Narendra modi ministry : ગુજરાતમાંથી મંત્રી બનવા જઈ રહેલા મનસુખ વસાવાની રાજકીયકારકિર્દી

ગુજરાતમાંથી 5 સાંસદ કેન્દ્રીયમંત્રી તરીકે લઈ શકે છે શપથ ભરૂચ બેઠક પર સાંસદ મનસુખ વસાવાનો 7 ટર્મથી સાંસદ તરીકે દબદબો મનસુખ વસાવાની રાજકીય કારકિર્દી ભાજપ સાથે વર્ષોથી રહેલી છે નરેન્દ્ર મોદી આજે સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. વહેલી સવારે તેમણે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.ગુજરાતમાંથી મંત્રી તરીકે શપથ લેવા જઈ રહેલા મનસુખ વસાવાની વાત કરીએ તો મનસુખ વસાવા ભરૂચ બેઠક પરથી સાતમી વખત સાંસદ બન્યા છે,આપના ઉમેદવાર ચૈતર વસાવાને ટક્કર મારી તેમણે સારી લીડ મેળવી હતી.તો આ વખતે મનસુખ વસાવા માટે કઠિન સમય હતો,પરંતુ મનસુખ વસાવાના કામની જનતાએ નોંધ લઈ તેમને સારી લીડથી સાંસદ બનાવ્યા છે.મનસુખ વસાવાના આ વખતે પ્રોટેમ સ્પીકર બનાવાય તેવી સંભાવના દેખાઈ રહી છે.ગુજરાતમાંથી ભાજપ અમિત શાહ, એસ.જયશંકર , મનસુખ માંડવિયા, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને નીમુબેન બાંભણિયાને મંત્રી બનાવવામાં આવી શકે છે. હાલ આ પાંચેયને શપથ માટે જાણ કરી દેવામાં આવી છે. આમ ગુજરાતના પાંચ મંત્રીમાંથી એક મહિલા ચહેરો નીમુબેનનું નામ પણ નક્કી છે.​​​​​​​ ભરૂચ બેઠક બહુ ચર્ચામાં ભરૂચ લોકસભા બેઠક ગુજરાતની બહુચર્ચિત બેઠક માનવામાં આવે છે. એક સમયે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલ આ ભરૂચ બેઠકના ચાણક્ય તરીકે ઓળખાતા હતા. પણ ત્યારબાદ આ બેઠક હવે ભાજપનો ગઢ માનવામાં આવે છે. એવું માનવામાં આવતું હતું કે આ બેઠક પર અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અથવા પુત્રી મુમતાઝ પટેલને ટિકિટ આપવામાં આવશે પણ ઈન્ડિયા ગઢબંધનને લઈને આ બેઠક આપને ફાળે ગઈ હતી. છેલ્લા 10 લોકસભા ચૂંટણીથી ભરૂચ ભાજપનો ગઢ આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક પર ચૈતર વસાવાને મેદાને ઉતારવામાં આવ્યા હતા. આપના ઉમેદવાર સામે ભાજપે મનસુખ વસાવાને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને AAPના ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે ઘણા શાબ્દિક યુદ્ધો પણ થયા હતા. જે બાદ હવે આ બેઠક પર ભાજપના પક્ષમાં પરિણામ આવ્યું હતું. છેલ્લી 10 લોકસભા ચૂંટણીમાં ફક્ત ભાજપ જ આ બેઠક જીતતું આવ્યું છે અને આ વખતે પણ ભાજપના જ પક્ષમાં પરિણામ આવ્યું છે. કોંગ્રેસે છેલ્લે વર્ષ 1984માં આ લોકસભા બેઠક જીતી હતી. 1989થી ભરૂચ બેઠક ભાજપ પાસે છે ભરૂચ લોકસભા બેઠક પર સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મુસ્લિમ વોટ છે પરંતુ તેમ છતાં 1989થી આ બેઠક ભાજપ પાસે છે. આ બેઠક પર ભાજપે ફરી સાંસદ મનસુખ વસાવાને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ તેના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. મનસુખ વસાવા આ બેઠક પર સતત છ વખત જીત્યા છે. અને આ વખતે તેમણે 7 મી વખત ભરૂચ બેઠક પરથી જીત મેળવી છે. મનસુખ વસાવાએ 7 મી વાર બાજી મારી ભરૂચ સીટ જીતવા માટે આમ આદમી પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને અરવિંદ કેજરીવાલની પત્નીએ ભરૂચમાં રોડ શો કર્યો હતો. 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાં 69.16 ટકા મતદાન થયું હતું. આમ આદમી પાર્ટીના અતૂટ પ્રયાસો પછી પણ ભાજપના મનસુખ વસાવા 7 મી વાર બાજી મારી ગયા.

