Gujarat Rain: માવઠાએ સર્જી 'તારાજી', ધરતીપુત્રોને નુકસાન, વીજપોલ-વૃક્ષો ધરાશાયી, અનેક જગ્યાએ બત્તીગુલ

AMCનો પ્રી-મોન્સુન પ્લાન વરસાદી પાણીમાં ધોવાયો પાલિતાણામાં પોલ ધરાશાયી થતા અનેક વિસ્તારમાં લાઈટ બંધ વડોદરામાં ભારે પવનથી વડોદરામાં 50થી વધુ વૃક્ષ ધરાશાયી, તંત્ર એલર્ટ સોમવારની સાંજ ગુજરાત માટે જાણે કે ભરઉનાળે આફત બનીને આવી હતી. આ સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડાની શરૂઆત અને પછી અચાનક વરસાદે જાણે કે સીઝનનું રૂપ જ બદલી દીધું હતું. ક્યાંક કરા સાથે વરસાદ પડ્યો તો ક્યાંક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા. ખેડૂતોને કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન થયું છે. આ સાથે જ કેરીના પાકને પણ નુકસાન થવાના કારણે ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી રહ્યો છે. તો જાણો અમદાવાદ, સુરત, વડોદરા સહિત અન્ય જગ્યાઓએ કેટલું નુકસાન થયું છે તેની વિગતો. સુરતના ઓલપાડમાં વરસાદથી ખેડૂતોને નુકસાન નઘોઇ અને સોદલાખારા ગામે પાક નુકસાની જોવા મળી છે. હથિસા અને મિંઢિ ગામમાં પણ નુકસાન થયું છે. ડાંગરની કાપણી કરેલા ખેડૂતોને નુકસાન થયું છે. અચાનક વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો અને સાથે જ અહીંના ખેડૂતોએ પાક નુકસાનીનો સર્વે કરવા સરકારને રજૂઆત કરી છે. પાલીતાણામાં વીજપોલ સાથે ટેન્કર અથડાયું વીજપોલ સાથે ટેન્કર અથડાતા પોલ ધરાશાયી થયો છે. પોલ ધરાશાયી થતા અનેક વિસ્તારમાં લાઈટ બંધ થઈ અને લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો. PGVCLની ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી. અમદાવાદમાં નજીવા વરસાદે તંત્રની પોલ ખોલી બોપલ વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાયા અને સાથે જ AMCનો પ્રી-મોન્સુન પ્લાન વરસાદી પાણીમાં ધોવાયો. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વડોદરામાં વરસાદને લઈ ફાયર બ્રિગેડનું તંત્ર થયું દોડતું ફાયર બ્રિગેડ કન્ટ્રોલરૂમનો ફોન સતત રણકતો રહ્યો. ભારે પવનથી વડોદરામાં 50થી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે. સયાજીગંજ ટ્રાફિક ACPની ઓફીસ બહાર ઝાડ પડ્યું છે અને સાથે જ વૃક્ષ ધરાશાયી થયાનો લાઈવ વીડિયો વાયરલ થયો હતો. 4 જેટલા સ્થળોએ શોર્ટસર્કિટથી આગ લાગવાના બનાવ બન્યા છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો અને સાથે જ વીજ પુરવઠો ખોરવાતા MGVCLના કર્મીઓ દોડતા થયા હતા. અકોટા વિસ્તારમાં 5 કલાક વીજ પુરવઠો ખોરવાયો અને મોડી રાત્રે અકોટા MGVCLમાં રહીશોએ મોરચો માંડ્યો. જૂનાગઢમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી કાળવા ચોકમાં પવનથી વૃક્ષ ધરાશાયી થયા છે. જેનો લાઇવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. ડભોઈના વસઈ ગામે પાકને નુકસાન ડભોઈના વસઈ ગામે વરસાદથી ડાંગર અને જુવારનો પાક પલળ્યો છે. આ સાથે જ 1500 વીઘામાં જુવારના પાકને નુકસાનની ભીતિ છે. ખેડૂતોને આ વરસાદના કારણે મોટો માર સહન કરવો પડી રહ્યો છે. ભરૂચના જંબુસરમાં ST ડેપોના પતરા ઉડ્યા જંબુસરમાં ભારે પવનના કારણે એસટી ડેપોના પતરા ઉડ્યા. આ પછી એસટી ડેપો કમ્પાઉન્ડમાં પાણી ભરાયું. વલસાડ જિલ્લામાં બીજા દિવસે વરસાદ વલસાડ અને આજુબાજુના વિસ્તારમાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. અહીં મોટા પ્રમાણમાં કેરીના પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. સાવરકુંડલામાં પણ મોટું નુકસાનસાવરકુંડલા પંથકમાં રાત્રે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો જોરદાર પવન ફૂંકાયો અને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ખેડૂતો સરકાર પાસે વળતરની માંગણી પણ કરી રહ્યા છે. હાલ ખેતી પાકમાં જુવાર તલ મગ જેવા પાક ઊભા છે, જુવાર પણ જ્યાં જુઓ ત્યાં ઢળી પડેલી છે અને સાવરકુંડલા પંથકમાં અનેક પ્રજાપતિ કુંભારે કાચી ઇંટો તૈયાર કરેલી હતી જે વરસાદથી તમામ ઈંટો પલળી ગઈ છે. ઇંટો પકવતા કુંભાર પણ આ કાચી ઈંટોને બચાવી શક્યા નહીં અને પારાવાર નુકસાન થયું છે. આ સાથે ખાસ કરીને તલના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. તલનો પાક તૈયાર થઈ ગયો ક્યાંક ઉભડાવો થયા છે તો ક્યાંક પાટણના પાથરાઓ કરવામાં આવ્યા છે. આ તમામ તલનો પાક પલળી ગયો છે. જેથી હવે ખેડૂતોના હાથમાં કંઈ આવશે નહીં. રાત્રે વરસાદ હતો એટલે ખેડૂતોને તલનો પાક બચાવવા માટેનો પણ કોઈ સમય નહોતો રહ્યો.

