Surendranahar: યાત્રાધામ ચોટીલામાં 1 ઈંચ વરસાદ, અન્યત્ર વરસાદી ઝાપટાં

ચૂડા, પાટડી, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, સાયલામાં વરસાદી ઝાપટાં વરસ્યાં,સુરેન્દ્રનગર શહેરમાં ઝરમર આવેલો વરસાદ સરકારી ચોપડે ન નોંધાયો વઢવાણ શહેરમાં પણ દિવસમાં 2-3 વખત ફરફર વરસાદ પડયો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા દરરોજ હેત વરસાવી રહ્યા છે. જોકે, અન્ય જિલ્લાઓની જેમ હજુ મુશળધાર વરસાદ વરસતો નથી. પરંતુ સામાન્ય ઝાપટા સ્વરૂપે અને કયાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ચોટીલા પંથકમાં 1 ઈંચ નોંધાયો છે. જયારે અન્ય તાલુકાઓ ચુડા, પાટડી, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, સાયલામાં વરસાદી ઝાપટા પડયા હતા. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં પણ દિવસમાં 2-3 વખત ફરફર વરસાદ પડયો હતો. જોકે, આ વરસાદ ફલડ કચેરીના ચોપડે નોંધાયો ન હતો. સમગ્ર રાજયની સાથે ઝાલાવાડમાં પણ હવામાન વિભાગની સતત વરસાદની આગાહી રહે છે. ઝાલાવાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યકત કરાઈ છે. ત્યારે આગાહી મુજબ જ ઝાલાવાડમાં હળવાથી મધ્યમ માત્રામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ યાત્રાધામ એવા ચોટીલા પંથકમાં વરસ્યો છે. ચોટીલામાં 24 મીમી એટલે કે, 1 ઈંચ આસપાસ વરસાદ નોંધાયો છે. વરસાદને લીધે ચોટીલા ડુંગર નયનરમ્ય નજરે પડતો હતો. જયારે અન્ય તાલુકાઓમાં પાટડીમાં 9, ચુડામાં 6, ધ્રાંગધ્રા-લખતરમાં 4 મીમી, લીંબડીમાં ર અને સાયલામાં ર મીમી વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે. વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં પણ સર્જાયુ હતુ. દિવસ દરમીયાન 2-3 વખત ફર-ફર વરસાદ પણ વરસ્યો હતો. જે વાતાવરણમાં ઠંડક ફેલાવી ગયો હતો. જોકે, આ વરસાદ ફલડ કચેરીના ચોપડે નોંધાયો ન હતો. ત્યારે આજે તા. 02ના રોજ પણ જિલ્લામાં વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. વરસાદના લીધે વીજ કંપનીના કર્મચારીઓ પણ સતત રીપેરીંગના કામમાં વ્યસ્ત રહે છે. જેમાં ધ્રાંગધ્રા પંથકમાં વરસાદી વાતાવરણ વચ્ચે પણ વીજપોલ પર ચડી રીપેરીંગ કરતા કર્મચારીઓ નજરે પડયા હતા. ચૂડા તાલુકામાં સીઝનનો 30 ટકા વરસાદ વરસી ગયો સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસામાં એવરેજ 598 મીમી વરસાદ વરસે છે. ત્યારે અત્યાર સુધીમાં 71 મીમી એટલે કે, 12 ટકા વરસાદ જિલ્લામાં વરસ્યો છે. જયારે તાલુકાઓ પણ નજર કરીએ તો મેઘરાજા ચુડા તાલુકા પર મહેરબાન હોય તેમ સીઝનનો અત્યાર સુધીનો 30 ટકા વરસાદ વરસાવી ચુકયા છે. જયારે વઢવાણ, ચોટીલા અને સાયલા તાલુકામાં પણ 10 ટકાથી વધુ સીઝનનો વરસાદ વરસી ચુકયો છે. વસ્તડીમાં દુર્ઘટના ઘટતા રહી ગઈ વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ભોગાવા નદી પરનો પુલ છ માસ પહેલા તુટી ગયો હતો. હાલ આ ભોગાવા નદીમાં ડાયવર્ઝન બનાવાયુ છે. પરંતુ ચોમાસામાં પાણી આવતા ડાયવર્ઝન પર ડમ્પરો દ્વારા કપચી નખાઈ હતી. ત્યારે જ સુરેન્દ્રનગર-ચુડા-સુરેન્દ્રનગર રૂટ પર દોડતી એક ખાનગી મીની બસ પાણીમાં ફસાઈ હતી. 10 થી 12 ફુટ ઉંડા પાણીમાં પડુ પડુ થતી બસમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ કરાયો હતો.

