Valsad News: ચોમાસું નજીક છતાં પ્રિમોન્સૂન કામગીરી કરવામાં તંત્રની આળસ

ટૂંક સમયમાં રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહીવલસાડ જિલ્લામાં પ્રિમોન્સૂન કામગીરી માત્ર 25% કરવામાં આવી વીજ વિભાગ દ્વારા મોટાભાગની પ્રમોશન કામગીરી પૂર્ણ સમગ્ર ગુજરાતમાં ટૂંક સમયમાં ચોમાસાની પધરામણી થઈ જશે ત્યારે મોટાભાગના જિલ્લાઓમાં પ્રી-મોન્સૂન કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે, વલસાડ જિલ્લામાં વહીવટી તંત્રની આળસ સામે આવી રહી છે. ચોમાસાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વલસાડમાં માત્ર 25 ટકા જેટલી જ પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ છે. રાજ્ય હવામાન વિભાગે આપેલી આગાહીને લઈ ગણતરીના દિવસોમાં હવે ચોમાસુ દસ્તક દેશે ત્યારે વલસાડ જિલ્લામાં પ્રિમોન્સૂન કામગીરી માત્ર 25% જેટલી કરવામાં આવી છે જિલ્લાની પાંચ નગરપાલિકાઓ દ્વારા ચોમાસાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી કરવા નીકળી છે. તો બીજી તરફ વહીવટી તંત્રની ટીમે પણ કામગીરી હાથ ધરી છે જિલ્લામાં વીજ વિભાગ દ્વારા મોટાભાગની પ્રમોશન કામગીરી પૂર્ણ કરી છે ત્યારે આજરોજ પડેલા થોડા જ વરસાદે પાલિકાઓ અને વહીવટી તંત્ર તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરીની પોલ ખોલી નાખી હતી. વાપીના બલીઠા અને ઉમરગામના રેલવે સ્ટેશન નજીક થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. તો વાપી નગરપાલિકાનું જેસીબી પ્રિમોન્સૂન કામગીરીમાં ગટરમાં ફસાયેલું હતું.

Valsad News: ચોમાસું નજીક છતાં પ્રિમોન્સૂન કામગીરી કરવામાં તંત્રની આળસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટૂંક સમયમાં રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
  • વલસાડ જિલ્લામાં પ્રિમોન્સૂન કામગીરી માત્ર 25% કરવામાં આવી
  • વીજ વિભાગ દ્વારા મોટાભાગની પ્રમોશન કામગીરી પૂર્ણ

સમગ્ર ગુજરાતમાં ટૂંક સમયમાં ચોમાસાની પધરામણી થઈ જશે ત્યારે મોટાભાગના જિલ્લાઓમાં પ્રી-મોન્સૂન કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે, વલસાડ જિલ્લામાં વહીવટી તંત્રની આળસ સામે આવી રહી છે. ચોમાસાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વલસાડમાં માત્ર 25 ટકા જેટલી જ પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ છે.


રાજ્ય હવામાન વિભાગે આપેલી આગાહીને લઈ ગણતરીના દિવસોમાં હવે ચોમાસુ દસ્તક દેશે ત્યારે વલસાડ જિલ્લામાં પ્રિમોન્સૂન કામગીરી માત્ર 25% જેટલી કરવામાં આવી છે જિલ્લાની પાંચ નગરપાલિકાઓ દ્વારા ચોમાસાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી કરવા નીકળી છે.


તો બીજી તરફ વહીવટી તંત્રની ટીમે પણ કામગીરી હાથ ધરી છે જિલ્લામાં વીજ વિભાગ દ્વારા મોટાભાગની પ્રમોશન કામગીરી પૂર્ણ કરી છે ત્યારે આજરોજ પડેલા થોડા જ વરસાદે પાલિકાઓ અને વહીવટી તંત્ર તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરીની પોલ ખોલી નાખી હતી. વાપીના બલીઠા અને ઉમરગામના રેલવે સ્ટેશન નજીક થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. તો વાપી નગરપાલિકાનું જેસીબી પ્રિમોન્સૂન કામગીરીમાં ગટરમાં ફસાયેલું હતું.