Vadodara: બ્લેક ટ્રેપ લીઝો તંત્રદ્વારા બંધ કરાતા ડેસરના કવૉરી ઉદ્યોગને આર્થિક ફટકો

એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ ન હોવાને કારણે 22 લીઝ બંધ કરાઇવડોદરા કલેક્ટરને રજૂઆત છતાં પરિણામ ન આવતા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું કમિશનર ઓફ્સિ જીયોલોજિસ્ટ વિભાગ ગાંધીનગર ખાતે રજૂઆત કરતા કવોરી સંચાલકોનું પ્રતિનિધિ મંડળ ડેસર તાલુકાના ઉદલપુર વરસડા જાંબુગોરલ સહિત વિસ્તારમાં મોટામાં મોટો કવોરી ઉદ્યોગ આવેલો છે. તંત્ર દ્વારા કવોરી ઉદ્યોગમાં વપરાતા કાળા પથ્થરની લીજો બંધ કરાતા કવોરી સંચાલકોને આર્થિક ફ્ટકો પડયો છે.  બ્લેક ટ્રેપની લીજોના એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફ્કિેટ ન હોવાના કારણે પથ્થર કાઢવા માટેની ખાણો બંધ કરી દેવાતા સંચાલકો મુસીબતમાં મુકાયા છે. ઉદલપુર અને આજુબાજુના વિસ્તારમાં કાળો પથ્થર મોટાભાગે નજીકની નદીઓમાંથી મળી રહે છે. અને રાજ્ય સરકાર દ્વારા કાયદેસરની લીજો આપવામાં આવેલ છે. પરંતુ રાજ્ય સરકારના નવા નિયમો મુજબ ખાણ કામ કરવા માટે પર્યાવરણની મંજૂરી (એન્વાયરમેન્ટ સર્ટી) મેળવવું ફરજિયાત કરાયું છે. લીઝ ગ્રાહકોએ સમયસર અરજીઓ પણ કરી હતી. પરંતુ કોઈ કારણોસર બ્લેક ટ્રેપ લીઝોના ઇસી આજ સુધી મળ્યા નથી. જિઓલોજિસ્ટ દ્વારા ગત તા 12મી જૂને એકાએક લીઝોના ATR બંધ કરાતા ઉદલપુરની કુલ 22 જેટલી લીઝો બંધ થઈ ગઈ હતી. 22 લીઝો બંધ થતા કવોરી ઉદ્યોગમાં સન્નાટો છવાયો હતો. ઇન્ફસ્ટ્રક્ચરના કામોમાં મોટાપાએ નુકસાન થઈ રહ્યું છે. ગ્રાહકો દ્વારા ઉકત બાબતે વડોદરા ખાતે કલેકટરને લેખિતમા તા 14મી જુને અરજી આપી રજૂઆત કરી હતી. અગાઉ તા 4 માર્ચના રોજ કલેક્ટરને લેખિત અરજી કરાતા તેઓએ એક વર્ષ માટે મુદત વધારી આપવાની બાંહેધરી પણ આપી હતી. પરંતુ કોઈ સ્પષ્ટ નિકાલ ન આવતા આજે તા 18મી જુને મધ્ય ગુજરાત કવોરી એસોસિયનનું એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવા પહોંચ્યા હતા. ઉદલપુર વિસ્તારની 22 લીઝ સહિત વડોદરા જિલ્લામાં 82 લીઝના ATR લૉક ડેસરના ઉદલપુર વિસ્તારની 22 લીઝો સહિત વડોદરા જિલ્લામાં કુલ 82 લીઝોના ATR લોક કરેલ છે. 13-9-18 પછી DEIAA દ્વારા આપેલ ECવાળી લીઝોના ATR બંધ કરવા માટે નોટિસો આપવામાં આવી છે. લીઝો બંધ કરવાથી એક લીઝ દિઠ 100વધુ લોકોની રોજગારી છીનવાઈ ગયેલ છે. ઉપરાંત લીઝ ગ્રાહકે ખૂબ જ મોટા પ્રમાણમાં રોકાણ કરેલ હોવાથી મોટું આર્થિક નુકસાન થશે. વધુમાં રાજ્ય સરકારની આવક રોયલ્ટી, જીએસટી, પર પણ મોટો ફ્ટકો પડશે જ્યારે ગુજરાતમાં રોકેટની ગતિએ ચાલતા ઇનફસ્ટ્રક્ચરના કામો પર મોટી અસર થશે અને પ્રગતિ ઉપર છે. તે કામો બંધ થઈ જશે જેવી રજૂઆતો સાથેનુ આવેદન પત્ર મુખ્યમંત્રીને આજે રૂબરૂ ગાંધીનગર જઈને અપાયું હતું.

