Kesar Mango Price: મોડી આવી પણ મોંઘી આવી કેસર કેરી

તાલાલામાં આજથી શરૂ થઈ કેસર કેરીની હરરાજીગત વર્ષની સરખામણીમાં 15 દિવસ મોડી હરારજી 10 કિલોના બોક્સના સરેરાશ ભાવ 625 રૂપિયા તાલાલા ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ વચ્ચે આજે 1 મેં એ કેસર કેરીની હરરાજી શરૂ થઈ. જોકે, ગત વર્ષ કરતાં 12 થી 15 દિવસ મોડી હરરાજી શરૂ થઈ છે. કેસર કેરીનું ઘર ગણાતા તાલાળા મેંગો માર્કેટમાં આજથી કેરીની હરરાજી શરૂ થઈ છે. પ્રથમ 10 કિલોનું બોક્સ રૂપિયા 12 હજારમાં ગાયનાં ચારા માટે ગયું. કેસર કેરીના 10 કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ રૂપિયા 625 થી 1350 નો રહ્યો. સરેરાશ 950 રહ્યો હતો, કેસર કેરીની સિઝન આ વખતે ટૂંકી રહેવાનું અનુમાન છે. કેસરના ઓછા ઉત્પાદનને કારણે આ વર્ષ ભાવ ઊંચા રહેવાની આશંકા છે. કેસર કેરીનાં રસિયાઓ માટે કેસરનો સ્વાદ ખાટો બની શકે છે. કેસર કેરીની રાજધાની તરીકે ઓળખાતા તાલાળા માર્કેટિંગ યાર્ડમાં આજે ગુજરાતના સ્થાપના દિવસ 1 મેં થી કેસર કેરીની હરરાજી શરૂ કરવામાં આવી છે. જે ગત વર્ષ કરતા એક અઠવાડિયું મોડી છે. તાલાળા એપીએમસી ખાતે દર વર્ષ એપ્રિલનાં છેલ્લા અઠવાડિયામાં હરરાજીની શરૂઆત થતી હોય છે. પરંતુ આ વર્ષ કેસર કેરી મોડી થવાને કારણે હરરાજી પણ મોડી શરૂ થઈ છે. કેસરના ઓછા ઉતારાની ભીતિને કારણે ભાવો ઊંચા રહેવા પામ્યા છે. ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. દર વર્ષ મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે અને દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે. પરંતુ વર્તમાન સીઝન કેસર માટે માફક ન હોવાનું સામે આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગને કારણે આ વખતે આંબા પર આવરણ આવવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. આજે પ્રથમ તબક્કાની કેરી બજારમાં આવી છે. કમૌસમી વરસાદ અને રોગ જીવાતને કારણે આ વર્ષ કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાં છે. તો રોગ જીવાતને કારણે કેસરમાં ખરણ પણ વધ્યું હતું. આજે તાલાળા મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે 10 કિલોના કુલ 5760 બૉક્સ ની આવક થઈ છે. આ વખતની થઈ છે. તો અત્યાર સુધીમાં UK, કેનેડા, UAE સહિતના દેશોમાં કેસર કેરીનાં 3 કિલોના 4400 બોક્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે. આ વખતની સિઝન ટૂંકી ચાલશે. આ વર્ષ 60 ટકા કેસરનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાને કારણે કુલ 6 થી 7 લાખ બોક્સ પુરી સિઝન દરમ્યાન આવશે તેવી ધારણા છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષ આંબા પર ફલાવરિંગ ઘણું ઓછું આવ્યું હતું. જેને કારણે કેરીનું ઉત્પાદન પણ ઓછું થવાની શકયતા વર્તાઈ રહી છે. મગીયો બંધાયા બાદ રોગ જીવાતે દેખા દીધી અને કેસરને ગ્રહણ લાગી ગયું. રોગ જીવાતને કારણે કેસર નાની ખાખડી સ્વરૂપે જ ખરવા માંડી ત્યારે આ વર્ષ કેસરનું ઉત્પાદન ખૂબ ઓછું જોવા મળશે. સીઝનમાં માંડ 50 ટકા જેટલું કેસરનું ઉત્પાદન થશે તેવી ધારણા બંધાઈ છે. વાતાવરણની વિષમતાએ કહો કે જે ગણો તે કેસર બજારમાં પણ આવી ગઈ અને તગડા મૂલ્યે વેચાઈ પણ ખરી. આંબા વાડિયાઓમાં જે પ્રમાણે હોવી કેરી છે તે આવશે પણ તેના ભાવ થીદા દબાવાની શકયતા છે. આથી ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. ઓછું ઉત્પાદન અને પૂરતા ભાવ નહીં મળવાને કારણે ખેડૂતો ચિંતિત છે. વર્તમાન સીઝનમાં કેસરનાં ઉત્પાદનમાં ઘટાડો જરૂર નોંધાય તેવું લાગી રહ્યું છે. જો આ વખતે કમોસમી વરસાદ ન થાય તો સિઝન 30 થી 45 દિવસ સુધી ચાલે તેવી સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. કેસરના શરૂઆતી ભાવો રહેશે. પછી જેમ-જેમ માલ બજારમાં આવતો થશે તેમતેમ ભાવ પણ ઘટવાની સંભાવનાને લઈ પાછોતરી કેસર જે ખેડૂતોની થશે તેઓને ઓછા ભાવ મળવાની શક્યતા જોતા તેઓમાં કકળાટ ફેલાયો છે. આથી આ વર્ષ કેસરના ભાવ પાછલા વર્ષની સરખામણી એ સરેરાશ વધુ રહે તો જ ખેડૂતોને ફાયદો થાય. તાલાળા યાર્ડના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર પંથકમાં કેસર કેરીના પાક ની વાત કરીએ તો..... સૌરાષ્ટ્રમાં કુલ 37517 હેકટર કેસર કેરીના આંબાનું વાવેતર છે. જેમાં જિલ્લા વાઈઝ વાત કરીયે તો....જિલ્લોવાવેતરજૂનાગઢ 8490 હેકટરગીર સોમનાથ14520 હેકટરઅમરેલી 6925 હેકટરભાવનગર 6388 હેકટરરાજકોટ 425 હેકટરજામનગર 424 હેકટરપોરબંદર 305 હેકટર સૌરાષ્ટ્ર માંથી દર વર્ષ અંદાજે કેસર કેરીનું 3 લાખ 34 હજાર 984 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. પરંતુ આ વખતે માત્ર 2 લાખ મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન થવાની શક્યતાઓ ખેડૂત અને એપીએમસીના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.છેલ્લા 5 વર્ષમાં તાલાળા યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક અને ભાવોની વાત કરીએ તો....વર્ષબોક્સની આવક ભાવ2019 7,75,395345/- 2020 6,87,931375/-2021 5,85,595355/-2022 5,03,321740/-2023 11,13,540800/-હવે 2024 માં શરૂઆતી ભાવ 800 થી 1200 રૂપિયા ખુલ્યો છે. પાછલા ભાવ 800 થી લઈને1000 રૂપિયા 10 કિલોના એક બોક્સનો હતો. પરંતુ વાસ્તવિક સરેરાશ શુ ભાવ રહે છે અને કુલ કેટલા બોક્સ આવશે તે તો તાલાળા ખાતેનાં માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરરાજી પુરી થયા બાદ જ ખ્યાલ આવી શકે.

