Suratની ઉધના પોલીસે દારૂ પીને આંતક મચાવનારનું કાઢયું જાહેરમાં સરઘસ

જે વિસ્તારમાં આતંક મચાવ્યો ત્યાં કાઢ્યું સરઘસ TV પ્રેસ લખેલી કારમાં આવી મચાવ્યો હતો આતંક આરોપીને પાઠ ભણાવવા પોલીસે કાઢ્યું સરઘસ સુરતની ઉધના પોલીસે દારૂ પીને આંતક મચાવનાર આરોપીનું જાહેરમાં સરઘસ કાઢીને પાઠ ભણાવ્યો હતો.ઉધના પોલીસે આરોપીની શાન ઠેકાણે લાવા સરઘસ કાઢ્યું હોવાની વાત સામે આવી છે,જે વિસ્તારમાં આંતક મચાવામાં આવ્યો હતો તે જ વિસ્તારમાં તેને ફેરવામાં આવ્યો હતો.આરોપી જેલમાં બંધ હતો ત્યારે તેના મિત્રએ મદદ નહી કરતા આંતક મચાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે,TV પ્રેસ લખેલી કારમાં આવી કાર પર દારૂ મૂકીને દારૂ પી આંતક મચાવ્યો હતો.બે દિવસ પહેલા મચાવ્યો આંતક ઉધના વિસ્તારમાં બે દિવસ અગાઉ આરોપીએ જાહેરમાં દારૂ પીને આંતક મચાવ્યો હોવાની ઘટના સામે આવી હતી,આરોપીના મિત્રએ તેની મદદ ના કરતા દારૂ પીને ધમાલ મચાવતા લોકોમાં ગભરાવટ જોવા મળી હતી,આરોપીએ આખુ ઉધના માથે લીધુ હતુ તો લોકો ગભરાઈને દૂર થઈ ગયા હતા.અપશબ્દો બોલીને આરોપી મોટે મોટેથી બુમો પાડી રહ્યો હતો,તો પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીની ધરપકડ કરી હતી.આરોપી એક જ રટણ કરી રહ્યો હતો કે તેનો મિત્ર તેને રૂપિયાની મદદ નથી કરી રહ્યો જેના કારણે તેણે દારૂ પીધુ હતું. 29 ફેબ્રુઆરી 2024ના રોજ દારૂની મહેફિલ ઝડપી જન્મદિવસની ઉજવણીમાં કેટલાક શખ્સોએ દારૂ પાર્ટી કરી હતી. જેમાં એક વ્યક્તિ દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે પાંડેસરા પોલીસના ધ્યાને આવ્યો હતો અને પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને 9 લોકોને ધરપકડ કરવામાં આવી હતી. 5 મે 2024ના રોજ નકલી દારૂ બનાવતું કારખાનું ઝડપાયુ સુરત જિલ્લા LCB ટીમે કામરેજ તાલુકાના માંકના ગામની GIDC માં આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કાચના ગોડાઉનમાં રેડ પાડી હતી. જ્યાં ધમધમી રહેલા નકલી વિદેશી દારૂના કારખાના પર રેડ કરી બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલમાં કેમિકલ વાળો દારૂ ભરી વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

Suratની ઉધના પોલીસે દારૂ પીને આંતક મચાવનારનું કાઢયું જાહેરમાં સરઘસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જે વિસ્તારમાં આતંક મચાવ્યો ત્યાં કાઢ્યું સરઘસ
  • TV પ્રેસ લખેલી કારમાં આવી મચાવ્યો હતો આતંક
  • આરોપીને પાઠ ભણાવવા પોલીસે કાઢ્યું સરઘસ

સુરતની ઉધના પોલીસે દારૂ પીને આંતક મચાવનાર આરોપીનું જાહેરમાં સરઘસ કાઢીને પાઠ ભણાવ્યો હતો.ઉધના પોલીસે આરોપીની શાન ઠેકાણે લાવા સરઘસ કાઢ્યું હોવાની વાત સામે આવી છે,જે વિસ્તારમાં આંતક મચાવામાં આવ્યો હતો તે જ વિસ્તારમાં તેને ફેરવામાં આવ્યો હતો.આરોપી જેલમાં બંધ હતો ત્યારે તેના મિત્રએ મદદ નહી કરતા આંતક મચાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે,TV પ્રેસ લખેલી કારમાં આવી કાર પર દારૂ મૂકીને દારૂ પી આંતક મચાવ્યો હતો.

બે દિવસ પહેલા મચાવ્યો આંતક

ઉધના વિસ્તારમાં બે દિવસ અગાઉ આરોપીએ જાહેરમાં દારૂ પીને આંતક મચાવ્યો હોવાની ઘટના સામે આવી હતી,આરોપીના મિત્રએ તેની મદદ ના કરતા દારૂ પીને ધમાલ મચાવતા લોકોમાં ગભરાવટ જોવા મળી હતી,આરોપીએ આખુ ઉધના માથે લીધુ હતુ તો લોકો ગભરાઈને દૂર થઈ ગયા હતા.અપશબ્દો બોલીને આરોપી મોટે મોટેથી બુમો પાડી રહ્યો હતો,તો પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીની ધરપકડ કરી હતી.આરોપી એક જ રટણ કરી રહ્યો હતો કે તેનો મિત્ર તેને રૂપિયાની મદદ નથી કરી રહ્યો જેના કારણે તેણે દારૂ પીધુ હતું.


29 ફેબ્રુઆરી 2024ના રોજ દારૂની મહેફિલ ઝડપી

જન્મદિવસની ઉજવણીમાં કેટલાક શખ્સોએ દારૂ પાર્ટી કરી હતી. જેમાં એક વ્યક્તિ દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે પાંડેસરા પોલીસના ધ્યાને આવ્યો હતો અને પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને 9 લોકોને ધરપકડ કરવામાં આવી હતી.

5 મે 2024ના રોજ નકલી દારૂ બનાવતું કારખાનું ઝડપાયુ

સુરત જિલ્લા LCB ટીમે કામરેજ તાલુકાના માંકના ગામની GIDC માં આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કાચના ગોડાઉનમાં રેડ પાડી હતી. જ્યાં ધમધમી રહેલા નકલી વિદેશી દારૂના કારખાના પર રેડ કરી બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલમાં કેમિકલ વાળો દારૂ ભરી વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.