Lok Sabha Election 2024: "દેશમાં મોદી મોદી જ" નરોડામાં બોલ્યા અમિત શાહ

બે તબક્કામાં ભાજપ સેન્ચૂરી મારી રહ્યું છેઃ શાહછેલ્લા 23 વર્ષથી અમદાવાદ ક્યારેય બંધ થયું નથીઃ શાહ કલમ 370 હટાવવાનો કોંગ્રેસ વિરોધ કર્યો હતોઃ શાહ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને આજે ભાજપના દિગ્ગજ અને સ્ટાર પ્રચારક અમિત શાહ અમદાવાદના મહેમાન બન્યા છે અને નરોડામાં જાહેર સભાને સંબોધન કર્યું છે. નરોડા ખાતે આયોજિત જાહેર સભામાં ભાજપના દિગ્ગજ નેતાઓની સાથે મોટી સંખ્યામાં સ્થાનિકોની જનમેદની ઉમટી પડી હતી. ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે શાહે કરી બેઠક  આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. બપોરે 4 વાગ્યા આસપાસ ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવ્યા. બાદમાં, અમદાવાદમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે શાહે બેઠક કરી હતી અને લોકસભા વિસ્તારના સંગઠનના નેતાઓ સાથે બેઠક કરી હતી ચૂંટણીલક્ષી સમીક્ષા કરી હતી. નરોડામાં જાહેર સભામાં કર્યું સંબોધન અમદાવાદ ખાતે બેઠક બાદ નરોડામાં આયોજિત જાહેર સભામાં હાજરી આપીને જનમેદની સંબોધન કર્યું હતું. અમિત શાહે સંબોધન કરતાં કહ્યું હતું કે લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન થઇ ચૂક્યુ છે અને બંને તબક્કામાં ભાજપ સેન્ચૂરી મારી રહ્યું છે. આજે સમગ્ર દેશમાં મોદી મોદી જ છે.વધુમાં અમિત શાહે જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે અમદાવાદમાં કર્ફ્યૂ સામાન્ય હતો. પરંતુ છેલ્લા 23 વર્ષથી અમદાવાદ ક્યારેય બંધ થયું નથી. વધુમાં કોંગ્રેસને આડેહાથ લેતા અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ 370 કલમ સ્વાર્થ માટે સાચવીને બેઠી હતી. કલમ 370 હટાવવાનો કોંગ્રેસ સતત વિરોધ કરી રહી હતી. એટલું જ નહિ, કલમ 370 હટાવવામાં આવશે તો કશ્મીરમાં લોહીની નદીઓ વહેશે તેવી વાતો કરતા હતા. કોંગ્રેસને વિરોધ સિવાય કંઇ નથી આવડતું. આજે કાશ્મીર માંથી કલમ 370 નાબૂદ થઈ ચૂકી છે. વધુમાં અમિત શાહે જણાવ્યું હતું કે અમદાવાદ પૂર્વ કે પશ્ચિમમાં મકાન લેવું હોય તો ભાવ સરખા થયા છે. ગંદકી ફેલાવનાર ખારીકટ કેનાલ ઉપર રોડ બનવાનું કામ કરવામાં આવ્યું છે. રામમંદિરનો ઉલ્લેખ કરતાં અમિત શાહે કહ્યું કે આજે અયોધ્યામાં રામ મંદિર બન્યું છે, કોંગ્રેસે તેનું કામકાજ અટકાવી રાખ્યું હતું. રામ મંદિરના દર્શન કરવા હવે જજો તેવું અમિત શાહે આહ્વાન કર્યું હતું.

Lok Sabha Election 2024: "દેશમાં મોદી મોદી જ" નરોડામાં બોલ્યા અમિત શાહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બે તબક્કામાં ભાજપ સેન્ચૂરી મારી રહ્યું છેઃ શાહ
  • છેલ્લા 23 વર્ષથી અમદાવાદ ક્યારેય બંધ થયું નથીઃ શાહ
  • કલમ 370 હટાવવાનો કોંગ્રેસ વિરોધ કર્યો હતોઃ શાહ

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને આજે ભાજપના દિગ્ગજ અને સ્ટાર પ્રચારક અમિત શાહ અમદાવાદના મહેમાન બન્યા છે અને નરોડામાં જાહેર સભાને સંબોધન કર્યું છે. નરોડા ખાતે આયોજિત જાહેર સભામાં ભાજપના દિગ્ગજ નેતાઓની સાથે મોટી સંખ્યામાં સ્થાનિકોની જનમેદની ઉમટી પડી હતી. 

ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે શાહે કરી બેઠક 

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. બપોરે 4 વાગ્યા આસપાસ ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવ્યા. બાદમાં, અમદાવાદમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે શાહે બેઠક કરી હતી અને લોકસભા વિસ્તારના સંગઠનના નેતાઓ સાથે બેઠક કરી હતી ચૂંટણીલક્ષી સમીક્ષા કરી હતી.

નરોડામાં જાહેર સભામાં કર્યું સંબોધન

અમદાવાદ ખાતે બેઠક બાદ નરોડામાં આયોજિત જાહેર સભામાં હાજરી આપીને જનમેદની સંબોધન કર્યું હતું. અમિત શાહે સંબોધન કરતાં કહ્યું હતું કે લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન થઇ ચૂક્યુ છે અને બંને તબક્કામાં ભાજપ સેન્ચૂરી મારી રહ્યું છે. આજે સમગ્ર દેશમાં મોદી મોદી જ છે.

વધુમાં અમિત શાહે જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે અમદાવાદમાં કર્ફ્યૂ સામાન્ય હતો. પરંતુ છેલ્લા 23 વર્ષથી અમદાવાદ ક્યારેય બંધ થયું નથી. વધુમાં કોંગ્રેસને આડેહાથ લેતા અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ 370 કલમ સ્વાર્થ માટે સાચવીને બેઠી હતી. કલમ 370 હટાવવાનો કોંગ્રેસ સતત વિરોધ કરી રહી હતી. એટલું જ નહિ, કલમ 370 હટાવવામાં આવશે તો કશ્મીરમાં લોહીની નદીઓ વહેશે તેવી વાતો કરતા હતા. કોંગ્રેસને વિરોધ સિવાય કંઇ નથી આવડતું. આજે કાશ્મીર માંથી કલમ 370 નાબૂદ થઈ ચૂકી છે.

વધુમાં અમિત શાહે જણાવ્યું હતું કે અમદાવાદ પૂર્વ કે પશ્ચિમમાં મકાન લેવું હોય તો ભાવ સરખા થયા છે. ગંદકી ફેલાવનાર ખારીકટ કેનાલ ઉપર રોડ બનવાનું કામ કરવામાં આવ્યું છે. રામમંદિરનો ઉલ્લેખ કરતાં અમિત શાહે કહ્યું કે આજે અયોધ્યામાં રામ મંદિર બન્યું છે, કોંગ્રેસે તેનું કામકાજ અટકાવી રાખ્યું હતું. રામ મંદિરના દર્શન કરવા હવે જજો તેવું અમિત શાહે આહ્વાન કર્યું હતું.