ભરૂચના ઝાડેશ્વર રોડ પર ધુળિયા માહોલથી તકલીફ

તકલાદી કામ કરતા રસ્તાની વિઝિબિલિટી ઘટી જતાં અકસ્માતનો ભય વધ્યોપોતાની ભૂલને છાવરવા માટે પીગળતા ડામર પર ધૂળ-રેતી છાંટવાની કામગીરી કરી હતી ઝાડેશ્વર તરફ જવાના રસ્તા પર ધૂળીયા માહોલથી તકલીફો વધી રહી છે.ભરૂચથી ઝાડેશ્વર તરફ જવાના રસ્તા પર તકલાદી કામ કરવામાં આવ્યુ હોવાની ફરિયાદ થતા તેમજ સોશ્યલ મિડીયામાં આ બાબતે ખુબ ઓહાપોહ થતા તંત્ર દ્વારા પોતાની ભૂલને છાવરવા માટે પીગળતા ડામર પર ધુળ અને રેતી છાંટવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો પરંતુ આવી પધ્ધતિને અપનાવતા આ રસ્તા પર ધુળીયુ વાતાવરણ છવાઈ ગયુ હતુ. કેટલાય વાહન ચાલકોને તેના કારણે ખુબ સહન કરવુ પડયુ હતુ. ધુળીયા વાતાવરણના કારણે વિઝિબલીટી ઓછી થતાં રસ્તા પર વાહન અકસ્માતનો ભય વધુ વધી ગયો હતો.ભરૂચથી ઝાડેશ્વર તરફ જવાના માર્ગ પર અને ખાસ કરીને મકતમપુરથી ઝાડેશ્વર જવાના માર્ગ પર ડામર પાથરીને રસ્તાનું સમારકામ કર્યુ હોવાનો સંતોષ ભરૂચ જિલ્લાના તંત્ર દ્વારા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આવી તકલાદી કામગીરીના પગલે લોકોમાં ઉહાપોહ મચી ગયો હતો. ધગધગતા તાપમાં ડામર પીગળી જતા વાહન ચાલકોને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. ખાસ કરીને પીગળતા ડામર વચ્ચે વાહનોના ટાયરોનો સંપર્ક થતા વાહન સ્લીપ થઈ જવાની પણ સંભાવના ઉભી થઈ હતી. આવી પરિસ્થિતિમાં મક્તમપુરથી ઝાડેશ્વર તરફ જવાના રસ્તા પર ટ્રાફીકજામની સમસ્યાઓ પણ સર્જાઈ હતી. આવી પરિસ્થિતિ સર્જાતા તંત્રએ પીગળતા ડામર પર ધુળ અને રેતી પાથરવાનો નિર્ણય લીધો હતો કે, જેના કારણે વાહન ચાલકોની સમસ્યાઓમાં વધુ વધારો થયો હતો. આ ધુળ અને રેતી વાતાવરણમાં ઉડતા ધુમ્મસ જેવુ વાતાવરણ છવાઈ જતા વાહન ચાલકો આગળના ચાલતા વાહનો જોઈ શકતા ન હતા. વિઝિબલીટી ઓછી થઈ જતા અકસ્માતની સંભાવના વધુ વધી ગઈ હતી. રેતી અને ધૂળ ઉડતા કેટલાક વાહન ચાલકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હોવાનું જાણવા મળે છે. હવે જ્યારે વરસાદના આગમનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભરૂચ નગર અને આસપાસના વિસ્તારોમાં તંત્ર દ્વારા રસ્તાના કામકાજ અંગે આવા હંગામી નિર્ણયો લઈ વાહન ચાલકોને વધુ મુશ્કેલીમાં મુકવામાં આવી રહ્યા છે. સમારકામ અંગેના કામ પૂરજોશમાં ચાલી રહ્યાં છે ભરૂચ નગર અને આસપાસના વિસ્તારોમાં હાલ રસ્તાના સમારકામ અંગેના કામ પુરજોશમાં ચાલી રહ્યા છે. આવા સમયમાં કોન્ટ્રાકટરો દ્વારા તકલાદી કામો કરવામાં આવી રહ્યા હોવાની લોકચર્ચા ચાલી રહી છે. જેમ કે સમારકામના બદલે રસ્તા પર ડામર પાથરી દેવામાં આવી રહ્યો છે. જે અંગે લોકોમાં ફરિયાદ ઉભી થતા એક ભૂલ ઢાંકવા માટે બીજી ભૂલ કરવામાં આવી હોય તેમ રસ્તા પર ધુળ અને રેતી પાથરી દેવામાં આવી છે. પવન ફુંકાતા જ ધુળ અને રેતી ઉડતા ધુમ્મસ જેવુ વાતાવરણ છવાઈ જાય છે.

