Rajkotમાં જાતિય સતામણી મામલે પ્રોફેસર સંજય તેરૈયા ને ડીસમિસ કરવામાં આવ્યો

વીરબાઈ મહિલા કોલેજના વિદ્યાર્થિની સાથે જાતીય સતામણીનો મામલો વિદ્યાર્થીને કરેલ જાતીય સતામણીનો મામલો સાબિત થતાં ડીસમિસ કરવામાં આવ્યો 2022માં પ્રોફેસર વિરુદ્ધ થઈ હતી જાતીય સતામણીની ફરિયાદ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન માતુશ્રી વીરબાઈમા મહિલા સાયન્સ કોલેજમાં બે વિદ્યાર્થિનીએ કરેલી જાતિય સતામણીની ફરિયાદ બાદ ચાર્જશીટ રજૂ થતા એક વિદ્યાર્થિની સાથેના કેસમાં સમિતિની તપાસમાં પ્રોફેસર સંજય તેરૈયા દોષિત સાબિત થતા આજે કોલેજ પ્રશાસને સંજય તેરૈયાની કોલેજમાંથી હાકલપટ્ટી કરી છે. શું હતો સમગ્ર કેસ વીરબાઈમા મહિલા સાયન્સ કોલેજના એસોસિએટ પ્રોફેસર ડો.સંજય તેરૈયા સામે B.Sc.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગત તા.16.09.2022ના રોજ જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. ત્યારબાદ કોલેજની ત્રીજા વર્ષની વિદ્યાર્થિનીએ પણ તા.12.10.2022ના રોજ સંજય તેરૈયા સામે પ્રિન્સિપાલ સમક્ષ જાતીય સતામણીની અરજી કરી હતી.સંજય તેરૈયા સામે લાગેલા ગંભીર આક્ષેપો અંગે કોલેજ પ્રિન્સિપાલે હીનાબેન શાહ, ભાવનાબેન ખોયાણી અને જયશ્રીબેન રાણપરા ઉપરાંત સિનિયર અધ્યાપક એ.પી. ગૌસ્વામીની તપાસ સમિતિ રચી હતી. તપાસ સમિતિએ કરેલી તપાસમાં સંજય તેરૈયા દોષિત ઠરતા તેમને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યાં છે. શું કહ્યું હતુ કોલેજના ટ્રસ્ટીએ કોલેજના ટ્રસ્ટી પુરૂષોત્તમ પિપળિયાએ જણાવ્યું હતું કે, કોલેજમાં પ્રથમ વખત આવી ઘટના બનવા પામી છે. જેથી અમે કડક કાર્યવાહી કરવા ખાતરી આપી હતી. અમે બે વિદ્યાર્થિનીની ફરિયાદ બાદ તાત્કાલિક તપાસ સમિતિ રચી અને સમિતિના રિપોર્ટમાં અધ્યાપક તેરૈયા દોષિત ઠરતા તેમને સસ્પેન્ડ કર્યા હતા. કારણદર્શક નોટિસ પણ અપાઈ હતી. જાતીય સતામણીની ઘટના મામલે સંસ્થાની આંતરિક ફરિયાદ સમિતિએ કરેલી તપાસ બાદ તેના રેકોર્ડ પર પૂરાવા ઉપલબ્ધ થતા તેને જ ધ્યાનમાં લઈ સંસ્થા દ્વારા પ્રોફેસરને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ સોંપવામાં આવી હતી. બીજી વિદ્યાર્થિનીની જાતીય સતામણીની ફરિયાદમાં તપાસ બાકી વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખાતાકીય તપાસમાં યુનિવર્સિટી દ્વારા ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ તેમજ સંસ્થા દ્વારા પ્રતિનિધિ તરીકે એક વકીલ તેમજ આરોપી સંજય તેરૈયા દ્વારા પોતાની તરફેણમાં એક વકીલ રોકેલા હતા. સમિતિએ કરેલા તપાસ રિપોર્ટ અને ખાતાકીય તપાસના અંતે સંજય તેરૈયા વિરૂદ્ધ આરોપો સાબિત થતા આજે કોલેજ દ્વારા પ્રોફેસર સંજય તેરૈયાને ડિસમીસ કરવા નિર્ણય કર્યો છે. જ્યારે બીજી વિદ્યાર્થિનીએ કરેલી ફરિયાદ મામલે પણ આગામી દિવસોમાં તપાસ સમિતિ દ્વારા તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રોફેસર 20 વર્ષથી ફરજ બજાવતા હતા ઉલ્લેખનીય છે કે વર્ષ 1971ના સ્થાપિત આ કોલેજમાં ડો. સંજય તેરૈયા વર્ષ 2004થી એટલે કે, છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવી રહ્યો હતો. પ્રોફેસર દોષિત ઠરતા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આ પછી તેનો રિપોર્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મોકલી આપવામાં આવ્યો હતો અને ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી.

