Pavagadh News: પાવાગઢમાં જૈન તિર્થંકરોની મૂર્તિ ખંડિત કરાતા જૈન સમાજમાં આક્રોશ

પૂજ્ય જિનાગમ રત્ન મહારાજે આક્રોશ ઠાલવ્યો અઠવાલાઈન્સ પર જૈન સાધુ-સંતોએ ધરણાં શરૂ કર્યા  જૈન સમાજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો હતો. હવે આ ઘટનામાં વડોદરા અને અમદાવાદમાં જૈન સમાજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. આ ઘટના પછી વડોદરા જ નહીં, અમદાવાદ, સુરત, સહિત રાજ્યભરમાં જૈન સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. અઠવાલાઈન્સ પર જૈન સાધુ-સંતોએ ધરણાં શરૂ કર્યા સુરતમાં અઠવાલાઈન્સ પર જૈન સાધુ-સંતોએ ધરણાં શરૂ કર્યા છે અને ગુનેગારોને સજા ના મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી આપી છે. બીજી તરફ, આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જોકે, જિનાગમ રત્ન મહારાજે જણાવ્યું કે,'ગૃહ મંત્રીની ખાતરી પર અમને વિશ્વાસ નથી.' તેમજ સુરત કલેક્ટર કચેરીમાં જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમાં સમાજના આગેવાન સાથે ગૃહ રાજ્યમંત્રીની ટેલિફોનિક વાત શરૂ છે. કાર્યવાહીના આશ્વાસન બાદ પણ જૈન સમાજમાં રોષ છે. પૂજ્ય જિનાગમ રત્ન મહારાજે આક્રોશ ઠાલવ્યો પૂજ્ય જિનાગમ રત્ન મહારાજે આક્રોશ ઠાલવ્યો છે. જેમાં જણાવ્યું છે કે જૈન સમાજને ગૃહ રાજ્યમંત્રી પર ભરોસો નથી. પહેલા પણ સરકાર આજ હતી આજે પણ સરકાર આજ છે. પહેલા પણ ગૃહ રાજ્યમંત્રી આજ હતા અને આજે આજ છે. તેમાં કોઈ આશ્વાસન નહીં પરિણામ જોઈએ છે પછી આવજો. પાવાગઠ વિરોધ મામલે જૈન સમાજ વિરોધ મામલે વિરોધ સમયે જૈન સમાજના સાધુનો આક્રોશ સામે આવ્યો છે. તેમાં જૈન સમાજ સાધુ સંતોએ સરકાર સામે બાયો ચઠાવી છે. જેમાં તાત્કાલિક પગલા લેવા જણાવ્યું છે.

Pavagadh News: પાવાગઢમાં જૈન તિર્થંકરોની મૂર્તિ ખંડિત કરાતા જૈન સમાજમાં આક્રોશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પૂજ્ય જિનાગમ રત્ન મહારાજે આક્રોશ ઠાલવ્યો
  • અઠવાલાઈન્સ પર જૈન સાધુ-સંતોએ ધરણાં શરૂ કર્યા
  •  જૈન સમાજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો હતો. હવે આ ઘટનામાં વડોદરા અને અમદાવાદમાં જૈન સમાજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. આ ઘટના પછી વડોદરા જ નહીં, અમદાવાદ, સુરત, સહિત રાજ્યભરમાં જૈન સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.

અઠવાલાઈન્સ પર જૈન સાધુ-સંતોએ ધરણાં શરૂ કર્યા

સુરતમાં અઠવાલાઈન્સ પર જૈન સાધુ-સંતોએ ધરણાં શરૂ કર્યા છે અને ગુનેગારોને સજા ના મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી આપી છે. બીજી તરફ, આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જોકે, જિનાગમ રત્ન મહારાજે જણાવ્યું કે,'ગૃહ મંત્રીની ખાતરી પર અમને વિશ્વાસ નથી.' તેમજ સુરત કલેક્ટર કચેરીમાં જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમાં સમાજના આગેવાન સાથે ગૃહ રાજ્યમંત્રીની ટેલિફોનિક વાત શરૂ છે. કાર્યવાહીના આશ્વાસન બાદ પણ જૈન સમાજમાં રોષ છે.

પૂજ્ય જિનાગમ રત્ન મહારાજે આક્રોશ ઠાલવ્યો

પૂજ્ય જિનાગમ રત્ન મહારાજે આક્રોશ ઠાલવ્યો છે. જેમાં જણાવ્યું છે કે જૈન સમાજને ગૃહ રાજ્યમંત્રી પર ભરોસો નથી. પહેલા પણ સરકાર આજ હતી આજે પણ સરકાર આજ છે. પહેલા પણ ગૃહ રાજ્યમંત્રી આજ હતા અને આજે આજ છે. તેમાં કોઈ આશ્વાસન નહીં પરિણામ જોઈએ છે પછી આવજો. પાવાગઠ વિરોધ મામલે જૈન સમાજ વિરોધ મામલે વિરોધ સમયે જૈન સમાજના સાધુનો આક્રોશ સામે આવ્યો છે. તેમાં જૈન સમાજ સાધુ સંતોએ સરકાર સામે બાયો ચઠાવી છે. જેમાં તાત્કાલિક પગલા લેવા જણાવ્યું છે.