Kesar Mango Price: મોડી આવી પણ મોંઘી આવી કેસર કેરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તાલાલામાં આજથી શરૂ થઈ કેસર કેરીની હરરાજી
  • ગત વર્ષની સરખામણીમાં 15 દિવસ મોડી હરારજી
  • 10 કિલોના બોક્સના સરેરાશ ભાવ 625 રૂપિયા

તાલાલા ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ વચ્ચે આજે 1 મેં એ કેસર કેરીની હરરાજી શરૂ થઈ. જોકે, ગત વર્ષ કરતાં 12 થી 15 દિવસ મોડી હરરાજી શરૂ થઈ છે. કેસર કેરીનું ઘર ગણાતા તાલાળા મેંગો માર્કેટમાં આજથી કેરીની હરરાજી શરૂ થઈ છે. પ્રથમ 10 કિલોનું બોક્સ રૂપિયા 12 હજારમાં ગાયનાં ચારા માટે ગયું. કેસર કેરીના 10 કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ રૂપિયા 625 થી 1350 નો રહ્યો. સરેરાશ 950 રહ્યો હતો, કેસર કેરીની સિઝન આ વખતે ટૂંકી રહેવાનું અનુમાન છે. કેસરના ઓછા ઉત્પાદનને કારણે આ વર્ષ ભાવ ઊંચા રહેવાની આશંકા છે. કેસર કેરીનાં રસિયાઓ માટે કેસરનો સ્વાદ ખાટો બની શકે છે. કેસર કેરીની રાજધાની તરીકે ઓળખાતા તાલાળા માર્કેટિંગ યાર્ડમાં આજે ગુજરાતના સ્થાપના દિવસ 1 મેં થી કેસર કેરીની હરરાજી શરૂ કરવામાં આવી છે. જે ગત વર્ષ કરતા એક અઠવાડિયું મોડી છે.

તાલાળા એપીએમસી ખાતે દર વર્ષ એપ્રિલનાં છેલ્લા અઠવાડિયામાં હરરાજીની શરૂઆત થતી હોય છે. પરંતુ આ વર્ષ કેસર કેરી મોડી થવાને કારણે હરરાજી પણ મોડી શરૂ થઈ છે. કેસરના ઓછા ઉતારાની ભીતિને કારણે ભાવો ઊંચા રહેવા પામ્યા છે. ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. દર વર્ષ મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે અને દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે. પરંતુ વર્તમાન સીઝન કેસર માટે માફક ન હોવાનું સામે આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગને કારણે આ વખતે આંબા પર આવરણ આવવામાં ખાસ્સો સમય લાગ્યો હતો.