Rajkotમાં જાતિય સતામણી મામલે પ્રોફેસર સંજય તેરૈયા ને ડીસમિસ કરવામાં આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વીરબાઈ મહિલા કોલેજના વિદ્યાર્થિની સાથે જાતીય સતામણીનો મામલો
  • વિદ્યાર્થીને કરેલ જાતીય સતામણીનો મામલો સાબિત થતાં ડીસમિસ કરવામાં આવ્યો
  • 2022માં પ્રોફેસર વિરુદ્ધ થઈ હતી જાતીય સતામણીની ફરિયાદ

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન માતુશ્રી વીરબાઈમા મહિલા સાયન્સ કોલેજમાં બે વિદ્યાર્થિનીએ કરેલી જાતિય સતામણીની ફરિયાદ બાદ ચાર્જશીટ રજૂ થતા એક વિદ્યાર્થિની સાથેના કેસમાં સમિતિની તપાસમાં પ્રોફેસર સંજય તેરૈયા દોષિત સાબિત થતા આજે કોલેજ પ્રશાસને સંજય તેરૈયાની કોલેજમાંથી હાકલપટ્ટી કરી છે.

શું હતો સમગ્ર કેસ

વીરબાઈમા મહિલા સાયન્સ કોલેજના એસોસિએટ પ્રોફેસર ડો.સંજય તેરૈયા સામે B.Sc.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગત તા.16.09.2022ના રોજ જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. ત્યારબાદ કોલેજની ત્રીજા વર્ષની વિદ્યાર્થિનીએ પણ તા.12.10.2022ના રોજ સંજય તેરૈયા સામે પ્રિન્સિપાલ સમક્ષ જાતીય સતામણીની અરજી કરી હતી.સંજય તેરૈયા સામે લાગેલા ગંભીર આક્ષેપો અંગે કોલેજ પ્રિન્સિપાલે હીનાબેન શાહ, ભાવનાબેન ખોયાણી અને જયશ્રીબેન રાણપરા ઉપરાંત સિનિયર અધ્યાપક એ.પી. ગૌસ્વામીની તપાસ સમિતિ રચી હતી. તપાસ સમિતિએ કરેલી તપાસમાં સંજય તેરૈયા દોષિત ઠરતા તેમને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યાં છે.

શું કહ્યું હતુ કોલેજના ટ્રસ્ટીએ

કોલેજના ટ્રસ્ટી પુરૂષોત્તમ પિપળિયાએ જણાવ્યું હતું કે, કોલેજમાં પ્રથમ વખત આવી ઘટના બનવા પામી છે. જેથી અમે કડક કાર્યવાહી કરવા ખાતરી આપી હતી. અમે બે વિદ્યાર્થિનીની ફરિયાદ બાદ તાત્કાલિક તપાસ સમિતિ રચી અને સમિતિના રિપોર્ટમાં અધ્યાપક તેરૈયા દોષિત ઠરતા તેમને સસ્પેન્ડ કર્યા હતા. કારણદર્શક નોટિસ પણ અપાઈ હતી. જાતીય સતામણીની ઘટના મામલે સંસ્થાની આંતરિક ફરિયાદ સમિતિએ કરેલી તપાસ બાદ તેના રેકોર્ડ પર પૂરાવા ઉપલબ્ધ થતા તેને જ ધ્યાનમાં લઈ સંસ્થા દ્વારા પ્રોફેસરને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ સોંપવામાં આવી હતી.

બીજી વિદ્યાર્થિનીની જાતીય સતામણીની ફરિયાદમાં તપાસ બાકી

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખાતાકીય તપાસમાં યુનિવર્સિટી દ્વારા ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ તેમજ સંસ્થા દ્વારા પ્રતિનિધિ તરીકે એક વકીલ તેમજ આરોપી સંજય તેરૈયા દ્વારા પોતાની તરફેણમાં એક વકીલ રોકેલા હતા. સમિતિએ કરેલા તપાસ રિપોર્ટ અને ખાતાકીય તપાસના અંતે સંજય તેરૈયા વિરૂદ્ધ આરોપો સાબિત થતા આજે કોલેજ દ્વારા પ્રોફેસર સંજય તેરૈયાને ડિસમીસ કરવા નિર્ણય કર્યો છે. જ્યારે બીજી વિદ્યાર્થિનીએ કરેલી ફરિયાદ મામલે પણ આગામી દિવસોમાં તપાસ સમિતિ દ્વારા તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પ્રોફેસર 20 વર્ષથી ફરજ બજાવતા હતા

ઉલ્લેખનીય છે કે વર્ષ 1971ના સ્થાપિત આ કોલેજમાં ડો. સંજય તેરૈયા વર્ષ 2004થી એટલે કે, છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવી રહ્યો હતો. પ્રોફેસર દોષિત ઠરતા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આ પછી તેનો રિપોર્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મોકલી આપવામાં આવ્યો હતો અને ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી.