને 1 લાખ 3 હજાર 988 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં તેમણે 69.19 ટકા વોટ શેર સાથે 63 હજાર 335 મતની લીડથી વિજય મેળવ્યો હતો. 2012ની આ ચૂંટણી અમિત શાહની વિધાનસભાની છેલ્લી ચૂંટણી હતી. 2014માં જ્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર બની તે પછી અમિત શાહ રાજ્યસભાના સાંસદ બન્યા હતા. સી.આર.પાટીલની લીડમાં સતત વધારો અમિત શાહ અને સી.આર.પાટીલ જેમ જેમ ચૂંટણી લડતા ગયા એમ એમ તેમની લીડ વધતી ગઇ. પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલ 2009માં પહેલી વખત લોકસભાની ચૂંટણી લડયા હતા. પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી 2009થી સતત ચૂંટાતા રહ્યા છે. 2009થી 2019 સુધીની ચૂંટણીમાં પાટીલની લીડમાં સતત વધારો થતો હતો. નવસારી બેઠકનું 2009થી 2019નું ચિત્ર 2009માં સી.આર.પાટીલને 4 લાખ 23 હજાર 413 મત મળ્યા હતા. તેમણે 55.89 ટકા વોટ શેર સાથે 1 લાખ 32 હજાર 643 મતની લીડ મેળવી હતી. 2014માં પણ તેમણે નવસારી બેઠક પરથી જ ચૂંટણી લડી હતી અને 8 લાખ 20 હજાર 831 મત મેળવ્યા હતા. એ સમયે તેમને 5 લાખ 58 હજાર 116 મતની લીડ મળી હતી અને તેમનો વોટ શેર 70.72 ટકા હતો. 2019ની વાત કરીએ તો તેમણે 9 લાખ 72 હજાર 739 મત મેળવ્યા હતા. પાટીલને 6 લાખ 89 હજાર 668 મતની લીડ મળી હતી. પાટીલને મળેલો વોટ શેર 74.37 ટકા હતો.વર્ષ 2019માં સી.આર.પાટીલને નવસારી લોકસભા સીટ પર 9,72,739 મત મળ્યા હતા,તો લીડ 6,89,668 હતી એટલે વોટ શેરમાં 74.37 ટકાનો વધારો થયો.

Gujaratમાં અમિત શાહ અને સી.આર પાટીલ બન્ને સૌથી વધુ લીડથી જીત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાબરકાંઠા સિવાયની બધી સીટ 1-2 લાખની લીડથી જીત્યા
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના મતદારોનો આભાર માન્યો
  • ગુજરાતમાં કોગ્રેસને ફાળે બનાસકાંઠાની એક સીટ આવી

ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતાઓ સૌથી સારી લીડ સાથે જીત્યા છે,ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ 6 લાખથી વધુની લીડ તો સી.આર.પાટીલે 7 લાખની લીડ મેળવી હતી,અમિત શાહ અને સી.આર.પાટીલે વર્ષ 2019 લોકસભાની સીટ પર સૌથી વધુ લીડ મેળવવાનુ જારી રાખ્યુ છે.

અમિત શાહ 2019માં પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડયા

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી જે બેઠક પરથી સતત ચૂંટાતા હતા એ ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ 2019માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડયા. આ ચૂંટણીમાં તેમણે 8 લાખ 94 હજાર 624 મત મેળવ્યા હતા. તેમણે 5 લાખ 57 હજાર 14 મતની લીડથી જીત મેળવી હતી. તેમને મળેલો વોટ શેર 69.67 ટકા હતો.

1997માં અમિત શાહ પહેલી ચૂંટણી લડયા

1997માં અમિત શાહ સરખેજ વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી લડયા હતા, જેમાં તેમને કુલ 76 હજાર 839 મત મળ્યા હતા. આ પેટાચૂંટણીમાં તેમણે 24 હજાર 482 મતની લીડ મેળવી હતી. એ સમયે અમિત શાહને 56.10 ટકા વોટ શેર મળ્યા હતા.

2012માં અમિત શાહ વિધાનસભાની છેલ્લી ચૂંટણી લડયા

નારણપુરા બેઠક અસ્તિત્વમાં આવતાં અમિત શાહે 2012માં આ બેઠક પરથી ચૂંટણી લડી હતી, જેમાં તેમને 1 લાખ 3 હજાર 988 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં તેમણે 69.19 ટકા વોટ શેર સાથે 63 હજાર 335 મતની લીડથી વિજય મેળવ્યો હતો. 2012ની આ ચૂંટણી અમિત શાહની વિધાનસભાની છેલ્લી ચૂંટણી હતી. 2014માં જ્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર બની તે પછી અમિત શાહ રાજ્યસભાના સાંસદ બન્યા હતા.

સી.આર.પાટીલની લીડમાં સતત વધારો

અમિત શાહ અને સી.આર.પાટીલ જેમ જેમ ચૂંટણી લડતા ગયા એમ એમ તેમની લીડ વધતી ગઇ. પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલ 2009માં પહેલી વખત લોકસભાની ચૂંટણી લડયા હતા. પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી 2009થી સતત ચૂંટાતા રહ્યા છે. 2009થી 2019 સુધીની ચૂંટણીમાં પાટીલની લીડમાં સતત વધારો થતો હતો.

નવસારી બેઠકનું 2009થી 2019નું ચિત્ર

2009માં સી.આર.પાટીલને 4 લાખ 23 હજાર 413 મત મળ્યા હતા. તેમણે 55.89 ટકા વોટ શેર સાથે 1 લાખ 32 હજાર 643 મતની લીડ મેળવી હતી. 2014માં પણ તેમણે નવસારી બેઠક પરથી જ ચૂંટણી લડી હતી અને 8 લાખ 20 હજાર 831 મત મેળવ્યા હતા. એ સમયે તેમને 5 લાખ 58 હજાર 116 મતની લીડ મળી હતી અને તેમનો વોટ શેર 70.72 ટકા હતો. 2019ની વાત કરીએ તો તેમણે 9 લાખ 72 હજાર 739 મત મેળવ્યા હતા. પાટીલને 6 લાખ 89 હજાર 668 મતની લીડ મળી હતી. પાટીલને મળેલો વોટ શેર 74.37 ટકા હતો.વર્ષ 2019માં સી.આર.પાટીલને નવસારી લોકસભા સીટ પર 9,72,739 મત મળ્યા હતા,તો લીડ 6,89,668 હતી એટલે વોટ શેરમાં 74.37 ટકાનો વધારો થયો.