આજે પ્રથમ તબક્કાની કેરી બજારમાં આવી છે. કમૌસમી વરસાદ અને રોગ જીવાતને કારણે આ વર્ષ કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાં છે. તો રોગ જીવાતને કારણે કેસરમાં ખરણ પણ વધ્યું હતું. આજે તાલાળા મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે 10 કિલોના કુલ 5760 બૉક્સ ની આવક થઈ છે. આ વખતની થઈ છે. તો અત્યાર સુધીમાં UK, કેનેડા, UAE સહિતના દેશોમાં કેસર કેરીનાં 3 કિલોના 4400 બોક્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે. આ વખતની સિઝન ટૂંકી ચાલશે. આ વર્ષ 60 ટકા કેસરનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાને કારણે કુલ 6 થી 7 લાખ બોક્સ પુરી સિઝન દરમ્યાન આવશે તેવી ધારણા છે.

ગત વર્ષની તુલનાએ આ વર્ષ આંબા પર ફલાવરિંગ ઘણું ઓછું આવ્યું હતું. જેને કારણે કેરીનું ઉત્પાદન પણ ઓછું થવાની શકયતા વર્તાઈ રહી છે. મગીયો બંધાયા બાદ રોગ જીવાતે દેખા દીધી અને કેસરને ગ્રહણ લાગી ગયું. રોગ જીવાતને કારણે કેસર નાની ખાખડી સ્વરૂપે જ ખરવા માંડી ત્યારે આ વર્ષ કેસરનું ઉત્પાદન ખૂબ ઓછું જોવા મળશે. સીઝનમાં માંડ 50 ટકા જેટલું કેસરનું ઉત્પાદન થશે તેવી ધારણા બંધાઈ છે. વાતાવરણની વિષમતાએ કહો કે જે ગણો તે કેસર બજારમાં પણ આવી ગઈ અને તગડા મૂલ્યે વેચાઈ પણ ખરી. આંબા વાડિયાઓમાં જે પ્રમાણે હોવી કેરી છે તે આવશે પણ તેના ભાવ થીદા દબાવાની શકયતા છે. આથી ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. ઓછું ઉત્પાદન અને પૂરતા ભાવ નહીં મળવાને કારણે ખેડૂતો ચિંતિત છે.

વર્તમાન સીઝનમાં કેસરનાં ઉત્પાદનમાં ઘટાડો જરૂર નોંધાય તેવું લાગી રહ્યું છે. જો આ વખતે કમોસમી વરસાદ ન થાય તો સિઝન 30 થી 45 દિવસ સુધી ચાલે તેવી સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. કેસરના શરૂઆતી ભાવો રહેશે. પછી જેમ-જેમ માલ બજારમાં આવતો થશે તેમતેમ ભાવ પણ ઘટવાની સંભાવનાને લઈ પાછોતરી કેસર જે ખેડૂતોની થશે તેઓને ઓછા ભાવ મળવાની શક્યતા જોતા તેઓમાં કકળાટ ફેલાયો છે. આથી આ વર્ષ કેસરના ભાવ પાછલા વર્ષની સરખામણી એ સરેરાશ વધુ રહે તો જ ખેડૂતોને ફાયદો થાય.

તાલાળા યાર્ડના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર પંથકમાં કેસર કેરીના પાક ની વાત કરીએ તો..... સૌરાષ્ટ્રમાં કુલ 37517 હેકટર કેસર કેરીના આંબાનું વાવેતર છે. જેમાં જિલ્લા વાઈઝ વાત કરીયે તો....જિલ્લોવાવેતરજૂનાગઢ 8490 હેકટરગીર સોમનાથ14520 હેકટરઅમરેલી 6925 હેકટરભાવનગર 6388 હેકટરરાજકોટ 425 હેકટરજામનગર 424 હેકટરપોરબંદર 305 હેકટર

સૌરાષ્ટ્ર માંથી દર વર્ષ અંદાજે કેસર કેરીનું 3 લાખ 34 હજાર 984 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. પરંતુ આ વખતે માત્ર 2 લાખ મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન થવાની શક્યતાઓ ખેડૂત અને એપીએમસીના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

છેલ્લા 5 વર્ષમાં તાલાળા યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક અને ભાવોની વાત કરીએ તો....વર્ષબોક્સની આવક ભાવ2019 7,75,395345/-
2020 6,87,931375/-2021 5,85,595355/-2022 5,03,321740/-2023 11,13,540800/-

હવે 2024 માં શરૂઆતી ભાવ 800 થી 1200 રૂપિયા ખુલ્યો છે. પાછલા ભાવ 800 થી લઈને1000 રૂપિયા 10 કિલોના એક બોક્સનો હતો. પરંતુ વાસ્તવિક સરેરાશ શુ ભાવ રહે છે અને કુલ કેટલા બોક્સ આવશે તે તો તાલાળા ખાતેનાં માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરરાજી પુરી થયા બાદ જ ખ્યાલ આવી શકે.