Cyclone Prediction: ગુજરાતમાં વાવાઝોડું ધમરોળશે..! આ શહેરોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા

23મી મેથી 27મી મે વચ્ચે  મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડાનું સંકટચક્રવાતી તોફાનમાં ફેરવાય તો તેનું નામ 'રેમલ' રાખવામાં આવશે28મી મેની આજુબાજુ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહીભારતીય હવામાન દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, બંગાળની ખાડી પર એક ઓછા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી 24 કલાક ખુબ મહત્વના છે. ચક્રવાત 23મી મેથી 27મી મે વચ્ચે ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર પણ પ્રભાવ પાડે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ, 24મી મે એટલે કે શુક્રવારે સવાર સુધીમાં તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને બંગાળની ખાડીના મધ્ય ભાગો પર એક દબાણમાં ફેરવાય તેની સંભાવના છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ત્યારબાદ તે વધુ તીવ્ર બની જશે. જો આ દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાય તો તેનું નામ 'રેમલ' રાખવામાં આવશે.   પૂર્વાનુમાન મુજબ ચક્રવાત 23મી મેથી 27મી મે વચ્ચે ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર પણ પ્રભાવ પાડે તેવી શક્યતા છે. આથી હવામાન વિભાગે 28મી મે 2024ની આજુબાજુ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે. અનેક શહેરોમાં એલર્ટ જાહેરબંગાળની ખાડી ઉપર બની રહેલા આ દબાણના પગલે હવામાન વિભાગે કોલકાતામાં આંધી તોફાન અને વીજળી પડવાના જોખમને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. આખું અઠવાડિયું વરસાદ પડે તેવી શક્યતા છે. 25મી મેના રોજ મિઝોરમ, ત્રિપુરા, અને દક્ષિણ મણિપુરના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. અહીં પણ 64.5 મિમી થી 115.5 મિમી સુધી વરસાદ પડી શકે છે.વાવાઝોડાનો રૂટ ભારતના ચોમાસાના આગમન પર અસર વાવાઝોડાનો રૂટ ભારતના ચોમાસાના આગમન પર અસર પાડી શકે છે. જો રેમલ ભારતીય તટ તરફ આગળ વધે તો તે વાસ્તવમાં ચોમાસાની શરૂઆતમાં મદદ કરી શકે છે. જેનાથી વિપરિત મ્યાંમાર તરફ ઉત્તરની બાજુ આગળ વધવાથી ચોમાસાના આગમનમાં મોડું થઈ શકે છે. અત્યાર સુધી હવામાન વિભાગે 31 મેની આજુબાજુ કેરળમાં ચોમાસુ બેસવાની શક્યતા વ્યક્ત કરી છે. 

Cyclone Prediction: ગુજરાતમાં વાવાઝોડું ધમરોળશે..! આ શહેરોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 23મી મેથી 27મી મે વચ્ચે  મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ
  • ચક્રવાતી તોફાનમાં ફેરવાય તો તેનું નામ 'રેમલ' રાખવામાં આવશે
  • 28મી મેની આજુબાજુ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, બંગાળની ખાડી પર એક ઓછા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી 24 કલાક ખુબ મહત્વના છે. ચક્રવાત 23મી મેથી 27મી મે વચ્ચે ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર પણ પ્રભાવ પાડે તેવી શક્યતા છે. 

મળતી માહિતી મુજબ, 24મી મે એટલે કે શુક્રવારે સવાર સુધીમાં તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને બંગાળની ખાડીના મધ્ય ભાગો પર એક દબાણમાં ફેરવાય તેની સંભાવના છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ત્યારબાદ તે વધુ તીવ્ર બની જશે. જો આ દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાય તો તેનું નામ 'રેમલ' રાખવામાં આવશે.   

પૂર્વાનુમાન મુજબ ચક્રવાત 23મી મેથી 27મી મે વચ્ચે ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર પણ પ્રભાવ પાડે તેવી શક્યતા છે. આથી હવામાન વિભાગે 28મી મે 2024ની આજુબાજુ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે. 

અનેક શહેરોમાં એલર્ટ જાહેર

બંગાળની ખાડી ઉપર બની રહેલા આ દબાણના પગલે હવામાન વિભાગે કોલકાતામાં આંધી તોફાન અને વીજળી પડવાના જોખમને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. આખું અઠવાડિયું વરસાદ પડે તેવી શક્યતા છે. 25મી મેના રોજ મિઝોરમ, ત્રિપુરા, અને દક્ષિણ મણિપુરના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. અહીં પણ 64.5 મિમી થી 115.5 મિમી સુધી વરસાદ પડી શકે છે.

વાવાઝોડાનો રૂટ ભારતના ચોમાસાના આગમન પર અસર

વાવાઝોડાનો રૂટ ભારતના ચોમાસાના આગમન પર અસર પાડી શકે છે. જો રેમલ ભારતીય તટ તરફ આગળ વધે તો તે વાસ્તવમાં ચોમાસાની શરૂઆતમાં મદદ કરી શકે છે. જેનાથી વિપરિત મ્યાંમાર તરફ ઉત્તરની બાજુ આગળ વધવાથી ચોમાસાના આગમનમાં મોડું થઈ શકે છે. અત્યાર સુધી હવામાન વિભાગે 31 મેની આજુબાજુ કેરળમાં ચોમાસુ બેસવાની શક્યતા વ્યક્ત કરી છે.