Surendranahar: યાત્રાધામ ચોટીલામાં 1 ઈંચ વરસાદ, અન્યત્ર વરસાદી ઝાપટાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચૂડા, પાટડી, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, સાયલામાં વરસાદી ઝાપટાં વરસ્યાં,
  • સુરેન્દ્રનગર શહેરમાં ઝરમર આવેલો વરસાદ સરકારી ચોપડે ન નોંધાયો
  • વઢવાણ શહેરમાં પણ દિવસમાં 2-3 વખત ફરફર વરસાદ પડયો હતો

સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા દરરોજ હેત વરસાવી રહ્યા છે. જોકે, અન્ય જિલ્લાઓની જેમ હજુ મુશળધાર વરસાદ વરસતો નથી.

પરંતુ સામાન્ય ઝાપટા સ્વરૂપે અને કયાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ચોટીલા પંથકમાં 1 ઈંચ નોંધાયો છે. જયારે અન્ય તાલુકાઓ ચુડા, પાટડી, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, સાયલામાં વરસાદી ઝાપટા પડયા હતા. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં પણ દિવસમાં 2-3 વખત ફરફર વરસાદ પડયો હતો. જોકે, આ વરસાદ ફલડ કચેરીના ચોપડે નોંધાયો ન હતો.

સમગ્ર રાજયની સાથે ઝાલાવાડમાં પણ હવામાન વિભાગની સતત વરસાદની આગાહી રહે છે. ઝાલાવાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યકત કરાઈ છે. ત્યારે આગાહી મુજબ જ ઝાલાવાડમાં હળવાથી મધ્યમ માત્રામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ યાત્રાધામ એવા ચોટીલા પંથકમાં વરસ્યો છે. ચોટીલામાં 24 મીમી એટલે કે, 1 ઈંચ આસપાસ વરસાદ નોંધાયો છે. વરસાદને લીધે ચોટીલા ડુંગર નયનરમ્ય નજરે પડતો હતો. જયારે અન્ય તાલુકાઓમાં પાટડીમાં 9, ચુડામાં 6, ધ્રાંગધ્રા-લખતરમાં 4 મીમી, લીંબડીમાં ર અને સાયલામાં ર મીમી વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે. વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં પણ સર્જાયુ હતુ. દિવસ દરમીયાન 2-3 વખત ફર-ફર વરસાદ પણ વરસ્યો હતો. જે વાતાવરણમાં ઠંડક ફેલાવી ગયો હતો. જોકે, આ વરસાદ ફલડ કચેરીના ચોપડે નોંધાયો ન હતો. ત્યારે આજે તા. 02ના રોજ પણ જિલ્લામાં વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. વરસાદના લીધે વીજ કંપનીના કર્મચારીઓ પણ સતત રીપેરીંગના કામમાં વ્યસ્ત રહે છે. જેમાં ધ્રાંગધ્રા પંથકમાં વરસાદી વાતાવરણ વચ્ચે પણ વીજપોલ પર ચડી રીપેરીંગ કરતા કર્મચારીઓ નજરે પડયા હતા.

ચૂડા તાલુકામાં સીઝનનો 30 ટકા વરસાદ વરસી ગયો

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસામાં એવરેજ 598 મીમી વરસાદ વરસે છે. ત્યારે અત્યાર સુધીમાં 71 મીમી એટલે કે, 12 ટકા વરસાદ જિલ્લામાં વરસ્યો છે. જયારે તાલુકાઓ પણ નજર કરીએ તો મેઘરાજા ચુડા તાલુકા પર મહેરબાન હોય તેમ સીઝનનો અત્યાર સુધીનો 30 ટકા વરસાદ વરસાવી ચુકયા છે. જયારે વઢવાણ, ચોટીલા અને સાયલા તાલુકામાં પણ 10 ટકાથી વધુ સીઝનનો વરસાદ વરસી ચુકયો છે.

વસ્તડીમાં દુર્ઘટના ઘટતા રહી ગઈ

વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ભોગાવા નદી પરનો પુલ છ માસ પહેલા તુટી ગયો હતો. હાલ આ ભોગાવા નદીમાં ડાયવર્ઝન બનાવાયુ છે. પરંતુ ચોમાસામાં પાણી આવતા ડાયવર્ઝન પર ડમ્પરો દ્વારા કપચી નખાઈ હતી. ત્યારે જ સુરેન્દ્રનગર-ચુડા-સુરેન્દ્રનગર રૂટ પર દોડતી એક ખાનગી મીની બસ પાણીમાં ફસાઈ હતી. 10 થી 12 ફુટ ઉંડા પાણીમાં પડુ પડુ થતી બસમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ કરાયો હતો.