Jamnagar News: એડવોકેટ હારુન પલેજાના હત્યારાઓને જુદી-જુદી જેલોમાં ધકેલાયા

જામનગર પોલીસે કરી હતી સાયચા ગેંગના 15 આરોપીઓની ધરપકડધરપકડ કરાયેલ બે સગીર આરોપીઓને બાળ સુધારગૃહમાં મોકલાયા આરોપીઓને સુરત, અમદાવાદ, વડોદરા, કચ્છની જેલમાં મોકલાયા જામનગરના અતિચાર જનક એવા એડવોકેટ હારુન પલેજાની હત્યા કેસમાં પોલિસ દ્વારા કુખ્યાત સાયચા ગેંગના 15 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને જામનગરની જિલ્લા જેલમાં રાખવામાં આવ્યા હતા. હત્યા કેસના આ તમામ આરોપીઓને હવે રાજ્યની અલગ અલગ જેલમાં રાખવા માટેનો નિર્ણય લેવાયો હતો. જેને લઈને તમામને રાજયની અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.રાજ્યની જુદી-જુદી જેલોમાં મોકલાયા આરોપીઓ  જામનગરના એડવોકેટ હારુન પલેજાની હત્યા કરનાર સાયચા ગેંગના આરોપી બસીર સાયચા અને ઉમર સાયચાને રાજકોટની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આજે સવારે આ બંને આરોપીઓને જેલ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઉપરાંત સિકંદર સાયચા અને શબ્બીર સાયચાને સુરતની લાજપોર જેલમાં મોકલી દેવાયા છે. વધુમાં, ઈમરાન સાયચા અને એઝાઝ સાયચાને અમદાવાદની જેલમાં તો ગુલામ સાયચા અને રમજાન સાયચાને વડોદરાની જેલમાં મોકલી દેવાયા છે. તેમજ દિલાવર અને સુલેમાન સાયચાને ગાંધીધામ ગાડપદર જેલમાં, મહેબૂબ પલારાને ભુજની જેલમાં તેમજ અસગર સાયચાને અમરેલીની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.કોર્ટ બહાર જ કરાઇ હતી એડવોકેટની હત્યાગત 13 માર્ચના રોજ જામનગરના બેડી વિસ્તારમાં ખ્યાતનામ એડવોકેટ હારુન પાલેજાની છરીના ઘા મારી જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. એડવોકેટ હારુન પાલેજા કોર્ટથી ઘરે જઈ રહ્યાં હતા ત્યારે માથાભારે શખ્સોએ જાહેરમાં અસંખ્ય છરીના ઘા મારી તેમની હત્યા કરી હતી. હારુન પાલેજા પોતાના મોટર સાયકલ પરથી બેડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે 10 જેટલા શખ્સોએ તેમને આંતરી તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે લોહીલુહાણ હાલતે ઘવાયેલા એડવોકેટ હારુન પાલેજાને તાત્કાલીક જામનગર જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સાયચા ગેંગના 15 સભ્યો ધરપકડ બાદમાં, ઘટનાને પગલે એસપી, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલે દોડી ગયા હતા. હત્યાના બનાવને અંજામ આપી નાશી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જોકે ટૂંક જ સમયમાં એડવોકેટની હત્યાને અંજામ આપનાર સાયચા ગેંગના 15 સભ્યોને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. એડવોકેટ હારુન પાલેજા જામનગરના બેડી વિસ્તારમાં રહેતા હતા અને જાણીતા વકીલ હતા. તેઓ ઓલ ઇન્ડિયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના પ્રમુખ હતા.

Jamnagar News: એડવોકેટ હારુન પલેજાના હત્યારાઓને જુદી-જુદી જેલોમાં ધકેલાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામનગર પોલીસે કરી હતી સાયચા ગેંગના 15 આરોપીઓની ધરપકડ
  • ધરપકડ કરાયેલ બે સગીર આરોપીઓને બાળ સુધારગૃહમાં મોકલાયા
  • આરોપીઓને સુરત, અમદાવાદ, વડોદરા, કચ્છની જેલમાં મોકલાયા

જામનગરના અતિચાર જનક એવા એડવોકેટ હારુન પલેજાની હત્યા કેસમાં પોલિસ દ્વારા કુખ્યાત સાયચા ગેંગના 15 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને જામનગરની જિલ્લા જેલમાં રાખવામાં આવ્યા હતા. હત્યા કેસના આ તમામ આરોપીઓને હવે રાજ્યની અલગ અલગ જેલમાં રાખવા માટેનો નિર્ણય લેવાયો હતો. જેને લઈને તમામને રાજયની અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.


રાજ્યની જુદી-જુદી જેલોમાં મોકલાયા આરોપીઓ 

જામનગરના એડવોકેટ હારુન પલેજાની હત્યા કરનાર સાયચા ગેંગના આરોપી બસીર સાયચા અને ઉમર સાયચાને રાજકોટની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આજે સવારે આ બંને આરોપીઓને જેલ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઉપરાંત સિકંદર સાયચા અને શબ્બીર સાયચાને સુરતની લાજપોર જેલમાં મોકલી દેવાયા છે. વધુમાં, ઈમરાન સાયચા અને એઝાઝ સાયચાને અમદાવાદની જેલમાં તો ગુલામ સાયચા અને રમજાન સાયચાને વડોદરાની જેલમાં મોકલી દેવાયા છે. તેમજ દિલાવર અને સુલેમાન સાયચાને ગાંધીધામ ગાડપદર જેલમાં, મહેબૂબ પલારાને ભુજની જેલમાં તેમજ અસગર સાયચાને અમરેલીની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.


કોર્ટ બહાર જ કરાઇ હતી એડવોકેટની હત્યા

ગત 13 માર્ચના રોજ જામનગરના બેડી વિસ્તારમાં ખ્યાતનામ એડવોકેટ હારુન પાલેજાની છરીના ઘા મારી જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. એડવોકેટ હારુન પાલેજા કોર્ટથી ઘરે જઈ રહ્યાં હતા ત્યારે માથાભારે શખ્સોએ જાહેરમાં અસંખ્ય છરીના ઘા મારી તેમની હત્યા કરી હતી. હારુન પાલેજા પોતાના મોટર સાયકલ પરથી બેડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે 10 જેટલા શખ્સોએ તેમને આંતરી તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે લોહીલુહાણ હાલતે ઘવાયેલા એડવોકેટ હારુન પાલેજાને તાત્કાલીક જામનગર જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

સાયચા ગેંગના 15 સભ્યો ધરપકડ

બાદમાં, ઘટનાને પગલે એસપી, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલે દોડી ગયા હતા. હત્યાના બનાવને અંજામ આપી નાશી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જોકે ટૂંક જ સમયમાં એડવોકેટની હત્યાને અંજામ આપનાર સાયચા ગેંગના 15 સભ્યોને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. એડવોકેટ હારુન પાલેજા જામનગરના બેડી વિસ્તારમાં રહેતા હતા અને જાણીતા વકીલ હતા. તેઓ ઓલ ઇન્ડિયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના પ્રમુખ હતા.