Gujarat Monsoon: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન, અનેક જિલ્લાઓમાં છવાયો વરસાદી માહોલ

કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદ ગુજરાતમાં વરસાદનું આગમનગુજરાતના અનેક ભાગોમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રીવરસાદ વરસ્તાની સાથે વાતાવરણમાં આંશિક ઠંડી પ્રસરી ગુજરાતમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તેવામાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં બફારા વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઇ ગઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનર્મદામાં SOU અને એકતાનગરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં ખાસ કરીને નર્મદા, સાગબારા, ડેડિયાપાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની પઘરામણી થઇ ગઇ છે. રાજપીપળા શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટોમહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે ગરમી અને બફારા બાદ મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં વરસાદ ખાબક્યો છે. બાલાસિનોર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસા વરસ્યો છે. બાલાસિનોરમાં વરસાદ વરસ્તાની સાથે વાતાવરણમાં આંશિક ઠંડી પ્રસરી હતી. તાપીમાં મેઘરાજાનું ધમાકેદાર આગમનતાપીમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઇ ગયું છે. સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તેવામાં તાપીના વ્યારા, સોનગઢ સહિતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. વ્યારામાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. તો બજી તરફ સોનગઢમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે.સુરતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદસુરતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું તેવામાં સુરતના ઉમરપાડા તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં ખાસ કરીને ઉમરપાડા તાલુકાના પીનપુર, ચોખવાડા, કેવડી, ચવડા સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.દાહોદમાં વાતાવરણમાં અચાનક પલટો દાહોદમાં વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. ત્યારબાદ ભારે પવન સાથે દાહોદ નજીક ગરબાડામાં વરસાદ ખાબક્યો હતો. ગરબાડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્તા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે.સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટોસૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ ધારીમાં વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર, નવમી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 10મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.

Gujarat Monsoon: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન, અનેક જિલ્લાઓમાં છવાયો વરસાદી માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદ ગુજરાતમાં વરસાદનું આગમન
  • ગુજરાતના અનેક ભાગોમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી
  • વરસાદ વરસ્તાની સાથે વાતાવરણમાં આંશિક ઠંડી પ્રસરી 

ગુજરાતમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તેવામાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં બફારા વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઇ ગઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

નર્મદામાં SOU અને એકતાનગરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં ખાસ કરીને નર્મદા, સાગબારા, ડેડિયાપાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની પઘરામણી થઇ ગઇ છે. રાજપીપળા શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે.

મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો

મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે ગરમી અને બફારા બાદ મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં વરસાદ ખાબક્યો છે. બાલાસિનોર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસા વરસ્યો છે. બાલાસિનોરમાં વરસાદ વરસ્તાની સાથે વાતાવરણમાં આંશિક ઠંડી પ્રસરી હતી. 

તાપીમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન

તાપીમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઇ ગયું છે. સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તેવામાં તાપીના વ્યારા, સોનગઢ સહિતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. વ્યારામાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. તો બજી તરફ સોનગઢમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે.

સુરતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

સુરતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું તેવામાં સુરતના ઉમરપાડા તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં ખાસ કરીને ઉમરપાડા તાલુકાના પીનપુર, ચોખવાડા, કેવડી, ચવડા સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

દાહોદમાં વાતાવરણમાં અચાનક પલટો 

દાહોદમાં વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. ત્યારબાદ ભારે પવન સાથે દાહોદ નજીક ગરબાડામાં વરસાદ ખાબક્યો હતો. ગરબાડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્તા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે.

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ ધારીમાં વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, નવમી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 10મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.