ભરૂચના ઝાડેશ્વર રોડ પર ધુળિયા માહોલથી તકલીફ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તકલાદી કામ કરતા રસ્તાની વિઝિબિલિટી ઘટી જતાં અકસ્માતનો ભય વધ્યો
  • પોતાની ભૂલને છાવરવા માટે પીગળતા ડામર પર ધૂળ-રેતી છાંટવાની કામગીરી કરી હતી
  • ઝાડેશ્વર તરફ જવાના રસ્તા પર ધૂળીયા માહોલથી તકલીફો વધી રહી છે.

ભરૂચથી ઝાડેશ્વર તરફ જવાના રસ્તા પર તકલાદી કામ કરવામાં આવ્યુ હોવાની ફરિયાદ થતા તેમજ સોશ્યલ મિડીયામાં આ બાબતે ખુબ ઓહાપોહ થતા તંત્ર દ્વારા પોતાની ભૂલને છાવરવા માટે પીગળતા ડામર પર ધુળ અને રેતી છાંટવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો પરંતુ આવી પધ્ધતિને અપનાવતા આ રસ્તા પર ધુળીયુ વાતાવરણ છવાઈ ગયુ હતુ. કેટલાય વાહન ચાલકોને તેના કારણે ખુબ સહન કરવુ પડયુ હતુ. ધુળીયા વાતાવરણના કારણે વિઝિબલીટી ઓછી થતાં રસ્તા પર વાહન અકસ્માતનો ભય વધુ વધી ગયો હતો.

ભરૂચથી ઝાડેશ્વર તરફ જવાના માર્ગ પર અને ખાસ કરીને મકતમપુરથી ઝાડેશ્વર જવાના માર્ગ પર ડામર પાથરીને રસ્તાનું સમારકામ કર્યુ હોવાનો સંતોષ ભરૂચ જિલ્લાના તંત્ર દ્વારા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આવી તકલાદી કામગીરીના પગલે લોકોમાં ઉહાપોહ મચી ગયો હતો. ધગધગતા તાપમાં ડામર પીગળી જતા વાહન ચાલકોને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. ખાસ કરીને પીગળતા ડામર વચ્ચે વાહનોના ટાયરોનો સંપર્ક થતા વાહન સ્લીપ થઈ જવાની પણ સંભાવના ઉભી થઈ હતી. આવી પરિસ્થિતિમાં મક્તમપુરથી ઝાડેશ્વર તરફ જવાના રસ્તા પર ટ્રાફીકજામની સમસ્યાઓ પણ સર્જાઈ હતી. આવી પરિસ્થિતિ સર્જાતા તંત્રએ પીગળતા ડામર પર ધુળ અને રેતી પાથરવાનો નિર્ણય લીધો હતો કે, જેના કારણે વાહન ચાલકોની સમસ્યાઓમાં વધુ વધારો થયો હતો. આ ધુળ અને રેતી વાતાવરણમાં ઉડતા ધુમ્મસ જેવુ વાતાવરણ છવાઈ જતા વાહન ચાલકો આગળના ચાલતા વાહનો જોઈ શકતા ન હતા. વિઝિબલીટી ઓછી થઈ જતા અકસ્માતની સંભાવના વધુ વધી ગઈ હતી. રેતી અને ધૂળ ઉડતા કેટલાક વાહન ચાલકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હોવાનું જાણવા મળે છે. હવે જ્યારે વરસાદના આગમનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભરૂચ નગર અને આસપાસના વિસ્તારોમાં તંત્ર દ્વારા રસ્તાના કામકાજ અંગે આવા હંગામી નિર્ણયો લઈ વાહન ચાલકોને વધુ મુશ્કેલીમાં મુકવામાં આવી રહ્યા છે.

સમારકામ અંગેના કામ પૂરજોશમાં ચાલી રહ્યાં છે

ભરૂચ નગર અને આસપાસના વિસ્તારોમાં હાલ રસ્તાના સમારકામ અંગેના કામ પુરજોશમાં ચાલી રહ્યા છે. આવા સમયમાં કોન્ટ્રાકટરો દ્વારા તકલાદી કામો કરવામાં આવી રહ્યા હોવાની લોકચર્ચા ચાલી રહી છે. જેમ કે સમારકામના બદલે રસ્તા પર ડામર પાથરી દેવામાં આવી રહ્યો છે. જે અંગે લોકોમાં ફરિયાદ ઉભી થતા એક ભૂલ ઢાંકવા માટે બીજી ભૂલ કરવામાં આવી હોય તેમ રસ્તા પર ધુળ અને રેતી પાથરી દેવામાં આવી છે. પવન ફુંકાતા જ ધુળ અને રેતી ઉડતા ધુમ્મસ જેવુ વાતાવરણ છવાઈ જાય છે.