Gandhinagar News : સાંસદ બનતા ગેનીબેન ઠાકોર MLA પદથી આપશે રાજીનામું

ગેનીબેનના રાજીનામાંથી વાવની બેઠક થશે ખાલી રાજીનામું આપવા ગેનીબેન ઠાકોર પહોંચ્યા ગાંધીનગર ગેની બેન ઠાકોરનુ પ્રદેશ કોગ્રેસ કરશે સન્માન બનાસકાંઠાના સાંસદ બનતા ગેનીબેન ઠાકોર આજે બપોરે 2 કલાકે ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે.ગેનીબેનનાં રાજીનામા બાદ વિધાનસભાનું સંખ્યા બળ ઘટીને 180નું અને કોંગ્રેસનું સંખ્યા બળ ઓછું થઈને 12 સભ્યોનું થશે.બનાસકાંઠાની વાવ બેઠક પરથી કોગ્રેસના ધારાસભ્ય હતા ગેનીબેન ઠાકોર. વિધાનસભાના અધ્યક્ષને આજે રાજીનામું આપશે બનાસકાંઠાથી જીત બાદ ધારાસભ્ય પદેથી ગેનીબેન રાજીનામું આપશે અને સાંસદ તરીકે દિલ્હીમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે,ગેનીબેન સાથે સંદેશ ન્યૂઝની વાતચીતમાં તેમણે કહ્યું કે,પક્ષ નક્કી કરશે કે કોણ ઉત્તરાધિકારી હશે,પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે કે વાવથી કોણ ધારાસભ્ય પદે કોગ્રેસના ઉમેદવાર કોણ હશે. 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 67,1883 મત મળ્યા હતા, અને ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને 64,1477 મત મળ્યા હતા. આ ચૂટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને 30,406 મતોની લીડથી હરાવી દીધા અને પ્રથમવાર બનાસકાંઠા બેઠક પર કબજો કર્યો.ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળ્યો. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા. કોગ્રેસના કાર્યકરમાંથી સાંસદ સુધી પહોંચ્યા ગેનીબેન ઠાકોર કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી અને ઉમેદવાર છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય પણ છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા. 

Gandhinagar News : સાંસદ બનતા ગેનીબેન ઠાકોર MLA પદથી આપશે રાજીનામું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગેનીબેનના રાજીનામાંથી વાવની બેઠક થશે ખાલી
  • રાજીનામું આપવા ગેનીબેન ઠાકોર પહોંચ્યા ગાંધીનગર
  • ગેની બેન ઠાકોરનુ પ્રદેશ કોગ્રેસ કરશે સન્માન

બનાસકાંઠાના સાંસદ બનતા ગેનીબેન ઠાકોર આજે બપોરે 2 કલાકે ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે.ગેનીબેનનાં રાજીનામા બાદ વિધાનસભાનું સંખ્યા બળ ઘટીને 180નું અને કોંગ્રેસનું સંખ્યા બળ ઓછું થઈને 12 સભ્યોનું થશે.બનાસકાંઠાની વાવ બેઠક પરથી કોગ્રેસના ધારાસભ્ય હતા ગેનીબેન ઠાકોર.

વિધાનસભાના અધ્યક્ષને આજે રાજીનામું આપશે

બનાસકાંઠાથી જીત બાદ ધારાસભ્ય પદેથી ગેનીબેન રાજીનામું આપશે અને સાંસદ તરીકે દિલ્હીમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે,ગેનીબેન સાથે સંદેશ ન્યૂઝની વાતચીતમાં તેમણે કહ્યું કે,પક્ષ નક્કી કરશે કે કોણ ઉત્તરાધિકારી હશે,પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે કે વાવથી કોણ ધારાસભ્ય પદે કોગ્રેસના ઉમેદવાર કોણ હશે.

62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા

લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 67,1883 મત મળ્યા હતા, અને ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને 64,1477 મત મળ્યા હતા. આ ચૂટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને 30,406 મતોની લીડથી હરાવી દીધા અને પ્રથમવાર બનાસકાંઠા બેઠક પર કબજો કર્યો.ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળ્યો. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.

કોગ્રેસના કાર્યકરમાંથી સાંસદ સુધી પહોંચ્યા

ગેનીબેન ઠાકોર કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી અને ઉમેદવાર છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય પણ છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા.