હોટલના ઓર્ડર ટાસ્કમાં કમિશન લેવામાં મોટા વરાછાના યુવાને રૂ.6.95 લાખ ગુમાવ્યા

- મૂળ ભાવનગરના યુવાનને ટેલીગ્રામ ઉપર મેસેજ કરી 30 હોટલના ઓર્ડરનો ટાસ્ક આપી પૂર્ણ કરતા રૂ.1042 કમિશન આપ્યું હતું - બાદમાં અલગ અલગ ટાસ્ક અને ડીલક્ષ ઓર્ડર જનરેટ કરી તેના પેટે કુલ રૂ.7.50 લાખ જમા કરાવી માત્ર રૂ.55 હજાર વિડ્રો કરવા દઈ બાકીની રકમ નહીં આપી ઠગાઈ કરી સુરત, : સુરતના મોટા વરાછા ખાતે રહેતા અને કડોદરામાં કાપડના કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા મૂળ ભાવનગરના યુવાનને હોટલના ઓર્ડરના ટાસ્કમાં કમિશનની લાલચ આપી ઠગ ટોળકીએ રૂ.6.95 લાખ પડાવ્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં મોટા વરાછા ખાતે રહેતા 31 વર્ષીય રજનીકાંતભાઈ ( નામ બદલ્યું છે ) કડોદરા ખાતે કાપડના કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે.ગત 11 જાન્યુઆરીના રોજ તેમને ટેલીગ્રામ ઉપર વર્ક ફ્રોમ હોમનો મેસેજ આવ્યો હતો.પણ તેમણે તે તરફ કોઈ ધ્યાન આપ્યું નહોતું.બાદમાં તેમણે તેના આધારે વાતચીત કરતા હોટલના ઓર્ડર આપવાના ટાસ્કમાં 30 હોટલના ઓર્ડરનો એક ટાસ્ક પૂર્ણ કરવાથી કમિશન મળશે કહી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.બાદમાં તેમણે એક ટાસ્ક પૂર્ણ કરતા તેમના એકાઉન્ટમાં રૂ.1042 કમિશન જમા થયું હતું.બાદમાં તેમની પાસે અલગ અલગ ટાસ્ક અને ડીલક્ષ ઓર્ડર જનરેટ કરી તેના પેટે કુલ રૂ.7,50,042 જમા કરાવી માત્ર રૂ.55,360 વિડ્રો કરવા દઈ બાકીની રકમ રૂ.6,94,682 વિડ્રો કરવા નહીં દઈ ઠગ ટોળકીએ ઠગાઈ કરતા છેવટે રજનીકાંતભાઈએ ગતરોજ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.વધુ તપાસ પીઆઈ વાય.એસ.ગામીત કરી રહ્યા છે.

હોટલના ઓર્ડર ટાસ્કમાં કમિશન લેવામાં મોટા વરાછાના યુવાને રૂ.6.95 લાખ ગુમાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- મૂળ ભાવનગરના યુવાનને ટેલીગ્રામ ઉપર મેસેજ કરી 30 હોટલના ઓર્ડરનો ટાસ્ક આપી પૂર્ણ કરતા રૂ.1042 કમિશન આપ્યું હતું

- બાદમાં અલગ અલગ ટાસ્ક અને ડીલક્ષ ઓર્ડર જનરેટ કરી તેના પેટે કુલ રૂ.7.50 લાખ જમા કરાવી માત્ર રૂ.55 હજાર વિડ્રો કરવા દઈ બાકીની રકમ નહીં આપી ઠગાઈ કરી

સુરત, : સુરતના મોટા વરાછા ખાતે રહેતા અને કડોદરામાં કાપડના કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા મૂળ ભાવનગરના યુવાનને હોટલના ઓર્ડરના ટાસ્કમાં કમિશનની લાલચ આપી ઠગ ટોળકીએ રૂ.6.95 લાખ પડાવ્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં મોટા વરાછા ખાતે રહેતા 31 વર્ષીય રજનીકાંતભાઈ ( નામ બદલ્યું છે ) કડોદરા ખાતે કાપડના કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે.ગત 11 જાન્યુઆરીના રોજ તેમને ટેલીગ્રામ ઉપર વર્ક ફ્રોમ હોમનો મેસેજ આવ્યો હતો.પણ તેમણે તે તરફ કોઈ ધ્યાન આપ્યું નહોતું.બાદમાં તેમણે તેના આધારે વાતચીત કરતા હોટલના ઓર્ડર આપવાના ટાસ્કમાં 30 હોટલના ઓર્ડરનો એક ટાસ્ક પૂર્ણ કરવાથી કમિશન મળશે કહી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.બાદમાં તેમણે એક ટાસ્ક પૂર્ણ કરતા તેમના એકાઉન્ટમાં રૂ.1042 કમિશન જમા થયું હતું.


બાદમાં તેમની પાસે અલગ અલગ ટાસ્ક અને ડીલક્ષ ઓર્ડર જનરેટ કરી તેના પેટે કુલ રૂ.7,50,042 જમા કરાવી માત્ર રૂ.55,360 વિડ્રો કરવા દઈ બાકીની રકમ રૂ.6,94,682 વિડ્રો કરવા નહીં દઈ ઠગ ટોળકીએ ઠગાઈ કરતા છેવટે રજનીકાંતભાઈએ ગતરોજ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.વધુ તપાસ પીઆઈ વાય.એસ.ગામીત કરી રહ્યા છે.