એએમટીએસ બસની બ્રેક ફેઇલ થતા આઠ વાહનોને અડફેટે લેતા નાસભાગ

અમદાવાદ,રવિવારશહેર જોધપુર ચાર રસ્તા પાસે આવેલા સ્ટાર બઝાર નજીક રવિવારે રાતના નવ વાગ્યાના સુમારે  એએમટીએસ બસના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા અને કાર સહિત આઠ જેટલા વાહનોને અડફેટે લેતા નાસભાગ મચી ગઇ હતી. અકસ્માતમાં પાંચ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી.  પ્રાથમિક તપાસમાં બસની બ્રેક ફેઇલ થતા  અકસ્માત સર્જાયો હતો. આ અંગે  એન ડીવીઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.રવિવારે રાતના સાડા નવ વાગે ઇસ્કોન સર્કલ તરફથી એક એએમટીએસની બસ પુરઝડપે આવી હતી અને સિગ્નલ બંધ હોવાથી ધડાકાભેર એકપછી એક આઠ વાહનો સાથે અથડાઇ હતી. જેના કારણે નાસભાગ મચી ગઇ હતી. જો કે થોડે દુર બાદ  બસ ઉભી રહી હતી. જેમાં ત્રણ કાર, બે રીક્ષાઓ અન્ય ટુ વ્હીલરને ભારે નુકશાન થયું હતું. અકસ્માતને પગલે ટ્રાફિકની સ્થિતિ સર્જાય હતી. અકસ્માતમાં  પાંચ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.આ બનાવને પગલે સેટેલાઇટ અને એન ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ સ્થિતિને કાબુમાં લીધી હતી.  આ અગે ડીસીપી ટ્રાફિક નીતા દેસાઇએ જણાવ્યું કે એએમટીએસ બસની બ્રેક ફેઇલ થતા  અકસ્માત થયો હોવાની શક્યતા છે. જો કે આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે સદ્દનસીબે કોઇ જાનહાની ન થઇ નથી.  

એએમટીએસ બસની બ્રેક ફેઇલ થતા આઠ વાહનોને અડફેટે લેતા નાસભાગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

શહેર જોધપુર ચાર રસ્તા પાસે આવેલા સ્ટાર બઝાર નજીક રવિવારે રાતના નવ વાગ્યાના સુમારે  એએમટીએસ બસના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા અને કાર સહિત આઠ જેટલા વાહનોને અડફેટે લેતા નાસભાગ મચી ગઇ હતી. અકસ્માતમાં પાંચ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી


પ્રાથમિક તપાસમાં બસની બ્રેક ફેઇલ થતા  અકસ્માત સર્જાયો હતો. આ અંગે  એન ડીવીઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.રવિવારે રાતના સાડા નવ વાગે ઇસ્કોન સર્કલ તરફથી એક એએમટીએસની બસ પુરઝડપે આવી હતી અને સિગ્નલ બંધ હોવાથી ધડાકાભેર એકપછી એક આઠ વાહનો સાથે અથડાઇ હતી. જેના કારણે નાસભાગ મચી ગઇ હતી. જો કે થોડે દુર બાદ  બસ ઉભી રહી હતી. જેમાં ત્રણ કાર, બે રીક્ષાઓ અન્ય ટુ વ્હીલરને ભારે નુકશાન થયું હતું. અકસ્માતને પગલે ટ્રાફિકની સ્થિતિ સર્જાય હતી. અકસ્માતમાં  પાંચ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

આ બનાવને પગલે સેટેલાઇટ અને એન ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ સ્થિતિને કાબુમાં લીધી હતી.  આ અગે ડીસીપી ટ્રાફિક નીતા દેસાઇએ જણાવ્યું કે એએમટીએસ બસની બ્રેક ફેઇલ થતા  અકસ્માત થયો હોવાની શક્યતા છે. જો કે આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે સદ્દનસીબે કોઇ જાનહાની ન થઇ નથી.