Rain News:રવિવારની સાંજે રાજ્યના 11 જિલ્લામાં ચોમાસા જેવી સ્થિતિ

દ્વારકાના ભાણવડમાં મીની વાવાઝોડું સર્જાયુજામનગરના જોડીયા વિસ્તારમાં તોફાની પવન ફૂંકાયોઉત્તર ગુજરાતમાં પણ ઠેર-ઠેર પવન સાથે વરસાદરાજ્યના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસી વરસાદ પડ્યો છે. દ્વારકાના ખંભાળિયા, કચ્છ, મોરહી, સાબરકાંઠા, પાટણ અને અંબાજીના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું છે. જ્યારે એની સાથે જ વિરમગામ શહેર સહિત ગ્રામ્યમાં વાતાવરણ પલટો જોવા મળ્યો છે. ભારે પવન સાથે વાવાઝોડામાં કમોસમી છાંટા પડ્યા છે. હજુ પણ અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે.જેમાં વિરમગામ માંડલ રોડ પર ભારે પવનથી દુકાનનું બોર્ડ રસ્તા પર ઉડીને પડ્યું છે. જોકે તેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદ વરસ્યો છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, પાટણ મોરબી વગેરે જિલ્લામાં ધોધમાર વરસાદ હતો. આ તરફ જામનગરના જોડીયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન ફૂંકાયો છે. આ દરમિયાન લીંબુડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઘેરાયેલા વાદળો વચ્ચે આંધી જેવી પરિસ્થિતિ છે. અચાનક જ પવન ફૂંકાતા વરસાદી વાતાવરણ સર્જાયું છે. ભર ઉનાળે વાતાવરણ પલટાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જ્યારે બીજી તરફ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે તેજ ગતિએ પવન ફૂંકાયો છે. તેજ ગતિએ પવન ફૂંકાતા શહેરમાં ધૂળની ડમરીઓ ઊડી છે. ઝડપથી ફૂંકાતા પવનના લીધે શાક માર્કેટ વિસ્તારમાં શાકની ગાડીઓ તેમજ લારીઓ ઉડતી જોવા મળી છે.ખેડૂતોની ચિંતામાં વધારો કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. આ તરફ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠામાં વરસાદી માવઠાથી ખેતીના પાકને નુકસાનની શક્યતા રહેલી છે. જેમાં ઘઉં, જીરું, વરિયાળી મકાઈ તેમજ એરંડા જેવા વિવિધા પાકોને નુક્શાન થવાની ભીતિ સર્જાઈ રહી છે. જેના સાથે જ પશુઓનો ઘાસ ચારો પણ ભીના થવાના કારણે મોટા નુકસાનની શકયતા રહેલી છે. પવન સાથે વાતાવરણમાં પલટો આવ્યો અમદાવાદ સહિત રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહી બાદ વાતાવરણમાં એકદમ પલટો આવ્યો હતો. રાજ્યમાં આગાહી અનુસાર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા સાથે કેટલાક વિસ્તારમાં હળવો તો કેટલાક વિસ્તારમાં ભારે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ થયા બાદ સાંજે એકાએક વાતાવરણમાં ભળતો આવતા ઉડી હતી અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ઝડપી પવન ફુંકાવાને કારણે અને વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી છે.

Rain News:રવિવારની સાંજે રાજ્યના 11 જિલ્લામાં ચોમાસા જેવી સ્થિતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દ્વારકાના ભાણવડમાં મીની વાવાઝોડું સર્જાયુ
  • જામનગરના જોડીયા વિસ્તારમાં તોફાની પવન ફૂંકાયો
  • ઉત્તર ગુજરાતમાં પણ ઠેર-ઠેર પવન સાથે વરસાદ

રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસી વરસાદ પડ્યો છે. દ્વારકાના ખંભાળિયા, કચ્છ, મોરહી, સાબરકાંઠા, પાટણ અને અંબાજીના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું છે. જ્યારે એની સાથે જ વિરમગામ શહેર સહિત ગ્રામ્યમાં વાતાવરણ પલટો જોવા મળ્યો છે. ભારે પવન સાથે વાવાઝોડામાં કમોસમી છાંટા પડ્યા છે. હજુ પણ અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે.

જેમાં વિરમગામ માંડલ રોડ પર ભારે પવનથી દુકાનનું બોર્ડ રસ્તા પર ઉડીને પડ્યું છે. જોકે તેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદ વરસ્યો છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, પાટણ મોરબી વગેરે જિલ્લામાં ધોધમાર વરસાદ હતો.


આ તરફ જામનગરના જોડીયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન ફૂંકાયો છે. આ દરમિયાન લીંબુડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઘેરાયેલા વાદળો વચ્ચે આંધી જેવી પરિસ્થિતિ છે. અચાનક જ પવન ફૂંકાતા વરસાદી વાતાવરણ સર્જાયું છે. ભર ઉનાળે વાતાવરણ પલટાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.


જ્યારે બીજી તરફ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે તેજ ગતિએ પવન ફૂંકાયો છે. તેજ ગતિએ પવન ફૂંકાતા શહેરમાં ધૂળની ડમરીઓ ઊડી છે. ઝડપથી ફૂંકાતા પવનના લીધે શાક માર્કેટ વિસ્તારમાં શાકની ગાડીઓ તેમજ લારીઓ ઉડતી જોવા મળી છે.

ખેડૂતોની ચિંતામાં વધારો

કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. આ તરફ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠામાં વરસાદી માવઠાથી ખેતીના પાકને નુકસાનની શક્યતા રહેલી છે. જેમાં ઘઉં, જીરું, વરિયાળી મકાઈ તેમજ એરંડા જેવા વિવિધા પાકોને નુક્શાન થવાની ભીતિ સર્જાઈ રહી છે. જેના સાથે જ પશુઓનો ઘાસ ચારો પણ ભીના થવાના કારણે મોટા નુકસાનની શકયતા રહેલી છે.


પવન સાથે વાતાવરણમાં પલટો આવ્યો

અમદાવાદ સહિત રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહી બાદ વાતાવરણમાં એકદમ પલટો આવ્યો હતો. રાજ્યમાં આગાહી અનુસાર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા સાથે કેટલાક વિસ્તારમાં હળવો તો કેટલાક વિસ્તારમાં ભારે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ થયા બાદ સાંજે એકાએક વાતાવરણમાં ભળતો આવતા ઉડી હતી અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ઝડપી પવન ફુંકાવાને કારણે અને વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી છે.