Gujarat Rain: માવઠાએ સર્જી 'તારાજી', ધરતીપુત્રોને નુકસાન, વીજપોલ-વૃક્ષો ધરાશાયી, અનેક જગ્યાએ બત્તીગુલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • AMCનો પ્રી-મોન્સુન પ્લાન વરસાદી પાણીમાં ધોવાયો
  • પાલિતાણામાં પોલ ધરાશાયી થતા અનેક વિસ્તારમાં લાઈટ બંધ
  • વડોદરામાં ભારે પવનથી વડોદરામાં 50થી વધુ વૃક્ષ ધરાશાયી, તંત્ર એલર્ટ

સોમવારની સાંજ ગુજરાત માટે જાણે કે ભરઉનાળે આફત બનીને આવી હતી. આ સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડાની શરૂઆત અને પછી અચાનક વરસાદે જાણે કે સીઝનનું રૂપ જ બદલી દીધું હતું. ક્યાંક કરા સાથે વરસાદ પડ્યો તો ક્યાંક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા. ખેડૂતોને કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન થયું છે. આ સાથે જ કેરીના પાકને પણ નુકસાન થવાના કારણે ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી રહ્યો છે. તો જાણો અમદાવાદ, સુરત, વડોદરા સહિત અન્ય જગ્યાઓએ કેટલું નુકસાન થયું છે તેની વિગતો.

સુરતના ઓલપાડમાં વરસાદથી ખેડૂતોને નુકસાન

નઘોઇ અને સોદલાખારા ગામે પાક નુકસાની જોવા મળી છે. હથિસા અને મિંઢિ ગામમાં પણ નુકસાન થયું છે. ડાંગરની કાપણી કરેલા ખેડૂતોને નુકસાન થયું છે. અચાનક વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો અને સાથે જ અહીંના ખેડૂતોએ પાક નુકસાનીનો સર્વે કરવા સરકારને રજૂઆત કરી છે.