Vadodara: બ્લેક ટ્રેપ લીઝો તંત્રદ્વારા બંધ કરાતા ડેસરના કવૉરી ઉદ્યોગને આર્થિક ફટકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ ન હોવાને કારણે 22 લીઝ બંધ કરાઇ
  • વડોદરા કલેક્ટરને રજૂઆત છતાં પરિણામ ન આવતા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું
  • કમિશનર ઓફ્સિ જીયોલોજિસ્ટ વિભાગ ગાંધીનગર ખાતે રજૂઆત કરતા કવોરી સંચાલકોનું પ્રતિનિધિ મંડળ

ડેસર તાલુકાના ઉદલપુર વરસડા જાંબુગોરલ સહિત વિસ્તારમાં મોટામાં મોટો કવોરી ઉદ્યોગ આવેલો છે. તંત્ર દ્વારા કવોરી ઉદ્યોગમાં વપરાતા કાળા પથ્થરની લીજો બંધ કરાતા કવોરી સંચાલકોને આર્થિક ફ્ટકો પડયો છે.

 બ્લેક ટ્રેપની લીજોના એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફ્કિેટ ન હોવાના કારણે પથ્થર કાઢવા માટેની ખાણો બંધ કરી દેવાતા સંચાલકો મુસીબતમાં મુકાયા છે. ઉદલપુર અને આજુબાજુના વિસ્તારમાં કાળો પથ્થર મોટાભાગે નજીકની નદીઓમાંથી મળી રહે છે. અને રાજ્ય સરકાર દ્વારા કાયદેસરની લીજો આપવામાં આવેલ છે. પરંતુ રાજ્ય સરકારના નવા નિયમો મુજબ ખાણ કામ કરવા માટે પર્યાવરણની મંજૂરી (એન્વાયરમેન્ટ સર્ટી) મેળવવું ફરજિયાત કરાયું છે. લીઝ ગ્રાહકોએ સમયસર અરજીઓ પણ કરી હતી. પરંતુ કોઈ કારણોસર બ્લેક ટ્રેપ લીઝોના ઇસી આજ સુધી મળ્યા નથી.

જિઓલોજિસ્ટ દ્વારા ગત તા 12મી જૂને એકાએક લીઝોના ATR બંધ કરાતા ઉદલપુરની કુલ 22 જેટલી લીઝો બંધ થઈ ગઈ હતી. 22 લીઝો બંધ થતા કવોરી ઉદ્યોગમાં સન્નાટો છવાયો હતો. ઇન્ફસ્ટ્રક્ચરના કામોમાં મોટાપાએ નુકસાન થઈ રહ્યું છે. ગ્રાહકો દ્વારા ઉકત બાબતે વડોદરા ખાતે કલેકટરને લેખિતમા તા 14મી જુને અરજી આપી રજૂઆત કરી હતી. અગાઉ તા 4 માર્ચના રોજ કલેક્ટરને લેખિત અરજી કરાતા તેઓએ એક વર્ષ માટે મુદત વધારી આપવાની બાંહેધરી પણ આપી હતી. પરંતુ કોઈ સ્પષ્ટ નિકાલ ન આવતા આજે તા 18મી જુને મધ્ય ગુજરાત કવોરી એસોસિયનનું એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવા પહોંચ્યા હતા.

ઉદલપુર વિસ્તારની 22 લીઝ સહિત વડોદરા જિલ્લામાં 82 લીઝના ATR લૉક

ડેસરના ઉદલપુર વિસ્તારની 22 લીઝો સહિત વડોદરા જિલ્લામાં કુલ 82 લીઝોના ATR લોક કરેલ છે. 13-9-18 પછી DEIAA દ્વારા આપેલ ECવાળી લીઝોના ATR બંધ કરવા માટે નોટિસો આપવામાં આવી છે. લીઝો બંધ કરવાથી એક લીઝ દિઠ 100વધુ લોકોની રોજગારી છીનવાઈ ગયેલ છે. ઉપરાંત લીઝ ગ્રાહકે ખૂબ જ મોટા પ્રમાણમાં રોકાણ કરેલ હોવાથી મોટું આર્થિક નુકસાન થશે. વધુમાં રાજ્ય સરકારની આવક રોયલ્ટી, જીએસટી, પર પણ મોટો ફ્ટકો પડશે જ્યારે ગુજરાતમાં રોકેટની ગતિએ ચાલતા ઇનફસ્ટ્રક્ચરના કામો પર મોટી અસર થશે અને પ્રગતિ ઉપર છે. તે કામો બંધ થઈ જશે જેવી રજૂઆતો સાથેનુ આવેદન પત્ર મુખ્યમંત્રીને આજે રૂબરૂ ગાંધીનગર જઈને અપાયું હતું.