Gujarat Monsoon: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જાણો કયા પડ્યો વરસાદ

છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ પડ્યો વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્યમાં વરસાદ આવ્યો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલીના બાબરામાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગ, અમરેલી, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા સહિતના કેટલાય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ડાંગના સાપુતારા-આહવામાં વરસાદ આવ્યો જેમાં ડાંગના સાપુતારા-આહવામાં વરસાદ આવ્યો છે. જેમાં આહવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તેમજ ડાંગના મોટાભાગના વિસ્તારમાં વાવણીલાયક વરસાદ આવ્યો છે. ડાંગ જિલ્લાના સાપુતારા વિસ્તારમાં ઝરમરિયો વરસાદ તેમજ આહવા પંથકમાં બપોર બાદ વરસાદનુ આગમન થયુ છે. આહવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તેમજ નવસારીના વાંસદામાં મેઘરાજાની એન્ટ્રી થઇ છે. તેમાં બપોર બાદ વાંસદા પંથકમાં વરસાદ શરૂ થયો હતો. જેમાં વાંસદા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે. નવસારીના ખેરગામ તાલુકા બાદ મેઘરાજાએ વાંસદા તાલુકામાં એન્ટ્રી નવસારીના ખેરગામ તાલુકા બાદ મેઘરાજાએ વાંસદા તાલુકામાં એન્ટ્રી કરી છે. જેમાં બપોર બાદ વાંસદા પંથકમાં વરસાદ શરૂ થયો છે. તેમાં વાંસદા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોને રાહત થઇ છે. જેમાં વાંસદા પંથકના લોકોને ભારે ગરમી અને બફારાથી રાહત મળી છે. ત્યારે પાલિતાણામાં મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી થઇ છે. જેમાં પાલિતાણામાં સતત પાંચમાં દિવસે વરસાદ આવ્યો છે. તેમાં પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સાથે જીવાપુર, ડુંગરપુર, વિરપુર, લુવારવાવમાં વરસાદ પડ્યો છે. અવિરત વરસાદ વરસવાથી શહેર તેમજ ગ્રામ્યનું વાતાવરણ ઠંડુ બન્યુ છે. અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્યમાં વરસાદ આવ્યો અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્યમાં વરસાદ આવ્યો છે. જેમાં ખાંભાના ભૂંડણી, બારમણ, નાના બારમણ, ત્રાકુડા સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો છે. વરસાદ પડતાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે. તેમજ સારા વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આજે પણ જિલ્લાના ગ્રામ્યમાં વરસાદી માહોલ યથાવત છે.

Gujarat Monsoon: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જાણો કયા પડ્યો વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ પડ્યો
  • વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી
  • અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્યમાં વરસાદ આવ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલીના બાબરામાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગ, અમરેલી, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા સહિતના કેટલાય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ડાંગના સાપુતારા-આહવામાં વરસાદ આવ્યો

જેમાં ડાંગના સાપુતારા-આહવામાં વરસાદ આવ્યો છે. જેમાં આહવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તેમજ ડાંગના મોટાભાગના વિસ્તારમાં વાવણીલાયક વરસાદ આવ્યો છે. ડાંગ જિલ્લાના સાપુતારા વિસ્તારમાં ઝરમરિયો વરસાદ તેમજ આહવા પંથકમાં બપોર બાદ વરસાદનુ આગમન થયુ છે. આહવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તેમજ નવસારીના વાંસદામાં મેઘરાજાની એન્ટ્રી થઇ છે. તેમાં બપોર બાદ વાંસદા પંથકમાં વરસાદ શરૂ થયો હતો. જેમાં વાંસદા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે.

નવસારીના ખેરગામ તાલુકા બાદ મેઘરાજાએ વાંસદા તાલુકામાં એન્ટ્રી

નવસારીના ખેરગામ તાલુકા બાદ મેઘરાજાએ વાંસદા તાલુકામાં એન્ટ્રી કરી છે. જેમાં બપોર બાદ વાંસદા પંથકમાં વરસાદ શરૂ થયો છે. તેમાં વાંસદા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોને રાહત થઇ છે. જેમાં વાંસદા પંથકના લોકોને ભારે ગરમી અને બફારાથી રાહત મળી છે. ત્યારે પાલિતાણામાં મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી થઇ છે. જેમાં પાલિતાણામાં સતત પાંચમાં દિવસે વરસાદ આવ્યો છે. તેમાં પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સાથે જીવાપુર, ડુંગરપુર, વિરપુર, લુવારવાવમાં વરસાદ પડ્યો છે. અવિરત વરસાદ વરસવાથી શહેર તેમજ ગ્રામ્યનું વાતાવરણ ઠંડુ બન્યુ છે.

અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્યમાં વરસાદ આવ્યો

અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્યમાં વરસાદ આવ્યો છે. જેમાં ખાંભાના ભૂંડણી, બારમણ, નાના બારમણ, ત્રાકુડા સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો છે. વરસાદ પડતાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે. તેમજ સારા વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આજે પણ જિલ્લાના ગ્રામ્યમાં વરસાદી માહોલ યથાવત છે.