Suratમાં 16 ગેમ ઝોનમાં ફાયર વિભાગની તપાસ શરૂ,6 પાસે ફાયર NOC નથી

સુરત ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર અને અન્ય અધિકારીઓ દ્વારા મિટીંગ યોજાઈ મિટિંગમાં તમામ ઝોનમાં 1 ટીમ બનાવી ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવશે ગેમ ઝોનમાં NOC સહીત ફાયર સેફટી ચકાસવામાં આવીરાજકોટમાં બનેલી ઘટના બાદ સુરત ફાયર વિભાગ પણ એલર્ટ મોર્ડ પર આવ્યું છે,ચીફ ફાયર ઓફીસ દ્રારા તમામ અધિકારીઓ સાથે મિટીંગ યોજવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે સુરતમાં અલગ-અલગ જગ્યાઓ પર 16 ગેમઝોન આવેલા છે તે તમામ ગેમ ઝોન પર અલગ-અલગ ટીમો ફાયરના સાધનો તેમજ NOCની તપાસ કરશે,તો તપાસ દરમિયાન કઈ પણ ખામી નિકળશે તો તાત્કાલિક તે ગેમ ઝોનના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે.તો તપાસ દરમિયાન સામે આવ્યું છે કે 6 ગેમઝોન પાસે ફાયરની NOC નથી.મિટીંગમાં શું ચર્ચા કરાવમાં આવી TRP અગ્નિકાંડ બાદ સુરત તંત્ર હવે જાગ્યું છે,નાટક કરવા મિટિંગ બોલાવી અને હવે તપાસ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે,આ મિટીંગમાં પોલીસ, ફાયર, મનપા, વીજકંપનીના અધિકારીઓ હાજર રહ્યાં હતા,સુરત શહેરમાં પણ પતરાના શેડમાં ગેમિંગ ઝોન ઠેર ઠેર છે,મોટા ભાગના પતરા શેડમાં ફાયર સેફટી હોતી નથી તેના કારણે આગની ઘટનાઓ બનતી હોય છે.જે ગેમિંગ ઝોનમાં સાધનો હોય છે તે રબ્બરમાંથી બનાવેલા હોય છે તેના કારણે આગ લાગવાની ઘટના બનતી હોય છે.પોલીસ પણ કરશે કાર્યવાહી રાજકોટમાં બનેલી ઘટના બાદ આજે સુરતમાં અલગ અલગ વિભાગના અધિકારીઓની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી. આનંદ મેળા ગેમ ઝોન વોટરપાર્ક સહિત જે મોટા મોલ છે. ત્યાં અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે. જો પૂરતી વ્યવસ્થા નહીં હોય તો તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે. પરમિટ આપવામાં આવી છે કે નહીં અને કેટલી કેપીસીટી છે તે અંગે તપાસ કરવામાં આવશે. સાથે સાથે ફાયર સેફટીના કેટલા સાધનો ઉપલબ્ધ છે તે અંગેની પણ તપાસ કરાશે. રાજકોટની ઘટના બાદ તપાસના પગલાં સુરત પાલિકા સિટી ઈજનેર અક્ષય પંડ્યાએ જણાવ્યું હતું કે, આજ રોજ રાજકોટમાં જે દુખદ ઘટના બની એ બાદ રાજ્ય સરકાર તરફથી સંદેશો મળ્યો તે મુજબ કમિશનર તરફથી પાલિકા, પોલીસ કમિશનર, ડીજીવીસીએલ, કલેક્ટર, ફાયર અને આરોગ્ય વિભાગ સહિતના મેમ્બરો દ્વારા ટીમ બનાવી ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવશે.

Suratમાં 16 ગેમ ઝોનમાં ફાયર વિભાગની તપાસ શરૂ,6 પાસે ફાયર NOC નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર અને અન્ય અધિકારીઓ દ્વારા મિટીંગ યોજાઈ
  • મિટિંગમાં તમામ ઝોનમાં 1 ટીમ બનાવી ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવશે
  • ગેમ ઝોનમાં NOC સહીત ફાયર સેફટી ચકાસવામાં આવી

રાજકોટમાં બનેલી ઘટના બાદ સુરત ફાયર વિભાગ પણ એલર્ટ મોર્ડ પર આવ્યું છે,ચીફ ફાયર ઓફીસ દ્રારા તમામ અધિકારીઓ સાથે મિટીંગ યોજવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે સુરતમાં અલગ-અલગ જગ્યાઓ પર 16 ગેમઝોન આવેલા છે તે તમામ ગેમ ઝોન પર અલગ-અલગ ટીમો ફાયરના સાધનો તેમજ NOCની તપાસ કરશે,તો તપાસ દરમિયાન કઈ પણ ખામી નિકળશે તો તાત્કાલિક તે ગેમ ઝોનના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે.તો તપાસ દરમિયાન સામે આવ્યું છે કે 6 ગેમઝોન પાસે ફાયરની NOC નથી.

મિટીંગમાં શું ચર્ચા કરાવમાં આવી

TRP અગ્નિકાંડ બાદ સુરત તંત્ર હવે જાગ્યું છે,નાટક કરવા મિટિંગ બોલાવી અને હવે તપાસ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે,આ મિટીંગમાં પોલીસ, ફાયર, મનપા, વીજકંપનીના અધિકારીઓ હાજર રહ્યાં હતા,સુરત શહેરમાં પણ પતરાના શેડમાં ગેમિંગ ઝોન ઠેર ઠેર છે,મોટા ભાગના પતરા શેડમાં ફાયર સેફટી હોતી નથી તેના કારણે આગની ઘટનાઓ બનતી હોય છે.જે ગેમિંગ ઝોનમાં સાધનો હોય છે તે રબ્બરમાંથી બનાવેલા હોય છે તેના કારણે આગ લાગવાની ઘટના બનતી હોય છે.

પોલીસ પણ કરશે કાર્યવાહી

રાજકોટમાં બનેલી ઘટના બાદ આજે સુરતમાં અલગ અલગ વિભાગના અધિકારીઓની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી. આનંદ મેળા ગેમ ઝોન વોટરપાર્ક સહિત જે મોટા મોલ છે. ત્યાં અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે. જો પૂરતી વ્યવસ્થા નહીં હોય તો તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે. પરમિટ આપવામાં આવી છે કે નહીં અને કેટલી કેપીસીટી છે તે અંગે તપાસ કરવામાં આવશે. સાથે સાથે ફાયર સેફટીના કેટલા સાધનો ઉપલબ્ધ છે તે અંગેની પણ તપાસ કરાશે.

રાજકોટની ઘટના બાદ તપાસના પગલાં

સુરત પાલિકા સિટી ઈજનેર અક્ષય પંડ્યાએ જણાવ્યું હતું કે, આજ રોજ રાજકોટમાં જે દુખદ ઘટના બની એ બાદ રાજ્ય સરકાર તરફથી સંદેશો મળ્યો તે મુજબ કમિશનર તરફથી પાલિકા, પોલીસ કમિશનર, ડીજીવીસીએલ, કલેક્ટર, ફાયર અને આરોગ્ય વિભાગ સહિતના મેમ્બરો દ્વારા ટીમ બનાવી ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવશે.