Modi Cabinet 3.0: કેન્દ્રીય મંત્રીઓને ખાતાની ફાળવણી, ગુજરાતના આ સાંસદોને મળ્યા વિભાગ

ગુજરાતના બે રાજ્યસભા સાંસદોને સોંપાયા વિભાગોમનસુખ માંડવિયાને રમત ગમત અને શ્રમ મંત્રાલય ફળવાયું સીઆર પાટિલને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું આજે મોદી સરકારના કેન્દ્રીય મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પણ અનેક સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં, ગાંધીનગર બેઠક પરથી સાંસદ અમિત શાહને આ વખતે પણ ગૃહ વિભાગ અને સહકારિતા વિભાગ સોંપવામાં આવ્યો છે. તો શાહ ઉપરાંત ગુજરાતના વધુ સાંસદોને પણ ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. અમિત શાહ (ગાંધીનગર)અમિત શાહ સતત બીજીવાર ગાંધીનગરથી લોકસભા ચૂંટણી જીત્યા છે. મોદી 2.0 માં અમિત શાહે કેન્દ્રીય ગૃહ વિભાગની જવાબદારી સંભાળી હતી. અમિત શાહ નરેન્દ્ર મોદી બાદ ભાજપના સૌથી દિગ્ગજ નેતા માનવામાં આવે છે. અમિત શાહને સતત બીજીવાર મોદી કેબિનેટમાં જગ્યા મળી છે. અમિત શાહને આ વખતે પણ ગૃહ વિભાગ અને સહકારિતા વિભાગની જવાબદારી આપવામાં આવી છે. મનસુખ માંડવિયા (પોસબંદર)પોરબંદર બેઠકથી સાંસદ મનસુખ માંડવિયાને રમત ગમત મંત્રાલય અને શ્રમ અને રોજગાર મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. પહેલા રાજ્યસભા સાંસદ રહી ચૂકેલા મનસુખ માંડવિયા કેન્દ્ર સરકારમાં વિવિધ જવાબદારી સંભાળી ચૂક્યા છે. મોદી 2.0 માં કેન્દ્રીય આરોગ્ય મંત્રી હતા. મનસુખ માંડવિયાએ પ્રથમવાર પોરબંદર સીટથી લોકસભા ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. સીઆર પાટિલ (નવસારી)નવસારી બેઠકથી સાંસદ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલને પણ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. સીઆર પાટિલને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે. 2024ની ચૂંટણીમાં સીઆર પાટિલે મોટા અંતરથી જીત મેળવી હતી. સીઆર પાટિલ પ્રથમવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે.નિમુબેન બાંભણીયા (ભાવનગર) ભાવનગરથી લોકસભા ચૂંટણીમાં વિજયી બનેલા નિમુબેન બાંભણીયાને પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. નિમુબેનને કન્ઝ્યુમર્સ અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. એસ જયશંકર (રાજ્યસભા સાંસદ)ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ એસ જયશંકરને આ વખતે ફરીથી વિદેશ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. એસ જયશંકર 2019થી 2024 સુધી મોદી સરકારમાં વિદેશ મંત્રીની જવાબદારી સંભાળી ચૂક્યા છે. આ વખતે તેમણે કેબિનેટ મંત્રી તરીકે બીજીવાર શપથ લીધા છે. માનવામાં આવી રહ્યું છે કે એસ જયશંકરને ફરી વિદેશ મંત્રી બનાવવામાં આવી શકે છે. જેપી નડ્ડા (રાજ્યસભા સાંસદ)તો, ગુજરાતમાંથી વધુ એક રાજ્યસભા સાંસદ જગત પ્રકાશ નડ્ડાને કેન્દ્રીય આરોગ્ય વિભાગ અને કેમિકલ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. મૂળ હિમાચલ પ્રદેશથી આવતા જેપી નડ્ડાનો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેને કાર્યકાળ પૂર્ણ થવાનો છે. તેવામાં નડ્ડાને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

Modi Cabinet 3.0: કેન્દ્રીય મંત્રીઓને ખાતાની ફાળવણી, ગુજરાતના આ સાંસદોને મળ્યા વિભાગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતના બે રાજ્યસભા સાંસદોને સોંપાયા વિભાગો
  • મનસુખ માંડવિયાને રમત ગમત અને શ્રમ મંત્રાલય ફળવાયું
  • સીઆર પાટિલને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું

આજે મોદી સરકારના કેન્દ્રીય મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પણ અનેક સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં, ગાંધીનગર બેઠક પરથી સાંસદ અમિત શાહને આ વખતે પણ ગૃહ વિભાગ અને સહકારિતા વિભાગ સોંપવામાં આવ્યો છે. તો શાહ ઉપરાંત ગુજરાતના વધુ સાંસદોને પણ ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે.

અમિત શાહ (ગાંધીનગર)

અમિત શાહ સતત બીજીવાર ગાંધીનગરથી લોકસભા ચૂંટણી જીત્યા છે. મોદી 2.0 માં અમિત શાહે કેન્દ્રીય ગૃહ વિભાગની જવાબદારી સંભાળી હતી. અમિત શાહ નરેન્દ્ર મોદી બાદ ભાજપના સૌથી દિગ્ગજ નેતા માનવામાં આવે છે. અમિત શાહને સતત બીજીવાર મોદી કેબિનેટમાં જગ્યા મળી છે. અમિત શાહને આ વખતે પણ ગૃહ વિભાગ અને સહકારિતા વિભાગની જવાબદારી આપવામાં આવી છે.

મનસુખ માંડવિયા (પોસબંદર)

પોરબંદર બેઠકથી સાંસદ મનસુખ માંડવિયાને રમત ગમત મંત્રાલય અને શ્રમ અને રોજગાર મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. પહેલા રાજ્યસભા સાંસદ રહી ચૂકેલા મનસુખ માંડવિયા કેન્દ્ર સરકારમાં વિવિધ જવાબદારી સંભાળી ચૂક્યા છે. મોદી 2.0 માં કેન્દ્રીય આરોગ્ય મંત્રી હતા. મનસુખ માંડવિયાએ પ્રથમવાર પોરબંદર સીટથી લોકસભા ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી.

સીઆર પાટિલ (નવસારી)

નવસારી બેઠકથી સાંસદ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલને પણ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. સીઆર પાટિલને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે. 2024ની ચૂંટણીમાં સીઆર પાટિલે મોટા અંતરથી જીત મેળવી હતી. સીઆર પાટિલ પ્રથમવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે.

નિમુબેન બાંભણીયા (ભાવનગર)

ભાવનગરથી લોકસભા ચૂંટણીમાં વિજયી બનેલા નિમુબેન બાંભણીયાને પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. નિમુબેનને કન્ઝ્યુમર્સ અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

એસ જયશંકર (રાજ્યસભા સાંસદ)

ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ એસ જયશંકરને આ વખતે ફરીથી વિદેશ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. એસ જયશંકર 2019થી 2024 સુધી મોદી સરકારમાં વિદેશ મંત્રીની જવાબદારી સંભાળી ચૂક્યા છે. આ વખતે તેમણે કેબિનેટ મંત્રી તરીકે બીજીવાર શપથ લીધા છે. માનવામાં આવી રહ્યું છે કે એસ જયશંકરને ફરી વિદેશ મંત્રી બનાવવામાં આવી શકે છે.

જેપી નડ્ડા (રાજ્યસભા સાંસદ)

તો, ગુજરાતમાંથી વધુ એક રાજ્યસભા સાંસદ જગત પ્રકાશ નડ્ડાને કેન્દ્રીય આરોગ્ય વિભાગ અને કેમિકલ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. મૂળ હિમાચલ પ્રદેશથી આવતા જેપી નડ્ડાનો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેને કાર્યકાળ પૂર્ણ થવાનો છે. તેવામાં નડ્ડાને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.