પાલીતાણામાં વીજપોલ સાથે ટેન્કર અથડાયું

વીજપોલ સાથે ટેન્કર અથડાતા પોલ ધરાશાયી થયો છે. પોલ ધરાશાયી થતા અનેક વિસ્તારમાં લાઈટ બંધ થઈ અને લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો. PGVCLની ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી.

અમદાવાદમાં નજીવા વરસાદે તંત્રની પોલ ખોલી

બોપલ વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાયા અને સાથે જ AMCનો પ્રી-મોન્સુન પ્લાન વરસાદી પાણીમાં ધોવાયો. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


વડોદરામાં વરસાદને લઈ ફાયર બ્રિગેડનું તંત્ર થયું દોડતું

ફાયર બ્રિગેડ કન્ટ્રોલરૂમનો ફોન સતત રણકતો રહ્યો. ભારે પવનથી વડોદરામાં 50થી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે. સયાજીગંજ ટ્રાફિક ACPની ઓફીસ બહાર ઝાડ પડ્યું છે અને સાથે જ વૃક્ષ ધરાશાયી થયાનો લાઈવ વીડિયો વાયરલ થયો હતો. 4 જેટલા સ્થળોએ શોર્ટસર્કિટથી આગ લાગવાના બનાવ બન્યા છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો અને સાથે જ વીજ પુરવઠો ખોરવાતા MGVCLના કર્મીઓ દોડતા થયા હતા. અકોટા વિસ્તારમાં 5 કલાક વીજ પુરવઠો ખોરવાયો અને મોડી રાત્રે અકોટા MGVCLમાં રહીશોએ મોરચો માંડ્યો.

જૂનાગઢમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી

કાળવા ચોકમાં પવનથી વૃક્ષ ધરાશાયી થયા છે. જેનો લાઇવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.

ડભોઈના વસઈ ગામે પાકને નુકસાન

ડભોઈના વસઈ ગામે વરસાદથી ડાંગર અને જુવારનો પાક પલળ્યો છે. આ સાથે જ 1500 વીઘામાં જુવારના પાકને નુકસાનની ભીતિ છે. ખેડૂતોને આ વરસાદના કારણે મોટો માર સહન કરવો પડી રહ્યો છે.

ભરૂચના જંબુસરમાં ST ડેપોના પતરા ઉડ્યા

જંબુસરમાં ભારે પવનના કારણે એસટી ડેપોના પતરા ઉડ્યા. આ પછી એસટી ડેપો કમ્પાઉન્ડમાં પાણી ભરાયું.

વલસાડ જિલ્લામાં બીજા દિવસે વરસાદ

વલસાડ અને આજુબાજુના વિસ્તારમાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. અહીં મોટા પ્રમાણમાં કેરીના પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. 

સાવરકુંડલામાં પણ મોટું નુકસાન

સાવરકુંડલા પંથકમાં રાત્રે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો જોરદાર પવન ફૂંકાયો અને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ખેડૂતો સરકાર પાસે વળતરની માંગણી પણ કરી રહ્યા છે. હાલ ખેતી પાકમાં જુવાર તલ મગ જેવા પાક ઊભા છે, જુવાર પણ જ્યાં જુઓ ત્યાં ઢળી પડેલી છે અને સાવરકુંડલા પંથકમાં અનેક પ્રજાપતિ કુંભારે કાચી ઇંટો તૈયાર કરેલી હતી જે વરસાદથી તમામ ઈંટો પલળી ગઈ છે. ઇંટો પકવતા કુંભાર પણ આ કાચી ઈંટોને બચાવી શક્યા નહીં અને પારાવાર નુકસાન થયું છે. આ સાથે ખાસ કરીને તલના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. તલનો પાક તૈયાર થઈ ગયો ક્યાંક ઉભડાવો થયા છે તો ક્યાંક પાટણના પાથરાઓ કરવામાં આવ્યા છે. આ તમામ તલનો પાક પલળી ગયો છે. જેથી હવે ખેડૂતોના હાથમાં કંઈ આવશે નહીં. રાત્રે વરસાદ હતો એટલે ખેડૂતોને તલનો પાક બચાવવા માટેનો પણ કોઈ સમય નહોતો રહ્યો.