Narendra modi ministry : ગુજરાતમાંથી મંત્રી બનવા જઈ રહેલા મનસુખ વસાવાની રાજકીયકારકિર્દી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાંથી 5 સાંસદ કેન્દ્રીયમંત્રી તરીકે લઈ શકે છે શપથ
  • ભરૂચ બેઠક પર સાંસદ મનસુખ વસાવાનો 7 ટર્મથી સાંસદ તરીકે દબદબો
  • મનસુખ વસાવાની રાજકીય કારકિર્દી ભાજપ સાથે વર્ષોથી રહેલી છે

નરેન્દ્ર મોદી આજે સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. વહેલી સવારે તેમણે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.ગુજરાતમાંથી મંત્રી તરીકે શપથ લેવા જઈ રહેલા મનસુખ વસાવાની વાત કરીએ તો મનસુખ વસાવા ભરૂચ બેઠક પરથી સાતમી વખત સાંસદ બન્યા છે,આપના ઉમેદવાર ચૈતર વસાવાને ટક્કર મારી તેમણે સારી લીડ મેળવી હતી.તો આ વખતે મનસુખ વસાવા માટે કઠિન સમય હતો,પરંતુ મનસુખ વસાવાના કામની જનતાએ નોંધ લઈ તેમને સારી લીડથી સાંસદ બનાવ્યા છે.મનસુખ વસાવાના આ વખતે પ્રોટેમ સ્પીકર બનાવાય તેવી સંભાવના દેખાઈ રહી છે.ગુજરાતમાંથી ભાજપ અમિત શાહ, એસ.જયશંકર , મનસુખ માંડવિયા, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને નીમુબેન બાંભણિયાને મંત્રી બનાવવામાં આવી શકે છે. હાલ આ પાંચેયને શપથ માટે જાણ કરી દેવામાં આવી છે. આમ ગુજરાતના પાંચ મંત્રીમાંથી એક મહિલા ચહેરો નીમુબેનનું નામ પણ નક્કી છે.​​​​​​​

ભરૂચ બેઠક બહુ ચર્ચામાં

ભરૂચ લોકસભા બેઠક ગુજરાતની બહુચર્ચિત બેઠક માનવામાં આવે છે. એક સમયે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલ આ ભરૂચ બેઠકના ચાણક્ય તરીકે ઓળખાતા હતા. પણ ત્યારબાદ આ બેઠક હવે ભાજપનો ગઢ માનવામાં આવે છે. એવું માનવામાં આવતું હતું કે આ બેઠક પર અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અથવા પુત્રી મુમતાઝ પટેલને ટિકિટ આપવામાં આવશે પણ ઈન્ડિયા ગઢબંધનને લઈને આ બેઠક આપને ફાળે ગઈ હતી.

છેલ્લા 10 લોકસભા ચૂંટણીથી ભરૂચ ભાજપનો ગઢ

આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક પર ચૈતર વસાવાને મેદાને ઉતારવામાં આવ્યા હતા. આપના ઉમેદવાર સામે ભાજપે મનસુખ વસાવાને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને AAPના ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે ઘણા શાબ્દિક યુદ્ધો પણ થયા હતા. જે બાદ હવે આ બેઠક પર ભાજપના પક્ષમાં પરિણામ આવ્યું હતું. છેલ્લી 10 લોકસભા ચૂંટણીમાં ફક્ત ભાજપ જ આ બેઠક જીતતું આવ્યું છે અને આ વખતે પણ ભાજપના જ પક્ષમાં પરિણામ આવ્યું છે. કોંગ્રેસે છેલ્લે વર્ષ 1984માં આ લોકસભા બેઠક જીતી હતી.

1989થી ભરૂચ બેઠક ભાજપ પાસે છે

ભરૂચ લોકસભા બેઠક પર સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મુસ્લિમ વોટ છે પરંતુ તેમ છતાં 1989થી આ બેઠક ભાજપ પાસે છે. આ બેઠક પર ભાજપે ફરી સાંસદ મનસુખ વસાવાને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ તેના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. મનસુખ વસાવા આ બેઠક પર સતત છ વખત જીત્યા છે. અને આ વખતે તેમણે 7 મી વખત ભરૂચ બેઠક પરથી જીત મેળવી છે.

મનસુખ વસાવાએ 7 મી વાર બાજી મારી

ભરૂચ સીટ જીતવા માટે આમ આદમી પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને અરવિંદ કેજરીવાલની પત્નીએ ભરૂચમાં રોડ શો કર્યો હતો. 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાં 69.16 ટકા મતદાન થયું હતું. આમ આદમી પાર્ટીના અતૂટ પ્રયાસો પછી પણ ભાજપના મનસુખ વસાવા 7 મી વાર બાજી મારી ગયા.