Surat News : રામા પેપર મિલ નજીક દીપડો લટાર મારતો CCTV કેમેરામાં

ઓલપાડ તાલુકાના બરબોધન ગામ ખાતે દેખાયો દીપડો આજુબાજુના ગામોમાં દીપડાને લઈ ગભરાટ ફેલાયો સુરત વન વિભાગે પાંજરા ગોઠવ્યા સુરતના ઓલપાડ ગામે આવેલ રામા પેપર મિલ નજીક દીપડાનો લટાર મારતો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે,બરબોધન ગામે બંધ પેપર મિલ છે તેની આસપાસ દીપડાએ દેખા દીધી હતી,તો વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું છે,આસપાસના સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,દીપડો એક નહી પણ અનેક વખત ગામમાં આવી રાત્રીના સમયે મારણ પણ કરે છે.દીપડો હજીરા તરફ ગયો હોવાની વાત સામે આવી છે. કામરેજના ટીંબા ગામે પણ દેખાયો દીપડો દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના જંગલ વિસ્તારમાં બહોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે.અવાર નવાર દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવી જતા હોય છે.અને પાલતુ પ્રાણીઓનો શિકાર પણ કરતા હોય છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી એક દીપડો શિકારની શોધમાં કામરેજના ટિંબા ગામે આવી પહોચ્યો હતો.દીપડાના આંટાફેરાની ફરિયાદ કામરેજ વન વિભાગને કરાઈ છે.પરંતુ કામરેજ વન વિભાગની ઢીલી કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દીપડો કોઈ મોટું નુકશાન પહોચાડે એ પહેલાં ઝડપથી વન વિભાગની ટીમ દીપડાને પકડી પાડે તેવું હાલ જરૂરી બન્યું છે. ગત 2 મેના રોજ મરઘાના શિકારે આવેલા દીપડાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. પોરબંદરમાં પણ દીપડાની દેહશત બરડા ડુંગરમાં વસવાટ કરતા દિપડા અવાર-નવાર ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી જાય છે અને પશુઓનાં મારણ કરે છે. પોરબંદરના ગોસ(ઘેડ) ગામે મંગળવારે રાત્રીના દિપડો આવી પહોંચ્યો હતો અને ગોસા(ઘેડ)થી થોડે દુર આવેલ નેશનલ હાઈવે રોડ પર આવેલ મમાઈ હોટલેથી પાલતુ ઈગ્લીશ કુતરીનુ મારણ કર્યા બાદ મિજબાની કરી ત્યાથી ગોસા(ઘેડ) ગામે આવી પ્રાથમિક શાળા વિસ્તારમાં ગૌશાળાની સામે દરરોજ રાત્રીના ગાયો અને વાછરડાંઓને ચારો નાખતાં હોય તેથી રાત્રીના ત્યાં બેસતાં હોય છે. ત્યારે ગત મોડી રાત્રીના દિપડો આવીને એક વાછરડીનું મારણ કરતા ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Surat News : રામા પેપર મિલ નજીક દીપડો લટાર મારતો CCTV કેમેરામાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઓલપાડ તાલુકાના બરબોધન ગામ ખાતે દેખાયો દીપડો
  • આજુબાજુના ગામોમાં દીપડાને લઈ ગભરાટ ફેલાયો
  • સુરત વન વિભાગે પાંજરા ગોઠવ્યા

સુરતના ઓલપાડ ગામે આવેલ રામા પેપર મિલ નજીક દીપડાનો લટાર મારતો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે,બરબોધન ગામે બંધ પેપર મિલ છે તેની આસપાસ દીપડાએ દેખા દીધી હતી,તો વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું છે,આસપાસના સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,દીપડો એક નહી પણ અનેક વખત ગામમાં આવી રાત્રીના સમયે મારણ પણ કરે છે.દીપડો હજીરા તરફ ગયો હોવાની વાત સામે આવી છે.

કામરેજના ટીંબા ગામે પણ દેખાયો દીપડો

દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના જંગલ વિસ્તારમાં બહોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે.અવાર નવાર દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવી જતા હોય છે.અને પાલતુ પ્રાણીઓનો શિકાર પણ કરતા હોય છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી એક દીપડો શિકારની શોધમાં કામરેજના ટિંબા ગામે આવી પહોચ્યો હતો.દીપડાના આંટાફેરાની ફરિયાદ કામરેજ વન વિભાગને કરાઈ છે.પરંતુ કામરેજ વન વિભાગની ઢીલી કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દીપડો કોઈ મોટું નુકશાન પહોચાડે એ પહેલાં ઝડપથી વન વિભાગની ટીમ દીપડાને પકડી પાડે તેવું હાલ જરૂરી બન્યું છે. ગત 2 મેના રોજ મરઘાના શિકારે આવેલા દીપડાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.


પોરબંદરમાં પણ દીપડાની દેહશત

બરડા ડુંગરમાં વસવાટ કરતા દિપડા અવાર-નવાર ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી જાય છે અને પશુઓનાં મારણ કરે છે. પોરબંદરના ગોસ(ઘેડ) ગામે મંગળવારે રાત્રીના દિપડો આવી પહોંચ્યો હતો અને ગોસા(ઘેડ)થી થોડે દુર આવેલ નેશનલ હાઈવે રોડ પર આવેલ મમાઈ હોટલેથી પાલતુ ઈગ્લીશ કુતરીનુ મારણ કર્યા બાદ મિજબાની કરી ત્યાથી ગોસા(ઘેડ) ગામે આવી પ્રાથમિક શાળા વિસ્તારમાં ગૌશાળાની સામે દરરોજ રાત્રીના ગાયો અને વાછરડાંઓને ચારો નાખતાં હોય તેથી રાત્રીના ત્યાં બેસતાં હોય છે. ત્યારે ગત મોડી રાત્રીના દિપડો આવીને એક વાછરડીનું મારણ કરતા ભયનો માહોલ જોવા મળ્યો હતો.